For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: ટ્રાન્સઝેન્ડર બેન્ડ 6 પેકને મળ્યો સોનુ નિગમનો સાથ

|
Google Oneindia Gujarati News

ભારતના પહેલા ટ્રાન્સઝેન્ડર બેન્ડ 6 પેકે તેનું બીજું ગીત "સબ રબ કે બંદે" રિલિઝ કર્યું. જેમાં તેમની સાથે રાગ આલાપતા જોવા મળ્યા બોલીવૂડના જાણીતા પ્લેબેક સિંગર સોનુ નિગમ. 6 પેક બેન્ડનું પહેલું ગીત પેરેલ વિલિયમ્સનું પોપ્યુલર ગીત પર આધારિત હતું. અને તેમના આ પહેલા ગીતના શબ્દો હતા, "હમ હૈ હેપ્પી". જેને યૂટ્યૂબ પર 1.4 મિલિયન કરતા પણ વધુ લોકોએ જોયું હતું.

6 પેક બેન્ડનું પહેલું ગીત

નોંધનીય છે કે આ બેન્ડના નિર્માતા ખુદ યશ રાજ ફિલ્મની યુથ વિંગ વાય-ફિલ્મ છે. ત્યારે ભારતના પહેલા ટ્રાન્સઝેન્ડર બેન્ડને બનાવવામાં માટે વાય-ફિલ્મે ઓડિસન રાખ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ટ્રાન્સઝેન્ડર આવ્યા હતા. અને તે બાદ તેમાંથી 6 લોકોને ફાઇનલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ગ્રુપની એક મેમ્બર તેવા કોમલ જગતાપના કહેવા મુજબ આ મ્યુઝિકલ બેન્ડના ભાગ હોવું તેના માટે એક સપનાને સાચા કરવા જેવું છે.

transgender

નોંધનીય છે કે આ બેન્ડના પહેલા ગીત હમ હૈ હેપ્પીના ઇન્ટ્રોડ્કશન માટે બોલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાનો આવાજ આપ્યો હતો. ત્યારે હાલમાં જ સોનુ નિગમ દ્વારા આ બેન્ડનું બીજું ગીત રિલિઝ કરવામાં આવ્યું છે. અને આ બેન્ડ અન્ય ચાર ગીતો પણ રિલિઝ કરવાના છે. ત્યારે આ બ્રેન્ડ તેમના સંગીત દ્વારા ભારતમાં ટ્રાન્સઝેન્ડર સમુદાયના પ્રત્યે લોકો સભાન થાય અને તેમને તેમનો હક અને માન મળે તેવું ઇચ્છે છે. ત્યારે આ ગ્રુપનું હાલમાં લોન્ચ થયેલ ગીતનો વીડિયો જુઓ અહીં....

English summary
India’s first transgender band, the Brooke Bond Red Label 6-Pack Band, sings with Sonu Nigam, to make the world a more welcoming place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X