વિવાદોમાં બોલિવૂડ ક્વીન, ચોરીના આરોપમાં મળી લિગલ નોટિસ

જાણીતા ફિલ્મ નિર્માતા કેતન મહેતાએ કંગના પર ચોરી અને ખોટું બોલવાનો આરોપ મુક્યો છે.

Subscribe to Oneindia News

બોલિવૂડની ક્વીન કંગના રાણાવત આમ તો કોન્ટ્રોવર્સિ માટે પ્રખ્યાત છે, પરંતુ આ વખતે તે થોડા સિરિયસ વિવાદમાં સપડાઇ છે. ચોરી અને ખોટું બોલવાના આરોપો હેઠળ તેને લિગલ નોટિસ પણ મળી છે. જાણીતા ફિલ્મ નિર્માતા કેતન મહેતાએ કંગનાને લિગલ નોટિસ મોકલી છે. શું છે આખો મામલો, જાણો અહીં..

કંગનાની ફિલ્મ મણિકર્ણિકા

કંગના રાણાવત હાલ તેની આગામી ફિલ્મ મણિકર્ણિકામાં વ્યસ્ત છે. આ ફિલ્મના પોસ્ટર લોન્ચ વખતે કંગનાએ ખૂબ ચર્ચા જગાવી હતી, તમને યાદ જ હશે. તેણે વારાણસી ઘાટ પર આ ફિલ્મનું વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું હતું અને ગંગા આરતી બાદ નદીમાં ડૂબકી પણ લગાવી હતી.

મુસીબતથી બચવા કરી હતી પ્રાર્થના?

ગંગામાં ડૂબકી લગાવતી વખતે કંગના ખૂબ ધાર્મિક રીતે આંખો બંધ કરી મનમાં પ્રાર્થના પણ કરતી જોવા મળી હતી. શું કંગના પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન તેને આવનાર મુસીબતમાંથી ઉગારે? કારણ કે કેતન મહેતાએ તેની આ ફિલ્મ અંગે જ તેને નોટિસ મોકલી છે.

આઇડિયા ચોરવાનો આરોપ

કેતન મહેતાએ કંગના પર તેમની ફિલ્મનો આઇડિયા ચોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મીડિયાને આ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, તેઓ 'રાની ઑફ ઝાંસી - ધ વોરિયર ક્વીન' ફિલ્મ બનાવવા માંગતા હતા, જે માટે તેમણે કંગનાનો અપ્રોચ કર્યો હતો. તેમની કંગના સાથે ખાસી લાંબી ચર્ચા થઇ હતી અને તેમણે કંગનાને ઘણું રિસર્ચ મટિરિયલ પણ આપ્યું હતું.

કંગનાની ઘોષણા

કેતન મહેતાની કંગાના સાથે આ અંગે વાતો ચાલી રહી હતી, તે દરમિયાન જ કંગનાએ પ્રોડ્યુસર કમલ જૈન સાથે 'મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી' ફિલ્મ એનાઉન્સ કરી દીધી. કેતન મહેતા અનુસાર આ ફિલ્મમાં એ તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની તેમણે ચર્ચા કરી હતી.

વકીલ આપશે જવાબ

કેતન મહેતાએ આ અંગે આગળ વાત કરતાં કહ્યું કે, હવે તેમનો વકીલ જ કંગના સાથે આ મામલે વાત કરશે. હાલ કંગના તરફથી આ નોટિસ અંગે કોઇ પ્રતિક્રિયા નથી આવી. કંગના રાણાવતની આ ફિલ્મ 'મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી' 27 એપ્રિલ, 2018ના રોજ રિલીઝ થનાર છે.

WHAT OTHERS ARE READING
English summary
filmmaker Ketan Mehta has now sent a legal notice to the Queen star Kangana Ranaut for hijacking one of his most ambitious film projects, Rani of Jhansi: The Warrior Queen
Please Wait while comments are loading...