For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલેક્સ: 16 માર્ચ સુધી દિપીકા પાદુકોણ નહીં થાય એરેસ્ટ

|
Google Oneindia Gujarati News

AIB ROAST, આ નામ હવે કોઇ પણ વ્યક્તિ માટે નવું નથી. વધુમાં, આ શોથી જોડાયેલા વિવાદે ઇન્ડસ્ટ્રીને ગુડ અને બેડના બે ફાંટામાં ફાંટી નાખ્યા છે. જેણે આ શોને હોસ્ટ કર્યો અને જે સ્ટાર તેમાં હાજર રહ્યો તેનું પર તો એવી ગાજ પડી છે કે પૂછો ના વાત. જો કે આ બધી વાતનો જો કોઇને ફાયદો થયો હોય તો તે છે દર્શકો. જેમણે ફ્રીમાં માણ્યો આ તમાશાને.

aib roast

વાત એમ બની કે દર્શકોમાં બેઠેલી દિપીકા પાદુકોણને આ શોમાં ભાગ લેવાના કારણે કોર્ટે ધરપકડનો આદેશ કર્યો. જેની સામે દિપિકા યાચિકા રજૂ કરતા. હાલ તો ડમ્પલ બ્યૂટી દિપિકા ધરપકડથી બચી ગઇ છે. મુંબઇ ઉચ્ચ ન્યાયાલયે તેની ધરપકડ પર 16 માર્ચ સુધી રોક લગાવી દીધી છે.

નોંધનીય છે કે આ પહેલા પણ ફિલ્મકાર કરણ જોહર, અભિનેતા અર્જૂન કપૂર અને રણવીર સિંહને પણ કોર્ટે આ જ રીતે રાહત આપી હતી. જો કે આ શોને લઇને ક્રોન્ટ્રોવર્સી પૂરી થવાનું નામ જ નથી લેતી. જે જોતા AIB ટીમે પુનામાં થનારા તેના શોને કેન્સલ કર્યો છે.

English summary
Keep your calm and Relax. Deepika Padukone is not going to be arrested says an interim order from the court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X