For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કંગનાએ લગાવી ગંગામાં ડૂબકી.. શ્રદ્ધા કે પ્રમોશન?

પોતાની આગામી ફિલ્મના પોસ્ટર લોન્ચ દરમિયાન કંગનાએ એવું કંઇક કર્યું કે, ફરીથી આખી મીડિયાનું અટેન્શન કંગના તરફ જ વળી ગયું.

|
Google Oneindia Gujarati News

બોલિવૂડ ની કોન્ટ્રોવર્સિ ક્વીન બની ચૂકેલ કંગના રાણાવત ફરી એકવાર ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે તેની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકા. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું છે. આ પોસ્ટર લોન્ચ દરમિયાન કંગનાએ એવું કઇંક કર્યું કે, સમગ્ર મીડિયાનું અટેન્શન એની તરફ વળી ગયું. પોતાની આ ફિલ્મ માટે કંગના કંઇ વધારે જ એક્સાઇટેડ છે.

આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ યુપીના વારાણસીમાં કરવામાં આવ્યું. કંગનાએ જાતે આ પોસ્ટર વારાણસીના એક ઘાટ પર રિલીઝ કર્યું હતું. આ અનોખા પોસ્ટર લોન્ચ કાર્યક્રમને જોવા માટે ત્યાં લાખો લોકોની ભીડ જમા થઇ ગઇ હતી.

ભવ્ય પોસ્ટર લોન્ચ

ભવ્ય પોસ્ટર લોન્ચ

મોટેભાગે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ કંગનાની પીરિયડ થિમ પર આધારિત લાગતી આ ફિલ્મની શરૂઆત જ ભવ્ય થઇ છે. કંગનાએ વારાણસીના દશ્વામેઘ ઘાટ પર ફિલ્મનું 20 લાંબુ પોસ્ટર લોન્ચ કર્યું હતું. તેની આ ફિલ્મનું નામ છે મણિકર્ણિકા - ધ ક્વીન ઓફ ઝાંસી. કંગના સહિત આખી સ્ટાર કાસ્ટ ત્યાં હાજર હતી.

પોસ્ટર લોન્ચ બાદ ગંગામાં ડુબકી

પોસ્ટર લોન્ચ બાદ ગંગામાં ડુબકી

કંગના પોસ્ટર લોન્ચ બાદ ગંગા આરતી કરવાની હતી અને ગંગા આરતી કર્યા બાદ તેણે નદીમાં ડુબકી લગાવી હતી. સાડીમાં સજી-ધજીને આવેલ કંગનાએ કોઇ જાતના ખચકાટ વિના ગંગા નદીમાં ડુબકી લગાવી દીધી હતી. ત્યાં હાજર સમગ્ર મીડિયાએ આ ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી.

ગંગામાં લગાવી પાંચ ડુબકી

ગંગામાં લગાવી પાંચ ડુબકી

કંગનાએ ગંગામાં પાંચ ડુબકી લગાવી હતી. મીડિયા કંગનાને કેમેરામાં કેપ્ચર કરવા માટે પડાપડી કરી રહી હતી. ગંગામાં ડુબકી લગાવતી વખતે કંગના સંપૂર્ણ રીતે ધાર્મિક અવતારમાં જોવા મળી હતી. તે આ દરમિયાન આંખ બંધ કરીને ભગવાનના જાપ કરતી નજરે પડી હતી. ટ્રેડિશનલ અવતારમાં ગંગામાં ડૂબકી લગાવતી કંગનાને જોવા માટે જાણે આખું શહેર ઘાટ પર ઉમટી પડ્યું હતું.

અહીં જ થયો હતો રાણી લક્ષ્મીબાઇનો જન્મ

ઉલ્લેખનીય છે કે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો જન્મ વારાણસી જિલ્લાના ભદૈની નગરમાં થયો હતો. આ ફિલ્મ પણ રાણી લક્ષ્મીબાઇ પર આધારિત છે. આ કારણે જ ફિલ્મ મેકર્સે ફિલ્મનું પોસ્ટર વારાણસીમાં લોન્ચ કરવાનું વિચાર્યું હતું. ફિલ્મમાં કંગના રાણી લક્ષ્મીબાઇના પાત્રમાં જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર છે રાધા કૃષ્ણા જગરલમુદી. બાહુબલીનો સ્ક્રિનપ્લે લખનાર કે.વી.વિજેન્દ્ર પ્રસાદે જ આ ફિલ્મની વાર્તા લખી છે. ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ થશે.

{promotion-urls}

English summary
Kangana Ranaut took a dip in to ganga after manikarnika poster launch in varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X