સુપરસ્ટાર એક્ટ્રેસ! માત્ર 24 કલાકમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ!

Subscribe to Oneindia News

થોડા દિવસ પહેલાં જ બોલિવૂડની ચીકની ચમેલી કેટરિના કૈફઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. સલમાન ખાન અને બોલિવૂડના તમામ મિત્રોએ ઉત્સાહથી કેટરિનાનું સ્વાગત કર્યું હતું અને ફેન્સના ઉત્સાહની તો કોઇ સીમા જ નથી. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં જ કેટરિનાએ ફેસબૂક પર પણ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા થોડા સમયથી કેટરિના કૈફ બોલિવૂડમાં સતત ચર્ચામાં છે.

24 કલાકમાં 1 મિલિયન ફોલોઅર્સ

તમને જાણીને નવાઇ લગાશે કે, માત્ર 24 જ કલાકની અંદર જ ઇન્સ્ટાગ્રામ પર કેટરિનાના 1 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. સ્પષ્ટ છે કે, ફેન્સ ઘણા સમયથી કેટરિનાના એફિશિયલ એકાઉન્ટની રાહ જોઇને બેઠા હતા.

સોશિયલ મીડિયાથી રહેતી દૂર

કેટરિના પહેલેથી જ સોશિયલ મીડિયાથી દૂર રહી છે. રણબીર સાથેના બ્રેકઅપના થોડા સમય બાદ તેણે જ્યારે ફેસબૂક પર ડેબ્યૂ કર્યું ત્યારે લોકોએ તેને સૌથી વધારે બ્રેકઅપ અંગેના જ સવાલો કર્યા હતા. તેના આ અંગે જવાબ આપતા ફેસબૂક લાઇવ વીડિયો ખૂબ વાયરલ પણ થયા હતા. હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે.

આ તસવીર સાથે કર્યું ડેબ્યૂ

કેટરિનાએ આ સુંદર તસવીર સાથે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી કેટરિના તેની આગામી ફિલ્મ જગ્ગા જાસૂસને કારણે ચર્ચામાં છે. તેની આ ફિલ્મની રિલીઝ ડેટ સતત પોસ્ટ પોન થઇ રહી હોવાને કારણે હવે ફેન્સની પણ ધીરજ ખૂટતી જાય છે.

ટોવેલ સીરિઝ

આ સિઝલિંગ ફોટો પણ કેટરિનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. મારિયો ટેસ્ટિનોની હિટ ટોવેલ સિરિઝનો આ ફોટો છે. મારિયો ટોવેલ સીરિઝમાં ફીચર થનાર પહેલી બોલિવૂડ સ્ટાર છે કેટરિના કૈફ. આ તસવીર મારિયો ટેસ્ટિનો દ્વારા જ લેવામાં આવી છે.

ટાઇગ્રેસ ઝિંદા હે

કેટરિનાના ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ બાદ બોલિવૂડના દબંગ સલમાને કંઇક આ રીતે કેટરિનાનું સ્વાગત કર્યું હતું. તેણે લખ્યું હતું, ઇન્સ્ટાગ્રામ પર કેટરિનાનું સ્વાગત કરશો. સલમાન કહે અને ફેન્સ કેટનું સ્વાગત ના કરે, એવું તો ક્યાંથી બને! માત્ર 24 જ કલાકમાં કેટરિનાના 1 મિલિયન ફોલોઅર્સ થયા હોવાનો થોડો શ્રેય સલમાનની આ પોસ્ટને પણ જાય છે.

સલમાન સાથેની ફિલ્મ

જગ્ગા જાસૂસ સિવાય કેટરિનાની સલમાન સાથેની ફિલ્મ ટાઇગર ઝિંદા હે પણ લાઇનમાં છે. એક થા ટાઇગર ફિલ્મની આ સિક્વલમાં ફરી એકવાર કેટ અને સલ્લુની સુપરહિટ જોડી સાથે જોવા મળસે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

રણબીર સાથે સેલ્ફી

રણબીર અને કેટરિના વચ્ચેના અણબનાવને કારણે જગ્ગા જાસૂસના શૂટિંગ અને રિલીઝમાં અનેક સમસ્યાઓ આવી ચૂકી છે. બંન્ને વચ્ચેના ઇક્વેશન કેવા છે એ અંગે બોલિવૂડમાં સતત ચર્ચાઓ થતી રહે છે. એવામાં કેટરિનાએ રણબીર સાથેની આ ક્યૂટ સેલ્ફી શેર કરી બધાને અચરજમાં નાંખી દીધા હતા.

અહીં વાંચો

Box Office: રેકોર્ડ, આમીર અને સલ્લુ બધા ગયા, ભાઇ આ તો બાહુબલી 2 છે!

શુક્રવારે રીલિઝ થયા પછી બાહુબલી 2 એક પછી એક ખાલી રેકોર્ડ જ તોડ્યા છે. એટલું જ નહીં સલમાન અને આમીરને પણ પછાડ્યા છે.

English summary
Katrina Kaif debuts on Instagram & scores ONE MILLION followers in just 24 hours.
Please Wait while comments are loading...