#BirthdaySpecial:ટીવીમાં અટક્યા, બાકી બન્યા હોત ઇન્ટરનેશનલ ફિલ્મ સ્ટાર

Subscribe to Oneindia News

આજે શિવાય સિંહ ઓબરોય એટલે કે નકુલ મહેતાનો બર્થ ડે છે. સ્ટાર પ્લસની 'સિરિયલ પ્યાર કા દર્દ હે' થી લાઇમ લાઇટમાં આવેલો નકુલ મહેતા મૂળ રાજસ્થાનનો છે. નકુલ મહેતા ઉદયપુરના રજવાડા સાથે સંબંધ ધરાવે છે. તે ધૂમ્રપાનથી હંમેશા દૂર રહ્યો છે.

આજે તેના 34 મા જન્મદિવસ તેના ફ્રેન્ડ્સ અને ફેન્સ તેને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે ત્યારે આ તેના વિશેની કેટલીક રસપ્રદ માહિતી મેળવીશું અહીં..

'પ્યાર કા દર્દ હે'થી ટીવી પડદે શરૂઆત

નકુલની પહેલી સિરિયલ હતી, સૂરજ બડજાત્યાની સિરિયલ 'પ્યાર કા દર્દ હે'; જેમાં તેની સાથે દિશા પરમાર જોવા મળી હતી. દર્શકોને આ બંન્નેની જોડી ખૂબ પસંદ પડી હતી. હાલ નકુલ સ્ટાર પ્લસના શો 'ઇશ્કબાઝ'માં નકુલ સિંહ ઓબરોય તરીકે જોવા મળી રહ્યો છે. પોતાની પહેલી સિરિયલ કરતાં વિરુદ્ધ આમાં નકુલનો રોલ આડંબર પ્રિય બિઝનેસ ટાયકુનનો છે. આ સિરિયલ લોકોને ખૂબ પસંદ પડી રહી છે, શોમાં નકુલન ઓપોઝિટમાં છે સુરભિ ચંદના.

બેસ્ટ એશિયન એક્ટરનો એવોર્ડ

નકુલને 'ઇશ્કબાઝ' માટે એશિયન એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તે વેબ સિરિઝ 'આઇ ડોન્ટ વોચ ટીવી' માં પણ જોવા મળ્યો હતો. આ સિરિઝમાં તેની સાથે ટીવી જગતની અન્ય ઘણી જાણીતી હસતીઓ પણ જોવા મળી હતી.

કરિયર ગ્રાફ

નકુલ મહેતાએ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'અભિમાન'થી કરી હતી, જે વર્ષ 2005માં રિલિઝ થઇ હતી. ત્યાર બાદ તે વર્ષ 2008માં બેલિવૂડ ફિલ્મ 'હાલ એ દિલ'માં જોવા મળ્યો હતો. વર્ષ 2011માં તેણે અન્ય એક શોર્ટ ફિલ્મ 'અવંત ગાર્ડે'માં કામ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 2012માં ફાઇનલી 'પ્યાર કા દર્દ હે' દ્વારા ટીવી પડદે આગમન કર્યું હતું.

લોંગ ટાઇમ ગર્લફેન્ડ સાથે જ કર્યા લગ્ન

નકુલ મહેતાએ પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ જાનકી પારેખ સાથે લગ્ન કર્યા છે. લગભગ 9 વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ તેમણે લગ્ન કર્યા હતા. નકુલની પત્ની જાનકી પારેખ સિંગર અને વોઇસ ઓવર આર્ટિસ્ટ છે. જાનકીએ ફિલ્મ 'જબ વી મેટ' ના સોન્ગ 'તુમસે હી'માં યોગદાન કર્યું છે.

રિયલ લાઇફમાં છે કૂલ

નકુલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રિયલ લાઇફમાં તે શિવાય કરતાં બિલકુલ અલગ છે. શિવાય શોર્ટ ટેમ્પર અને આડંબરપ્રિય છે, જ્યારે નકુલ પ્રમાણમાં ઘણા શાંત અને કુલ છે. નકુલ એક સારા એક્ટરની સાથે જ ઘણો સારો ડાન્સર પણ છે અને અનેક ડાન્સ ફોર્મમાં તેણે ટ્રેનિંગ પણ લીધી છે. નકુલને ખાવાનો ખૂબ શોખ છે, પરંતુ સાથે જ તે પોતાના આરોગ્યને લઇને પણ ખૂબ સજાગ રહે છે.

ઇન્ડો-સ્પેનિશ ફિલ્મ સાઇન કરી હતી

નકુલ વર્ષ 2008માં અક ઇન્ડો-સ્પેનિશ ફિલ્મ સાઇન કરી હતી, પરંતુ કોઇ કારણથી એ ફિલ્મ ક્યારેય શરૂ જ ના થઇ. આ ફિલ્મમાં નકુલની સામે મોનિકા ક્રુઝને સાઇન કરવામાં આવી હતી. નકુલે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો તેમને ફિલ્મોમાં કામ કરવાની તક મળશે તો તેઓ જરૂર કરશે, પરંતુ ટીવી ક્યારેય નહીં છોડે. નકુલ મહેતાને શાહરૂખ અને સલમાન ખાન પસંદ છે અને એક્ટ્રેસમાં એ દિપીકા પાદુકોણના બહુ મોટા ફેન છે.

English summary
Happy Birthday Shivaay aka Nakul Mehta.
Please Wait while comments are loading...