For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: સિગરેટ પીતી યુવતીઓ અંગે ક્રિતીએ આ શું કહી દીધું?

બરેલી કી બરફીમાં ક્રિતી સેનનનું પાત્ર સમાજની સારી યુવતીની વ્યાખ્યાને પડકાર આપે છે. આ અંગે ક્રિતીએ કહ્યું હતું કે, સમાજે છોકરીઓ બાબતે થોડા ઉદાર થવાની જરૂર છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આપણે હાલ એવા એરામાં રહીએ છીએ, જ્યાં આધુનિક વિચારધારાની અનેક વ્યાખ્યાઓ છે. આજે પણ ઘણા લોકો માને છે કે, યુવકો માટે સિગરેટ પીવી, ટેટૂ કરવાવું સામાન્ય બાબત છે, પરંતુ યુવતીઓ માટે નહીં. સિગરેટ પીતી અને ટેટૂ કરાવતી યુવતીઓ કે મહિલાઓને ઘણા લોકો કેરેક્ટરલેસ કહે છે. આવી વિચારસરણી સામે એક્ટ્રેસ ક્રિતી સેનનને અવાજ ઉઠાવ્યો છે.

બરેલી કી બરફી

બરેલી કી બરફી

ક્રિતી સેનનની ફિલ્મ 'બરેલી કી બરફી' જલદી જ રિલીઝ થનાર છે અને આ ફિલ્મમાં ક્રિતીનું પાત્ર 'બિટ્ટી' સમાજની રૂઢિવાદી વિચારસરણી સામે બળવો પોકારતું જોવા મળશે. આ ફિલ્મમાં ક્રિતીની સાથે આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ છે.

ક્રિતી સેનન

ક્રિતી સેનન

આ અંગે વાત કરતાં ક્રિતીએ કહ્યું હતું કે, 'સ્મોકિંગ યુવક કે યુવતી, બંન્નેની હેલ્થ માટે હાનિકારક છે અને આથી સ્મોકિંગ અવોઇડ કરવું જોઇએ. હું નોન-સ્મોકર છું, પરંતુ અહીં(ફિલ્મમાં) અમે જે મુદ્દો ઉંચકવા માંગીએ છીએ તે એ છે કે, સિગરેટ પીતી છોકરીઓ કે ટેટૂ કરાવતી યુવતીઓ કેરેક્ટરલેસ નથી હોતી.'

Good Girls

Good Girls

આપણા સમાજમાં સારી છોકરીઓ(Good Girls)ની વ્યાખ્યા ખૂબ સંકુચિત છે, જે બદલવાની જરૂર છે. આ બાબતે થોડા વધુ ઉદાર થવાની જરૂર છે. કોઇ યુવક હાજરજવાબી હોય, સિગરેટ પીતો હોય, તો આપણા માટે એ સ્વીકાર્ય છે. પરંતુ આવી યુવતીઓ પ્રત્યે આપણે તરત અભિપ્રાય બાંધી લઇએ છીએ.'

પરિવર્તનની ઇચ્છા

પરિવર્તનની ઇચ્છા

ખાસ કરીને નાના શહેરોમાં આ વિચારસરણી વધુ જોવા મળે છે. અરેન્જ મેરેજ સમયે આવા શહેરોમાં માત્ર યુવતીઓને દરેક પ્રકારના સવાલ કરવામાં આવે છે, યુવકોને નહીં. હું ખરેખર ઇચ્છું છું કે, આ પરિસ્થિતિમાં પરિવર્તન આવે.'

English summary
Kriti Sanon questions the double standards of the society and says that it has a very small bracket for good girls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X