For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Name Change Game : તો વીર ઝારા હોત યે કહાં આ ગયે હમ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ઑક્ટોબર : બૉલીવુડ ફિલ્મોના નામ સામાન્ય રીતે મુંઝવણ પેદા કરે છે. શરુઆતમાં કે પછી રિલીઝથી બરાબર પહેલા ઘણી વખત ફિલ્મોના નામ બદલાઈ જાય છે. દિગ્દર્શકોએ તાબડતોડ નામ બદલવા પડે છે. ક્યારેક મેંટલનું નામ બદલાઈ જય હો કરી દેવામાં આવે છે, તો ક્યારેક અભિનેત્રી ફિલ્મનું નામ હીરોઇન થઈ જાય છે.

નેમ ચેંજ ગેમ કરનાર નવી ફિલ્મોની યાદી જોઇએ, તો અનેક નામો સામે આવે છે. લેટેસ્ટ નેમ ચેંજ ન્યુઝમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ દો છે. ફિલ્મ દોનું નામ બદલીને વઝીર કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે કરણ જૌહરની ફિલ્મ વૅરિયર પણ હવે બની ગઈ છે બ્રધર.

ચાલો તસવીરો સાથે જાણીએ કઈ-કઈ ફિલ્મો સાથે થઈ નેમ ચેંજ ગેમ :

યે કહાં આ ગયે હમ

યે કહાં આ ગયે હમ

હા જી, યશ ચોપરાની સુપરહિટ ફિલ્મ વીર ઝારાનું નામ યે કહાં આ ગયે હમ હતું. આ નામ યશજીની જ 1991માં રિલીઝ થયેલી ફિલ્મ સિલસિલાના એક ગીતની પંક્તિ હતી. જોકે પાછળથી યશ ચોપરાએ જ નામ બદલી વીર ઝારા કરી નાંખ્યું, કારણ કે તેઓ જાણતા હતાં કે વીર ઝારા નામ ફિલ્મના અંદાજ સાથે વધુ મેળ ખાઈ રહ્યું છે.

કભી અલવિદા ના કહના

કભી અલવિદા ના કહના

શાહરુખ ખાનની હિટ ફિલ્મ કલ હો ના હો પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. નિખિલ અડવાણી દિગ્દર્શિત આ ફિલ્મે ઘણા ઍવૉર્ડ મેળવ્યા હતાં, પરંતુ શું આપ જાણો છો કે કલ હો ના હોનું નામ હકીકતમાં કભી અલવિદા ના કહના હતું, પરંતુ છેલ્લી ઘડીએ કરણ જૌહરને લાગ્યું કે કલ હો ના હો ટાઇટલ જ બરાબર રહેશે.

મેંટલ

મેંટલ

સલમાનની ફિલ્મ જય હો બૉક્સ ઑફિસે વધુ સફળ ન રહી શકી, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મનું મુહૂર્ત મેંટલના નામે થયુ હતું, પરંતુ સલમાનના પિતા સલીમ ખાનનું માનવું હતું કે લોકો દબંગ બાદ સલમાનને દબંગ કહી બોલાવે છે, તેવી જ રીતે મેંટલ બાદ સલમાનને મેંટલ કહી બોલાવતા થશે. એટલે આ ફિલ્મનું નામ જય હો રાખવામાં આવ્યું.

રામલીલા

રામલીલા

આ ફિલ્મે અડધી લોકપ્રિયતા તો વિવાદોના કારણે જ મેળવી લીધી હતી. સંજય લીલા ભાનુશાળીની આ ફિલ્મનું નામ હતું રામલીલા, પણ હિન્દૂ સંગઠનોના વિરોધ બાદ ફિલ્મનું નામ રામલીલાની જગ્યાએ રામ લીલા કરી દેવાયું. આમ છતાં વિવાદ શાંત ન પડ્યો, તો એસએલબીએ ફિલ્મનું નામ ગોલિયોં કી રાસલીલા રામ લીલા કરી નાંખ્યું.

રૅમ્બો રાજકુમાર

રૅમ્બો રાજકુમાર

પ્રભુ દેવા દિગ્દર્શિત શાહિદ કપૂરની આર રાજકુમાર ફિલ્મનું નામ રૅમ્બો રાજકુમાર હતું, પરંતુ આ મુદ્દે રૅમ્બો સિરીઝ પર કામ કરનાર નિર્માતાઓએ વાંધો ઉઠાવ્યો. એટલે જ પ્રભુએ રૅમ્બોની જગ્યાએ માત્ર આર કરી ફિલ્મનું નામ આર રાજકુમાર કરી દીધું.

બિલ્લૂ બાર્બર

બિલ્લૂ બાર્બર

શાહરુખ ખાન અને ઇરફાન ખાનની આ ફિલ્મે પણ નામના કારણે વિવાદનો સામનો કરવો પડ્યો. બિલ્લૂ બાર્બર નામે હૅર સ્ટાઇલિસ્ટ કમિટીએ વાંધો ઉઠાવ્યો. તેમનું કહેવુ હતું કે કાં તો નામમાંથી બાર્બર શબ્દ હટાવો કાં તો બાર્બરની જગ્યાએ હૅરટ્રેસર કરો. જોકે દિગ્દર્શકને પહેલું વિકલ્પ ગમ્યું એટલે બિલ્લુ બાર્બર બની ગઈ બિલ્લૂ.

અમન કી આશા

અમન કી આશા

અલી ઝફર તથા યામી ગૌતમની ફિલ્મ ટોટલ સિયાપાનું નામ અમન કી આશા હતું. દિગ્દર્શક આ ફિલ્મને ભારત-પાક અંદાજમાં બતાવવા માટે આ શીર્ષક રાખવા માંગતા હતાં, પરંતુ જે મીડિયા ગ્રુપનું આ અસલી ટ્રૅક છે, તેણે વાંધો ઉઠાવ્યો. અંતે દિગ્દર્શકે અમન કી આશાનું નામ ટોટલ સિયાલા કરી નાંખ્યું.

દો બની વઝીર

દો બની વઝીર

હવે ફરહાન અખ્તર અને અમિતાભ બચ્ચન અભિનીત વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ દોનું નામ બદલીને વઝીર કરી દેવાયું છે. તેવી જ રીતે કરણ જૌહરની વૅરિયર પણ બ્રધર બની ગઈ છે. સુજીત સરકાર દિગ્દર્શિત આયુષ્માન ખુરાનાની ફિલ્મ હમારા બજાજનું નામ બદલી આગરા કા ડાબરા કરી દેવાયું છે.

English summary
Amitabh Bachchans upcoming film with Farhan Akhtar, which was earlier named Do, has been officially titled Wazir.But this is not the first time a movie have been renamed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X