For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2016: શાહરૂખ, સલમાન, આમિર પર ભારે પડી આ મર્દાનીઓ

વર્ષ 2016માં મહિલાઓને પ્રાધાન્ય આપતી ઘણી ફિલ્મો આવી, જેને ક્રિટિક્સ અને ઓડિયન્સ બંન્નેએ વધાવી લીધી.

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડમાં વર્ષ 2016 મહિલાઓનું વર્ષ રહ્યું છે, આ વર્ષે અનેક વુમન ઓરિએન્ટેડ ફિલ્મો આવી છે; જેમાં નવી જનરેશનની સ્ત્રોઓનું સ્ટ્રોંગ કેરેક્ટરાઇઝેશન જોવા મળ્યું. તો સામે સ્ત્રીઓની સમાજીક લાચારી અને સામાજીક બંધનોમાં જકડાયેલી સ્ત્રીઓની કહાણી વ્યક્ત કરતી ફિલ્મો પણ આવી. સ્ત્રીઓ પર થતા અત્યાચારને લઇને સમાજની આંખ ઉઘાડવાનું કામ જાણે આ ફિલ્મોએ કર્યું.

અહીં વાંચો - BoxOffice2016: બિગ બજેટ, બિગ સ્ટાર્સ પણ ફિલ્મ સુપર ફ્લોપ!

બોલિવૂડમાં આ પહેલાં પણ વુમન ઓરિએન્ટેડ ફિલ્મો બની છે, પરંતુ વર્ષ 2016માં આવી ફિલ્મો પ્રમાણમાં વધુ આવી અને દરેક ફિલ્મે લોકોનું ધ્યાન ખેંચ્યું. આ ફિલ્મોએ લોકોના મન તો જીત્યાં જ અને સાથે જ સ્ત્રી સશક્તિકરણના કોરાણે પડી ગયેલા મુદ્દાને લાઇલાઇટમાં લાવવાનું કામ કર્યું.

દંગલ

દંગલ

આમિર ખાનની મચ અવેઇટેડ ફિલ્મ 'દંગલ'ની સરખામણી વારંવાર 'સુલતાન' સાથે કરવામાં આવે છે, જો કે આ ફિલ્મ માત્ર રેસલિંગ પર ફોકસ ન કરતાં 2 વુમન રેસલરની વાર્તા છે. જે પોતાના બાપૂનું સપનું પૂરું કરવા માટે આ સ્પોર્ટ જોઇન કરે છે, જે ખરેખર વુમન માટે સૌથી ચેલેન્જિંગ સ્પોર્ટ ગણાય. વધુ મહત્વની વાત એ છે કે, આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે અને આથી જ લોકો માટે અને ખાસ તો સ્ત્રીઓ માટે વધુ પ્રેરણારૂપ છે.

પિંક

પિંક

આ વર્ષે આવેલી 'પિંક' ફિલ્મ જાણે સ્ત્રીઓના અંતર અવાજ બની. આજના જમાનામાં સ્ત્રીઓને આપવામાં આવેલી કહેવાતી આઝાદી પર વ્યંગ કરતી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત તાપસી પન્નૂ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ અંગે વાત કરતાં આર.બાલ્કીએ કહ્યું હતું કે, "હું એવી ફિલ્મ બનાવવા માંગતો હતો જ્યાં વુમન એમપાવરમેન્ટ એ માત્ર ચર્ચાનો મુદ્દો ન હોય. આજે 21મી સદીમાં પણ વુમન એમપાવરમેન્ટ આપણા માટે માત્ર ચર્ચનો મુદ્દો છે અને આ વાત જ્યારે મને રિયલાઇઝ થઇ ત્યારે હું મારી પત્ની સાથે નજર નહોતો મેળવી શક્યો. એના પરથી જ મને આ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો." કહેવું પડે કે આર.બાલ્કી અને ડિરેક્ટર અનિરુદ્ધ રોય ચૌધરી આજના જમાનાની સિંગલ વુમનની આપત્તિઓ પડદા પર ઉતારવામાં સફળ રહ્યાં.

નિરજા

નિરજા

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે નિરજા ભાનોતની લાઇફ સ્ટોરી પરથી પ્રેરિત ફિલ્મમાં રિમોર્કેબલ પર્ફોમન્સ આપ્યું. નિરજા ભાનોત માત્ર 23 વર્ષની એર હોસ્ટેસ હતી, જેણે હાઇજેક થયેલા પ્લેનમાં પેસેન્જર્સનો જીવ બચાવવા ખાતર પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. આ ફિલ્મ પહેલાં નિરજા ભાનોતનું નામ લોકો માટે અજાણ્યું હતું. ફિલ્મમાં નિરજાની બ્રેવરીની સ્ટોરી ઉપરાંત તેની પર્સનલ લાઇફના પણ કેટલાક મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. પતિના અત્યાચારથી ત્રાસીને એ સમયમાં તેણે ડિવોર્સ લીધા હતા, નિરજા જાણીતી મોડલ પણ હતી. આ 90ના દાયકા પહેલાની વાત છે. આમ છતાં વર્ષ 2016માં પણ ઘણી કરિયર ઓરિએન્ટેડ સ્રીઓને નિરજાની વાર્તા કનેક્ટ કરી શકી હતી.

પાર્ચડ

પાર્ચડ

પિંક પછી તરત જ રાધિકા આપ્ટે, તનિષ્ઠા ચેટર્જી અને સુરવીન ચાવલાને ચમકાવતી ફિલ્મ 'પાર્ચડ' રિલિઝ થઇ હતી. આ ફિલ્મ મુખ્યત્વે તેના બોલ્ડ ડાયલોગ્સ અને સિન્સને કારણે ચર્ચામાં રહી. ફિલ્મની વાર્તા કાળજું કંપાવી દે એવી છે, રાજસ્થાનના નાનકડા ગામડામાં જ્યાં આજે પણ લોકો ટીવી અને વીજળી વગર જીવે છે, ત્યાંની સ્ત્રીઓની આપવીતી અહીં વર્ણવાઇ છે. આ ફિલ્મમાં તનિષ્ઠા ચેટર્જી વિધવાના રોલમાં છે, જે તેના 15 વર્ષના છોકરાથી હેરાન પરેશાન છે. અહીં પૈસા આપીને વહુ લાવવાના રિવાજનો મુદ્દો ઉઠાવાયો છે. રાધિકા આપ્ટે પતિના અત્યાચારથી ત્રસ્ત યુવતીના રોલમાં છે, જેને બાળક ન થવાના કારણે રોજ પતિનો માર સહન કરવો પડે છે. સુરવીન ચાવલા દેહ વેપારમાં પડેલી સ્ત્રીના પાત્રમાં છે. આ ફિલ્મ સૌ પ્રથમ 2015માં ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ પ્રેઝન્ટેશન સેક્શનમાં રજૂ થઇ હતી અને ત્યાર બાદ સપ્ટેમ્બર, 2016માં થિયેટરમાં રિલિઝ કરવામાં આવી.

ઉડતા પંજાબ

ઉડતા પંજાબ

'ઉડતા પંજાબ' ફિલ્મ આમ તો ડ્રગ્સના મુદ્દા પર આધારિત હતી, પરંતુ અહીં નાના ગામડાઓમાં માઇગ્રન્ટ લેડિઝની હાલત ખૂબ સરસ વર્ણવવામાં આવી છે. કઇ રીતે તેને ડ્રગ્સ અને દેહ વેપારના બિઝનેસમાં ઘસડવામાં આવે છે અને જ્યાં પોલિસ જ તમામ નિયમોને હવામાં ઉડાડીને આવા ગોરખધંધાને આગળ વધારે છે, તેની સચોટ છબી આ ફિલ્મમાં ઉપસાવવામાં આવી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા તથા બંન્નેની એક્ટિંગના ખૂબ વખાણ પણ થયા હતા. આ જ વર્ષે આલિયા ભટ્ટની અન્ય એક ફિલ્મ 'ડીયર ઝિંદગી' પણ આવી હતી, જેમાં તેણે ઇન્ડિપેન્ડ્ન્ટ કેમેરા વુમનનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં પણ હળવા પ્રમાણમાં સ્ત્રીની સ્વતંત્રતા પર કાપ મૂકતા પરિબળો દર્શાવવાનો પ્રયત્ન થયો હતો.

અકિરા

અકિરા

સોનાક્ષી સિન્હાને એક્શન અવતારમાં રજૂ કરતી આ ફિલ્મ આમ તો ભ્રષ્ટ પોલીસને કારણે મુસીબતમાં ફસાઇ જતી છોકરીની વાર્તા છે. પરંતુ ફિલ્મમાં સોનાક્ષીનું પાત્ર ખૂબ સરસ રીતે ઘડાયું છે. ફિલ્મમાં સોનાક્ષીના પપ્પા તેને નાનપણથી જ ડાન્સિંગ ક્લાસમાં મુકવાની જગ્યાએ કરાટે ક્લાસમાં મૂકે છે. આજના જમાનામાં સ્ત્રીઓએ નાજુક, નમણા, રૂપાળા દેખાવા કરતાં પોતાના મજબૂત બાંધા પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે, જેથી તે જાતે પોતાની રક્ષા કરવા સક્ષમ બને. આ ફિલ્મમાં સોનાક્ષી ઉર્ફે અકિરાને જાતે જ પોલીસથી પોતાની રક્ષા કરવાનો વારો આવે છે.

કિ એન્ડ કા

કિ એન્ડ કા

આ જ વર્ષે આર.બાલ્કીની અન્ય એક ફિલ્મ 'કિ એન્ડ કા' પણ આવી હતી. યુવર અને યુવતીના રોલ રિવર્સની મજેદાર કહાણી કહેતી આ ફિલ્મમાં કરીના કપૂર અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ લાઇટ રોમેન્ટિક ફિલ્મની થિમ વુમન એમપાવરમેન્ટ કરતા ખાસી અલગ હતી. ફિલ્મમાં કરીના કપૂરનું પાત્ર એક હાર્ડ વર્કિંગ અને મહત્વાકાંક્ષી સ્ત્રીનું છે. પુરૂષ માટે પોતાના કરિયર સિવાય બીજું કંઇ જ મહત્વનું ન હોય તો એ વાતને સમાજ ખૂબ હળવાશથી અને સહજતાથી સ્વીકારી લે છે. જ્યારે સ્ત્રીઓ પાસે આશા રાખવામાં આવે છે કે તે કરિયર અને ઘર બંન્ને સંભાળે અને જો ક્યારેક તેણે બેમાંથી એકની પસંદગી કરવાની આવે તો તે પોતાના ઘર અને પરિવારને પ્રાધાન્ય આપે. સમાજના આ ભેદભાવ અંગે અહીં હળવો કટાક્ષ કરવામાં આવ્યો છે.

નીલ બટે સન્નાટા

નીલ બટે સન્નાટા

'નીલ બટે સન્નાટા' કોમેડી ડ્રામા છતાં સંવેદનશીલ ફિલ્મ હતી. આ ફિલ્મમાં સ્વરા ભાસ્કર મુખ્ય પાત્રના રોલમાં છે. સ્વરા હાઇસ્કૂલ ડ્રોપ આઉટ હોય છે અને એક ઘરમાં મેઇડ તરીકે કામ કરે છે, જેની ઇચ્છા હોય છે કે તેની છોકરી ભણી-ગણીને આઇએએસ ઓફિસર બને. ફિલ્મમાં વળાંક ત્યારે આવે છે જ્યારે સ્વરાને ખ્યાલ આવે છે કે તેની દિકરી ભણવામાં ઝાઝું ધ્યાન નથી આપતી, માત્ર એમ વિચારીને કે કામવાળીની દિકરી પણ છેલ્લે તો કામવાળી જ બનવાની ને? સ્વરા પોતાની દિકરીનું આવું વલણ જોઇ ગભરાઇ જાય છે અને તેને સાચા રસ્તે લાવવા માટે પોતાની દિકરીની જ સ્કૂલમાં એડમિશન લે છે અને પોતાનું સ્કૂલિંગ પૂરું કરે છે. કોમેડી અને સંવેદનાથી ભરપૂર ફિલ્મની વાર્તા ઘણી પ્રેરણાદાયક છે.

જય ગંગાજલ

જય ગંગાજલ

પ્રિયંકા ચોપરાને લેડી ઇન્સ્પેક્ટરના રોલમાં ચમાકવતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઝાઝો કમાલ ન કરી શકી, પરંતુ હંમેશની માફક પ્રિયંકાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. પુરૂષપ્રધાન સમાજમાં મજબૂત આત્મનિર્ભર સ્ત્રી તરીકે જીવવું અને ઇન્સ્પેક્ટરની નોકરી કરવી, એ કેટલું કઠણ કામ છે, તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. આજે આપણા સમાજને આવા વધુ ને વધુ ઉદાહરણો આપવાની જરૂર છે.

કહાની 2

કહાની 2

વિદ્યા બાલન બોલિવૂડનો હીરો છે, તે એકલી આખી ફિલ્મ ખેંચી શકવા સક્ષમ છે અને આ વાત તેણે 'કહાની 2'માં ફરી સાબિત કરી છે. 'કાહની 2'માં વિદ્યાનો રોલ આત્મનિર્ભર સિંગલ મધર તરીકેનો છે, જેની નાનકડી ડિકરી કિડનેપ થઇ જતાં વિદ્યાના પાસ્ટના અનેક રહસ્યો સામે આવે છે. વિદ્યાનું પાત્ર એક એવી સ્ત્રીનું છે, જે નાનપણમાં પોતે પણ યૌન શોષણનો ભોગ બની હોય છે અને જેની અસર વર્તમાનમાં પણ તેની પર્સનાલિટી પર જોવા મળે છે.

સાલા ખડૂસ

સાલા ખડૂસ

આર.માધવનની 'સાલા ખડૂસ' ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ હોય, પરંતુ ફિલ્મ ખરેખર એક વાર જોવા જેવી છે. સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે પણ જે રીતે સ્ત્રીઓનું શોષણ થાય છે અને આવી ખોટી માંગને નકારી કાઢતી સ્ત્રીઓની શું હાલત થાય છે તે અહીં દર્શાવવાનો પ્રયત્ન થયો છે.

English summary
In 2016, we have got many good women oriented movies in bollywood, which were thoroughly appreciated by the critics and audience as well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X