For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : જુઓ વિદ્યા બાલનના 10 Best Characters

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 જાન્યુઆરી : વિદ્યા બાલન 1લી જાન્યુઆરીના રોજ નવા વર્ષની સાથે જ પોતાનો હૅપ્પી બર્થ ડે પણ ઉજવી રહ્યાં છે. પરિણીતાના ભોળપણથી લઈ સિલ્ક સ્મિતાની ડર્ટી પિક્ચર સુધી વિદ્યા બાલને પોતાના માટે તેવો ખાસ મુકામ બનાવ્યો છે કે જે બનાવવામાં હીરોઇનોના સામાન્ય રીતે પરસેવા છૂટી જાય છે.

વિદ્યા બાલન આજે 37મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. વિદ્યાએ એક નવી જ પરમ્પરા શરૂ કરી બૉલીવુડમાં અને તે પરમ્પરા છે હીરોઇન કેન્દ્રિત ફિલ્મોની. પોતાની પહેલી ફિલ્મ પરિણીતા સાથે લોકોના દિલોમાં પોતાના માટે જગ્યા બનાવનાર વિદ્યાએ પોતાના ટૅલેંટને સાબિત કરી બતાવ્યું અને તે સાથે જ એ પણ સિદ્ધ કર્યું કે હીરોઇનો પણ ફિલ્મનો મહત્વનો ભાગ હોય છે. જોકે તેમના નામે હે બૅબી અને કિસ્મત કનેક્શન જેવી કેટલીક ડિઝાસ્ટર્સ ફિલ્મો પણ છે, પરંતુ વિદ્યા માટે બધુ માફ.

ચાલો નજર નાંખીએ વિદ્યા બાલનના 10 ટૉપ કૅરેક્ટર્સ પર :

રાધિકા-હમ પાંચ

રાધિકા-હમ પાંચ

જો વિદ્યાના પાત્રોની વાત કરીએ, તો તેમનું હમ પાંચ સીરિયલનું પાત્ર કોઈ ન ભુલી શકે. હમ પાંચની રાધિકા દિમાગની નંબર વન હતી, પણ થોડુક ઉંચુ સાંભળતી હી. સૌની પ્રોબ્લેમ હું સૉલ્વ કરું. હું છુ લાજવાબ રાધિકા. આ રાધિકા સૌને પસંદ પણ આવી અને તેના જીવનની મુંઝવણોએ દર્શકોનું ખૂબ મનોરંજન પણ કર્યું.

પરિણીતા

પરિણીતા

પોતાની પહેલી જ ફિલ્મથી વિદ્યાએ સાબિત કરી દીધુ હતું કે તેઓ આ ઇંડસ્ટ્રીમાં ટકવા માટે આવ્યાં છે. પરિણીતામાં તેમના લોલિતાના નામના કૅરેક્ટરમાં સાદગી અને માસૂમિયત સાથે જ ઝનૂન પણ હતું.

લગે રહો મુન્નાભાઈ

લગે રહો મુન્નાભાઈ

રાજકુમાર હીરાણીની ફિલ્મોમાં એમ તો હીરોઇનોનું વધુ કામ નથી હોતું, પરંતુ આમ છતાં વિદ્યાએ લગે રહો મુન્નાભાઈમાં એક રેડિયો જૉકીના કૅરેક્ટરને સમ્પૂર્ણ સફળતા સાથે પૂલ કર્યું.

ભૂલ ભુલૈયા

ભૂલ ભુલૈયા

મંજોલિકાને કોઈ ભુલાવી શકે ખરૂ? વિદ્યાના સાઇકોલૉજિકલ બીમારીથી ગ્રસ્ત કૅરેક્ટરે તહેલકો મચાવી દીધો. ભૂલ ભુલૈયામાં તેમના એક્ટિંગ ટૅલેંટ તથા ડાન્સ બંનેના વખાણ થયાં.

પા

પા

પા ફિલ્મમાં અમિતાભ બચ્ચનના માતાનો અનોખો રોલ કરવા અંગે વિદ્યાનું કહેવુ હતું કે આવા પાત્રની કોઈ કલ્પના પણ ન કરી શકે. તેમના દૃશ્યો અને બિગ બી સાથેના સંવાદોને દર્શકોના ખૂબ વખાણ મળ્યાં.

ઇશ્કિયા

ઇશ્કિયા

પા બાદ વિદ્યાએ ફરી એક વાર પોતાનો રંગ જમાવ્યો. તેમના કૅરેક્ટરમાં અનેક શેડ્સ હતાં અને વિદ્યાએ તે ખૂબીપૂર્વક ભજવ્યાં. વિદ્યા બાલને બૉડી લૅંગ્વેજ તથા ચહેરાના હાવભાવ વડે સીન્સને સેક્સી બનાવી નાંખ્યા. તેમનું માનવુ હતું કે તેઓ કૅમેરા આગળ બેશરમ થઈ જાય છે.

નો વન કિલ્ડ જેસિકા

નો વન કિલ્ડ જેસિકા

ફિલ્મ નો વન કિલ્ડ જેસિકામાં વિદ્યાનો એક જુદો અવતાર જોવા મળ્યો. ખામોશ... ભયભીત અને સંકોચાયેલી વિદ્યા. વિદ્યાએ સબરીનાનું પાત્ર વિશ્વસનીય રીતે ભજવ્યું. તેમણે સંવાદો ઓછા બોલ્યાં અને પોતાના ચહેરાના ભાવોથી નિઃસહાયતા, દર્દ તથા આક્રોશ વ્યક્ત કર્યાં.

કહાની

કહાની

કહાનીમાં પણ વિદ્યા હીરો બનીને ઉપસ્યાં. તેમના અભિનયે લોકોને હચમચાવી નાંખ્યાં, તો તેમનો પ્રેગ્નંટ લુક પણ દર્શકોને ખૂબ ગમ્યો. આના કરતા વધુ ચોંકાવનારી બાબત એ હતી કે વિદ્યાને ધ્યાનમાં રાખીને જ કહાનીની વાર્તા લખાઈ હતી.

ધ ડર્ટી પિક્ચર

ધ ડર્ટી પિક્ચર

વર્ષ 2011માં વિદ્યા બાલનની ફિલ્મ ધ ડર્ટી પિક્ચરે બૉલીવુડ અને બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી. આ સફળતાનો શ્રેય સિલ્ક સ્મિતાને જાય છે. ધ ડર્ટી પિક્ચરની વાર્તા સિલ્ક સ્મિતાની વાર્તા હતી. આ પાત્ર ભજવવા માટે જેટલી હિમ્મતની જરૂર હતી, તે કદાચ જ ઇંડસ્ટ્રીની કોઇક લીડિંગ લૅડીમાં હતી.

બૉબી જાસૂસ

બૉબી જાસૂસ

વિદ્યા બાલને બૉબી જાસૂસમાં એક એવી છોકરીનું પાત્ર ભજવ્યું કે જે એક પરમ્પરાગત મુસ્લિમ પરિવારમાંથી આવતી હતી અને તે પરિવાર રુઢિવાદી હતું. તમામ પડકારોનો સામનો કરતા, પોતાના દબંગ પિતાનો બહાદુરી સાથે સામનો કરતા, વિવિધ પ્રકારના વેશ બદલી લોકોને બેવકૂફ બનાવનાર જાસૂસનો રોલ વિદ્યાએ ખૂબીપૂર્વક ભજવ્યો. તેઓ એક એવા હીરો તરીકે ઉપસી આવ્યા છે કે જેને દર્શકો સફળતા થતા જોવા માંગતા હતાં.

બોનસ - કભી આના તૂ મેરી ગલી

બોનસ - કભી આના તૂ મેરી ગલી

જો આપ સંગીતના શોખીન છો, તો આ ગીતના ક્યૂટ વિદ્યાને કોઈ ન ભુલાવી શકે. તેથી આ રોલને આ લિસ્ટમાં ઉમેરતા અમે પોતાને રોકી ન શક્યાં. એમ તો વિદ્યાએ ઘણા મ્યુઝિક વીડિયો કર્યા, પણ નશે મેં હૂં... અને કભી આના તૂ મેરી ગલી...એ તેમને ઓળખ અપાવી.

English summary
Vidya Balan debuted bang on with Parineeta and proved she indeed is here to stay. An actress with a difference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X