માત્ર 3 જ દિવસમાં બાહુબલી 2 ના 20 ધમાકેદાર રેકોર્ડ્સ

Subscribe to Oneindia News

લોકો ભલે ગમે તે કહે પરંતુ એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવામાં સફળ રહી છે. એટલું જ નહીં, આ ફિલ્મે અનેક રેકોર્ડ પણ તોડ્યા છે. ભારતીય સિનેમા જગતની આ સૌથી મોટી ફિલ્મ છે, એ વાતમાં કોઇ શંકા નથી.

રિલીઝ પહેલાં જ આ ફિલ્મે 4 રેકોર્ડ તોડ્યાં હતા, રિલીઝના પહેલા દિવસે 11 રેકોર્ડ તોડ્યા હતા અને પહેલા વિકએન્ડ બાદ તો આ ફિલ્મે એવા કેટલાક રેકોર્ડ નોંધાવ્યા છે, જે આજ સુધી કોઇ બોલિવૂડ ફિલ્મે નહીં નોંધાવ્યા હોય.

સૌથી વધુ એડવાન્સ બુકિંગ

બાહુબલી 2ની માત્ર એડવાન્સ બુકિંગની કમાણી છે 36 કરોડ રૂપિયા. આ ફિલ્મે આમિર ખાનની દંગલનો રેકોર્ડ તોડ્યો છે. ડિસેમ્બરમાં આમિર ખાનની દંગલે એડવાન્સ બુકિંગ થકી 18 કરોડ કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. બાહુબલી 2એ આ રેકોર્ડ તોડ્યો છે.

સૌથી વધુ સ્ક્રિન

બાહુબલી 2 આખા ભારતમાં લગભગ 9000 હજાર સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે, જે એક રેકોર્ડ છે. મોટાભાગની ફિલ્મો વધુમાં વધુ 5200 સ્ક્રિન પર રિલીઝ થાય છે. ફિલ્મનો પહેલો પાર્ટ માત્ર 4000 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવ્યો હતો.

સૌથી શ્રેષ્ઠ ઓપનિંગ

બાહુબલી 2ના ઓપનિંગ દિવસે લગભગ 95% occupancy જોવા મળી હતી, કોઇ પણ બોલિવૂડ ફિલ્મને મળનાર ઓપનિંગ કરતાં ઘણી વધારે. આ ફિલ્મે પહેલા જ દિવસે હિંદી સિનેમાની ટોપ 5 શ્રેષ્ઠ ઓપનિંગ ફિલ્મોમાં સ્થાન મેળવી લીધું છે.

વર્ષ 2017ની સૌથી મોટી ઓપનર

ઓપનિંગના દિવસે જ બાહુબલી 2એ શાહરૂખની ફિલ્મ રઇસનો પણ રેકોર્ડ તોડ્યો છે. રઇસ બોલિવૂડમાં વર્ષ 2017ની સૌથી મોટી ઓપનર ફિલ્મ હતી. બાહુબલી 2 રઇસનો રેકોર્ડ તોડી વર્ષ 2017ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે.

100 કરોડ ક્લબમાં એન્ટ્રી

બાહુબલી 2 ફિલ્મ પહેલા જ દિવસે 100 કરોડ ક્લબમાં એન્ટર થઇ ગઇ હતી, જે સૌથી મોટો એપનિંગ રેકોર્ડ કહી શકાય. બાહુબલી 2ની પહેલા દિવસની કમાણી 115થી 121 કરોડ હોવાનું કહેવાય છે.

પહેલા દિવસે સૌથી વધુ કમાણી

બાહુબલી 2 ચાર ભાષામાં રિલીઝ થઇ છે. તમામ ભાષાઓ મળીને તેણે ઓપનિંગમાં 121 કરોડની કમાણી નોંધાવી હતી. કોઇ પણ ભારતીય સિનેમાની ફિલ્મની સરખામણીમાં આ કમાણી ઘણી વધારે છે.

સૌથી મોટી હિંદી ડબ ઓપનિંગ

બાહુબલી 2ની હિંદી ડબ ફિલ્મે ઓપનિંગ ડે પર 41 કરોડની કમાણી કરી છે. કોઇ પણ અન્ય ભાષાના હિંદી ડબ વર્ઝને કરેલ કમાણી કરતાં ઘણી વધારે.

સૌથી મોટી તેલુગુ ઓપનિંગ ફિલ્મ

તેલુગુમાં પણ બાહબુલી 2 સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે. તેલુગુ ફિલ્મની ઓપનિંગ કમાણી છે 53 કરોડ રૂપિયા.

તમિલ, તેલુગુ, મલાયલમ

તમિલ, તેલુગુ, મલયાલમ; આ ત્રણેય ભાષાઓની ફિલ્મમાં પણ બાહુબલી 2એ સૌથી મોટું ઓપનિંગ નોંધાવ્યું છે. આ ત્રણેય ભાષાઓ મળીને ફિલ્મે રૂપિયા 80 કરોડનું ઓપનિંગ નોંધાવ્યું હતું.

બીજા દિવસે પણ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

બાહુબલી 2 રિલીઝના બીજા દિવસે પણ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. તમામ ભાષાઓ મળીને આ ફિલ્મની બીજા દિવસની કુલ કમાણી છે 102 કરોડ. આ એક એવો રેકોર્ડ છે, જે ભવિષ્યમાં પણ કદાચ જ કોઇ ફિલ્મ તોડી શકે.

વર્ષ 2017ની બીજા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

વર્ષ 2017માં પણ રિલીઝના બીજા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે બાહુબલી 2. કોઇ પણ ફિલ્મના બીજા પાર્ટને કે સિક્વલને દર્શકોનો આટલો ઉત્સાહ સાંપડ્યો નહીં હોય, જેટલો આ ફિલ્મને મળ્યો છે.

અમેરિકામાં પણ ટોપ પર

માત્ર ભારત જ નહીં, અમેરિકામાં પણ આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. બે દિવસોમાં અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે બાહુબલી 2.

સૌથી ઝડપી 200 કરોડ

માત્ર 2 જ દિવસમાં 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવનાર ફિલ્મ બની છે બાહુબલી 2. આ સાથે જ સૌથી ઝડપી 200 કરોડની કમાણી કરનાર ફિલ્મમાં પણ બાહુબલી ટોપ પર પહોંચી છે.

કેરળમાં સૌથી જલ્દી 10 કરોડ

કેરળ રાજ્યમાં સૌથી ઝડપી 10 કરોડની કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ પણ બાહુબલી 2ના નામે નોંધાયો છે. બાહુબલી 2 ફિલ્મ સમગ્ર ભારતમાં છવાઇ ગઇ છે, એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

સૌથી ધમાકેદાર વિકએન્ડ

વિકએન્ડ પર પણ બાહબુલી 2 ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. વિકએન્ડ પર બાહુબલી 2ની કુલ કમાણી થઇ છે 128 કરોડ. આ સાથે જ બાહુબલી 2 વિકએન્ડ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે.

વર્ષ 2017નું સૌથી ધમાકેદાર વિકએન્ડ

વર્ષ 2017માં વિકએન્ડમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ પણ બાહુબલી 2ના નામે જાય છે. આ પરથી જ બાહુબલી 2 માટેની દર્શકોની ઉત્સુકતા સ્પષ્ટ થાય છે. રિપોર્ટસ અનુસાર થિયેટરોમાં હજુ પણ એડવાન્સ બુકિંગ જોશમાં થઇ રહ્યું છે.

ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી

ત્રણ દિવસ દરમિયાન બાહુબલી 2ની કુલ કમાણી છે રૂ.128 કરોડ. ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે બાહુબલી 2. આ ફિલ્મે સતત ત્રણ દિવસ સુધી 40 કરોડથી વધુ કમાણી કરી રેકોર્ડ સ્થાપ્યો છે.

સૌથી મોટો રવિવાર

પહેલા રવિવારે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ પણ બાહુબલી 2ના નામે જાય છે. બાહુબલી 2ની ત્સુનામીમાં બોલિવૂડની તમામ ફિલ્મોના રેકોર્ડ પાણીમાં વહી ગયા છે.

સિંગલ ડેમાં સૌથી વધુ કમાણી

સિંગલ ડેમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે બાહુબલી 2. રવિવારે બાહુબલી ફિલ્મે 46 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ પહેલો રવિવાર અને સિંગલ ડે પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ બાહુબલી 2.

ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

ટ્રેડ પંડિતો અનુસાર બાહુબલી 2નું લાઇફાટાઇમ કલેક્શન 1000 કરોડ સુધી પહોંચે એવી શક્યતા છે. જો આમ થયું તો બાહબુલી 2 ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે. આમ પણ, હાલ બોક્સ ઓફિસ પર એવી કોઇ મોટી ફિલ્મ રિલીઝ નથી થઇ રહી, જે બાહુબલીનો રસ્તો રોકે.

અહીં વાંચો

Box Office: બાહુબલી 2 નો રેકોર્ડ, આમીર અને સલ્લુ પાણીમાં!

શુક્રવારે રીલિઝ થયા પછી બાહુબલી 2 એક પછી એક ખાલી રેકોર્ડ જ તોડ્યા છે. એટલું જ નહીં સલમાન અને આમીરને પણ પછાડ્યા છે.

અહીં વાંચો

FilmReview:આખરે ખબર પડી ગઇ,કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઇ હોય અને તમને જાણવાની ઇચ્છા હોય કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, તો વાંચો આ રિવ્યૂ.

English summary
Bahubali 2 The Conclusion creates 20 records in just 3 days.
Please Wait while comments are loading...