For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્નત ગર્લ એશા ગુપ્તા બની FHM કવર ગર્લ : કરાવ્યું Hot Bikini ફોટોશૂટ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 નવેમ્બર : મહેશ ભટ્ટની શોધ અને બૉલીવુડમાં જન્નત ગર્લ તરીકે જાણીતા એશા ગુપ્તા એફએચએમ મૅગેઝીનના નવા કવર ગર્લ બન્યા છે. મૅગેઝીને પોતાના નવેમ્બર અંકના કવર પેજ પર એશા ગુપ્તાને સ્થાન આપ્યું છે.

તાજેતરમાં જ હમશકલ્સ ફિલ્મમાં દેખા દેનાર એશા ગુપ્તાએ એફએચએમ મૅગેઝીન માટે એક હૉટ બિકિની ફોટોશૂટ પણ કરાવ્યુ છે. એશા ગુપ્તા એમ પણ બૉલીવુડના હૉટેસ્ટ અભિનેત્રીઓમાંના એક ગણાય છે.

એશાએ અગાઉ પણ અનેક મૅગેઝીનોના કવર પેજ પર સ્થાન પામ્યુ હતું અને વિવિધ મૅગેઝીનો માટે હૉટેસ્ટ ફોટોશૂટ્સ કરાવ્યા હતાં.

આ એ જ એશા ગુપ્તા છે કે જેઓ થોડાક દિવસ અગાઉ લગ્નના પ્રશ્ને ખિજાઈ ગયા હતાં. એશાએ કહ્યું હતું, ‘હે ભગવાન! મને દસ વરસ પછી પૂછજો. પહેલા મારા કરતા મોટી બહેનના લગ્ન થવા દો.'

ઝન્નત, રાઝ 3ડી અને ચક્રવ્યૂહ જેવી ફિલ્મોમાં પોતાની સેક્સી અદાઓ વડે સૌના હોશ ઉડાવી દેનાર એશા ગુપ્તા હવે બૉલીવુડના એક્શન ક્વીન બનવા માંગે છે, પણ તેમને સેક્સ કૉમેડી સામે વાંધો નથી.

ગ્રાન્ડ મસ્તી જેવી સેક્સ કૉમેડી ફિલ્મની સફળતાથી આશ્ચર્ય પામતાં એશા ગુપ્તા કહે છે - હું ઇમોશનલ, રોમાંટિક, હૅલ્થી કૉમેડી ફિલ્મો પસંદ કરુ છું અને આવી જ ફિલ્મો કરવા પણ માંગીશ.

એશા ગુપ્તાએ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની ફિલ્મ ઝન્નત 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. એશા ગુપ્તાનું અગાઉ માનવુ હતું કે તેઓ સેક્સી અને હૉટ ફિલ્મો માટે જ બન્યાં છે. એશાએ એમ પણ કહ્યુ હતું - હું હંમેશા ભટ્ટ કૅમ્પ સાથે કામ કરવા માંગુ છું. જો તેઓ મને સારી ઑફર આપતા રહે તો.

ઝન્નત 2 અને રાઝ 3માં એશા ગુપ્તાએ બેશરમીની તમામ હદો ઓળંગી દીધી હતી અને ઘણા હૉટ ઇંટીમેટ સીન્સ આપ્યા હતાં, પરંતુ એશા ગુપ્તા હવે સુફિયાણી વાતો કરતા કહે છે - હું સેક્સ કૉમેડી ધરાવતી ફિલ્મો ન કરી શકું. એશાની આ વાત હજમ નથી થવી મુશ્કેલ છે.

એશા ગુપ્તા પાંચ માસ પૂર્વે એલે મૅગેઝીનના કવર પેજ ઉપર ટૂ પીસ કપડામાં દેખાયા હતાં. એશાએ એલે મૅગેઝીનની મે માસની આવૃત્તિ માટે પણ હૉટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવ્યું હતું.

esha-gupta-fhm-9-1
English summary
Bollywood actress Jannat Girl Esha gupta in the new cover girl of FHM India Magazine November 2014 edition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X