For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંજૂસ બૉલીવુડ : બૉક્સ ઑફિસે દિવાળી ધડાકાં, પણ પડદો ખાલીખમ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ઑક્ટોબર : બૉલીવુડનો તહેવાર છે હોળી. હોળીના હુડદંગ, અલ્હડપણું, મસ્તી, મજાકની આગળ દિવાળીની ધૂમ સ્ક્રીન ઉપર હંમેશા ફીકી જ રહી છે. જોકે દિવાળી હંમેશાથી બૉલીવુડનું ટાર્ગેટ ફેસ્ટિવલ રહ્યું છે અને દર વર્ષે કોઈને કોઈ બ્લૉક બસ્ટર ફિલ્મ ચોક્કસ દિવાળી પ્રસંગે રિલીઝ થાય છે.

આ વર્ષે પણ ફરાહ ખાન દિગ્દર્શિત તથા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે અભિનીત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ દિવાળી પ્રસંગે રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ એક વાત નક્કી છે કે હૅપ્પી ન્યુ ઈયર ભલે બૉક્સ ઑફિસે દિવાળી ધડાકો કરશે, પણ સ્ક્રીનમાં એક તારામંડળ પણ નહીં દેખાય.

બૉલીવુડ ફિલ્મોમાં દિવાળીને બહુ ખાસ આકર્ષક કે જોરદાર રીતે રજૂ નથી કરાઈ અને તે મુજબ જ હૅપ્પી ન્યુ ઈયરમાં પણ દિવાળીને લગતું કોઈ સીન કદાચ નહીં જ હોય. આમ છતાં, અમે લઈને આવ્યા છીએ કેટલાક ગણ્યા-ગાંઠ્યા ફિલ્મી દિવાળી સીન્સ.

સબકે લિયે હૅપ્પી દીવાલી

સબકે લિયે હૅપ્પી દીવાલી

હોમ ડિલીવરી ફિલ્મ જો કોઈને યાદ હોય, તો માત્ર દિવાળીના આ ગીત માટે. દિવાળીની સાંજે ઘણુ બધુ કામ પતાવતો એક હીરો, પિજ્ઝાની ડિલીવરી માટે આવેલ બોમન ઈરાની અને એક સારી એવી દિવાળીનો બોધ આ ગીતને ખાસ બનાવી દે છે.

મિડલ ક્લાસની દિવાળી

મિડલ ક્લાસની દિવાળી

આઈ હૈ દીવાલી સુનો જી ઘરવાલી... પર થિરકતા ગોવિંદા અને જૂહી ચાવલા બહુ મસ્ત લાગે છે. મિડલ ક્લાસ ફૅમિલીની દિવાળી મુશ્કેલીઓ વચ્ચે પર સારી રીતે ઉજવાઈ જ જાય છે. આ દૃશ્ય આમદની અઠન્ની ખર્ચા રુપય્યાનુ છે.

પટાખે નહીં, દીવાલી કા ફીલ હી સહી...

પટાખે નહીં, દીવાલી કા ફીલ હી સહી...

દિવાળી પૂજા, ઝગમગતા કપડાં અને ઘરે પરત ફરેલો પુત્ર. આ સીનમાં ભલે આતશબાજી નહોતી, પણ કરણ જૌહરે કભી ખુશી કભી ગમમાં દિવાળીનો અહેસાસ કરાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.

આતશબાજી વગર દિવાળી

આતશબાજી વગર દિવાળી

બાબુલમાં સલમાન ખાન અને રાણી મુખર્જીને દિવાળીની શુભેચ્છા પાઠવતાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીએ ફૅમિલી ટ્રેડિશનનું પ્રદર્શન કર્યુ હતું. અહીં પણ ફટાકડાની ખોટ દર્શકોને સાલી હતી.

બૅકગ્રાઉંડમાં ઉજવાઈ દિવાળી

બૅકગ્રાઉંડમાં ઉજવાઈ દિવાળી

અમિતાભ બચ્ચનનો જન્મ બતાવવા માટે ઝંજીર ફિલ્મના બૅકગ્રાઉંડમાં દિવાળીના ફટાકડા અને રોશનીનો ઉપયોગ કરાયો હતો.

વિચિત્ર દિવાળી

વિચિત્ર દિવાળી

આમિર ખાન અને આયેશા ઝુલ્કા આખી શેરીમાં દિવાળીએ સાથે મળી નાચે છે, પરંતુ આતશબાજીમાં કંજૂસી થોડીક વિચિત્ર લાગે છે. જો જીતા વહી સિકંદરની આવી દિવાળી લાંબા સમય સુધી યાદ રહે તેવી નહોતી.

લૉજિકલ ગુસ્સો ધરાવતી દિવાળી

લૉજિકલ ગુસ્સો ધરાવતી દિવાળી

આતશબાજીની ઉણપ છતા તારે ઝમીં પર ફિલ્મનું દિવાળી સીન ખૂબ રોચક હતું. ઈશાનને મળેલી સજાની ધમકીને ઘણા લોકોએ પોતાના બાળકો પર યૂઝ કરી તેમને દિવાળીએ કંટ્રોલ જરૂર કર્યા હશે.

English summary
Bollywood goes short with Diwali celebration on screen despite hitting the theater on Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X