કેટરીના ને જેકપોટ એક તરફ સલમાન બીજી બાજુ શાહરૂખ
આને કહે છે કિસ્મત કેટરીના ના બંને હાથ માં હમણાં લાડુ છે. કેટરીના કૈફ પોતાના કરિયરને લઈને આમ પણ છેલ્લા ઘણા મહિના થી ખુબ જ પરેશાન હતી. કેટરીના કૈફ ના નસીબે એવી પલટી મારી છે કે તેની એક તરફ શાહરૂખ ખાન છે અને બીજી તરફ સલમાન ખાન.
કેટરીના કૈફ નું નામ હાલ સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ તાજા ખબરો નું માન્યે તો આનંદ એલ રાઈ ની ફિલ્મમાં 2 હેરોઈન હશે જેમાં એક અનુષ્કા શર્મા તો બીજું નામ કેટરીના કૈફ નું ચર્ચાઈ રહ્યું છે.
એનો મતલબ એ છે કે કેટરીના કૈફ ફરી એક વાર શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. છેલ્લે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ જબ તક હૈ જાન માં સાથે જોવા મળ્યા હતા. તો જાણો કઈ કઈ ફિલ્મો સાથે કેટરીના કૈફ નું નામ જોડાઈ રહ્યું છે.
શાહરૂખ ખાન અને આનંદ એલ રાઈ
શાહરૂખ અનુષ્કા અને કેટરીના કૈફ જબ તક હૈ જાન માં આવી ચુક્યા છે અને ફરી એક સાથે આવી શકે છે.
ટ્યુબલાઈટ
સલમાન અને કબીર ખાને નક્કી કર્યું છે કે અત્યારે કેટરીના કૈફ ને તેના મિત્રો ની ખુબ જ જરૂર છે. તો દીપિકા પાદુકોણ ની ટ્યુબલાઈટ ફિલ્મ કેટરીના કૈફ ને મળી શકે છે.
ક્ષ્રનમ રીમેક
સલમાન ખાન અને કેટરીના કૈફ સાઉથની સુપર હીટ ફિલ્મ ક્ષ્રનમ ની રીમેક માં સાથે આવી શકે છે.
બાર બાર દેખો
બાર બાર દેખો નો પહેલો લૂક પણ લોકોની સામે આવી ચુક્યો છે.
કબીર ખાન ફિલ્મ
કબીર ખાન ની એક બીજી ફિલ્મ માં કેટરીના કૈફ સાથે રિતિક રોશન હોઈ શકે છે.
રાજનીતિ 2
ખબર હતી કે આ ફિલ્મ માં કેટરીના કૈફ હશે. પરંતુ હાલમાં જ પ્રકાશ જા એ નિવેદન આપ્યું હતું કે રાજનીતિ 2 માં કેટરીના કૈફ હશે કે નથી તે વાત તેઓ નથી જાણતા.
સન ઓફ સરદાર 2
સન ઓફ સરદાર 2 માટે પણ કેટરીના કૈફ નું નામ ચર્ચાઈ રહ્યું છે.
આંખે 2
આંખે 2 માટે કેટરીના કૈફ અને શાહિદ કપૂર ને ફાયનલ કરી દેવામાં આવ્યા છે.
વેલકમ 3
અક્ષય કુમાર ની આ ફિલ્મમાં જોન અને કેટરીના સાથે નજર આવી શકે છે.