FilmReview: દમદાર ફિલ્મ બાહુબલી 2, હોલિવૂડમાં આપશે ટક્કર

Subscribe to Oneindia News

ફિલ્મ બાહુબલી 2 ની બોલિવૂડમાં કાગડોળે રાહ જોવાઇ રહી છે. લોકો આ ફિલ્મ માટે અતિ-ઉત્સાહિત છે અને એટલે જ ડાયરેક્યર રાજામૌલી ચિંતામાં છે કે, ક્યાંક લોકોની આશા પર પાણી ન ફરી વળે! વિદેશી સમીક્ષકોએ આ ફિલ્મ જોઇ લીધી છે, તેમણે આ ફિલ્મને મિક્સ રિવ્યૂ આપ્યાં છે. યૂએઇમાં પણ આ ફિલ્મ રિલીઝ થઇ ચૂકી છે, જ્યાં બાહુબલી 2 ફિલ્મ ખૂબ પસંદ કરવામાં આવી છે. યૂએઇના ઉમૈર સંધૂ અનુસાર આ ફિલ્મ હોલિવૂડને ટક્કર આપવા સક્ષમ છે.

પ્રભાસની એક્ટિંગ છે શાનદાર

આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે, રાજામૌલીનું ડાયરેક્શન અને પ્રભાસનો સુંદર અભિનય. તેમણે બીંબાઢાળ ફિલ્મમાં પણ જીવ રેડ્યો છે. રાણા દગ્ગુબાતી વિદેશી મીડિયાને ઇમ્પ્રેસ નથી કરી શક્યાં. કેટલાક લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી છે, તો કેટલાકે આ ફિલ્મને ઠીક-ઠાક ગણાવી છે.

યૂએઇ - શાનાદાર ફિલ્મ, હોલિવૂડને આપશે ટક્કર

ભારત પહેલાં બાહુબલી 2 યુએઇમાં રિલીઝ થઇ ચૂકી છે. યૂએઇના ઉમૈર સંધૂએ આ ફિલ્મને પાંચમાંથી પાંચ સ્ટાર આપ્યા છે અને સાથે તેના રિવ્યૂમાં ફિલ્મના ખૂબ વખાણ પણ કર્યાં છે. તેમણે કહ્યું કે, ફિલ્મ ઘણા અંશે હોલિવૂડને ટક્કર આપી શકે એમ છે. તેમણે ફિલ્મની સ્ટારકાસ્ટના તથા ખાસ કરીને પ્રભાસ, રાણા અને રમ્યા કૃષ્ણનના ખૂબ વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે, ફિલ્મમાં VFX, એડિટિંગ, સાઉન્ડ, સિનેમેટોગ્રાફી એકદમ પરફેક્ટ છે. આ ફિલ્મ તમને સીટ પરથી હલવા નહીં દે.

The Guardian

આ ફિલ્મ એકદમ જૂની ફિલ્મો જેવી છે, જ્યારે બ્લોકબસ્ટ ફિલ્મોના ફોર્મ્યૂલા સેટ હતા - હીરો, હીરોઇન, ગીતો, વિલન, ફાઇટ અને હેપ્પી એન્ડિંગ. આમ છતાં, રાજામૌલીએ આ ફિલ્મનું ડાયરેક્શન એટલી સુંદર રીતે કર્યું છે કે, તમે ફિલ્મથી નિરાશ નહીં થાઓ. તમે બસ આંખો ફાડીને ફિલ્મ જોતાં જ રહી જશો.

The Hollywood Reporter

થોડો કન્ફ્યૂઝિંગ ફ્લેશબેક, ખરાબ ગ્રાફિક્સ અને રાણા દગ્ગુબાતીની ઓવરએક્ટિંગને કારણે ફિલ્મ થોડી પાછી પડે છે. જો કે, પ્રભાસ અને તમન્નાએ પોતાના પર્ફોમન્સ થકી ફિલ્મનું લેવલ જાળવી રાખ્યું છે. એમ.એમ.કીરવાનીએ શાનદાર સંગીત આપ્યું છે. સેંથિલના કેમેરામાંથી જંગલો અને રણ એટલા સુંદર દેખાય છે કે, તમને બસ જોયા જ કરવાનું મન થશે.

Screen Daily

આ ફિલ્મ કુર્નૂલ, કેરળ અને રામોજી ફિલ્મ સિટીમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મ જોવાની ખરેખર ખૂબ મજા આવે છે. કેટલાક સિન અને ફાઇટ સિક્વન્સ ખરેખર શાનદાર છે. આર્ટ ડાયરેક્શન પણ તમારું ધ્યાન ખેંચે છે. ફિલ્મમાં ભલે કંઇ ખાસ ન હોય, પરંતુ રાજામૌલીનું ડાયરેક્શન ફિલ્મને ખાસ બનાવે છે.

બોક્સઓફિસ કલેક્શન

ટ્રેડ પંડિતો અનુસાર બાહુબલી 2 તમામ ભાષાઓમાં મળીને કુલ 80-84 કરોડનું ઓપનિંગ કરી શકે એમ છે. જો આમ થયું તો તે ભારતીય સિનેમાનો સૌથી મોટો રેકોર્ડ હશે. આ ફિલ્મ ઓછામાં ઓછા 50થી 60 દિવસ બોક્સઓફિસ પર રહેશે એવી આશા છે.

અહીં વાંચો

FirstReview: 'ટ્યૂબલાઇટ' ખૂબ જ સુંદર અને ઇમોશનલ ફિલ્મ

સલીમ ખાને સલમાનની નવી ફિલ્મ ટ્યૂબલાઇટ જોઇ લીધી છે અને તેમણે ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે. જાણો સલીમ ખાને શું કહ્યું સલમાનની ફિલ્મ ટ્યૂબલાઇટ વિશે.

English summary
Foreign critics impressed with Bahubali The conclusion. Read review.
Please Wait while comments are loading...