For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલવાલે ફિલ્મનું ટ્રેલર થયું લોન્ચ, જાણો શું શું ખાસ છે આ ટ્રેલરમાં

|
Google Oneindia Gujarati News

દિલ તો સબકે પાસ હોતા હૈ પર સબ...દિલવાલે, આવા ડાયલોગ સાથે લોન્ચ થયું શાહરૂખ ખાન અને કાજોલ સ્ટાર્ર મચઅવેટેડ ફિલ્મ દિલવાલનું ટેલર. ગત રાતે 12 વાગે ઓનલાઇન લોન્ચ થયેલા આ ટેલરને અત્યાર સુધીમાં 14 લાખ કરતા વધુ લોકો જોઇ ચૂક્યા છે.

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ફિલ્મના ટેલરને જોઇને આ ફિલ્મ રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત થઇ હોય તેવું ઓછું અને કરણ જોહર અને યશ ચોપરા દ્વારા નિર્દેશિત થઇ હોય તેવું વધુ લાગે છે. વળી આ ફિલ્મના સુંદર અને મેસમરાઝિંગ લોકેશન અને ગ્રાન્ડ લૂક તથા ભાવનાત્મક ડાયલોગ તમને વિશ્મયમાં મૂકી દેશે કે રોહિત શેટ્ટી એક્શન ફિલ્મો સિવાય આવી રોમેન્ટિક ફિલ્મો પણ આપી શકે છે!

વધુમાં આ ફિલ્મનું ટેલર જોઇને તમને કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી શાહરૂખ ખાન અને કાજોલની લીડ પેર વાળી તમાર રોમાન્ટિક ફિલ્મો યાદ આવી જશે. આ ફિલ્મમાં શાહરૂખ અને કાજોલ સિવાય વરુણ ધવન અને કિર્તી સેનન પણ છે અને બન્નેની પેર પણ સરસ લાગે છે.

dilwale

નોંધનીય છે કે દિવાળી પહેલા શાહરૂખ ખાને તેના તમામ ફેન્સને એક અનોખી ભેટ આપી છે. ટ્વિટર પર શાહરૂખ ખાનને તેના બર્થ ડે ના દિવસે જે જે લોકોએ તેને શુભેચ્છા પાઠવી છે તે તમામ લોકોને દિલવાલે ફિલ્મની ટેલર લિંક રિપ્લાયમાં મોકલી છે. જેનાથી શાહરૂખના તમામ ફેન્સ ખુબ જ ખુશ છે.

ટેલર જોઇને લાગે છે કે આ ફિલ્મ બે ભાઇનો પ્રેમ અને સ્ટ્રગલ પર આધારિત છે. વળી તેમાં કાર ચેસિંગના એક્શન અને થ્રિલરથી ભરપૂર સીન પણ છે. તો કોમેડીનો તડકો પણ છે. જે જોતા લાગે છે કે આ ફિલ્મમાં રોહિત શેટ્ટીએ તમામ ફિલ્મી મસાલો ભરી ભરીને નાખ્યો છે. ત્યારે દિલવાલે ફિલ્મનું ટેલર જુઓ અહીં....

English summary
Dilwale official trailer is out! The much awaited trailer of Shahrukh Khan and Kajol in Rohit Shetty directorial will blow your mind with its awesomeness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X