For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબુજીની એ કવિતાઓ જે બિગ બીને છે અતિ પ્રિય...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિન 11 ઑક્ટોબરે છે. અભૂતપૂર્વ પ્રતિભાના માલિક અમિતાભ બચ્ચનને સાહિત્યમાં ખૂબ જ રુચિ છે. હિંદી હોય કે અંગ્રેજી, ભાષા પર તેમની પકડ ઘણી સારી છે અને કદાચ એટલે જ અમિતાભ બચ્ચન માત્ર એક કલાકાર જ નહિ પરંતુ આદર્શ વ્યક્તિત્વના રુપમાં પોતાની ઓળખ ધરાવે છે.

babuji

અમિતાભને આ ગુણ પોતાના પિતા પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનથી મળ્યો છે, તેમના જીવનમાં તેમના પિતાની ભૂમિકા શું છે, તે તેમની વાતો, તેમના સંસ્કારમાં દેખાય છે. અમિતાભે ઘણી વાર પોતાના બ્લોગમાં લખ્યું છે કે તે જ્યારે પણ દુ:ખી હોય કે મુસીબતમાં હોય ત્યારે બાબુજીની કવિતાઓ વાંચે છે જે તેમને આગળ વધવામાં મદદ કરે છે અને તેમને હિંમત આપે છે.

Megastar Amitabh Bachchan says he likes to read a page from his late father and poet

અમિતાભે એક વાર એક ઇવેંટમાં કહ્યું હતુ કે... બાબુજીની લખેલી મધુશાલા, મધુકલશ, અગ્નિપથ, ત્રિભંગિમા, ચાર ખેમે ચૌસઠ ખૂંટે, દો ચટ્ટાનેં જેવી કવિતાઓ તેમને અતિ પ્રિય છે, તે જ્યારે પણ તેને વાંચે છે ત્યારે જાણે કે તેમની અંદર ઉર્જાનો નવો સંચાર થાય છે.

Megastar Amitabh Bachchan says he likes to read a page from his late father and poet

અમિતાભને બાબુજીની અગ્નિપથ... કવિતાની જે લાઇનો અતિ પ્રિય છે તે નિમ્નલિખિત છે...

તૂ ન થકેગા કભી, તૂ ન થમેગા કભી, તૂ ન મૂડેગા કભી

કર શપથ, કર શપથ, કર શપથ

અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ

અમિતાભ જ્યારે પોતાના જીવનના મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે, બાબુજીની આ જ કવિતાઓએ તેમને જીવવાની હિંમત આપી હતી. એટલુ જ નહિ અમિતાભને પોતાના પિતાની લખેલી " મધુશાલા" ની એ લાઇનો પણ ખૂબ જ પ્રિય લાગે છે જેમાં તેઓ લખે છે...

Megastar Amitabh Bachchan says he likes to read a page from his late father and poet

મુસલમાન ઓ' હિન્દુ હૈ દો, એક, મગર, ઉનકા

પ્યાલા,

એક, મગર, ઉનકા મદિરાલય, એક, મગર,

ઉનકી હાલા,

દોનો રહતે એક ન જબ તક મસ્જિદ મંદિર મે

જાતે,

બૈર બઢાતે મસ્જિદ મંદિર મેલ કરાતી

મધુશાલા!

English summary
Megastar Amitabh Bachchan says he likes to read a page from his late father and poet Harivanshrai Bachchan’s work in the morning every day as it strengthens him to tackle obstacles in life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X