For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#NationalAward2017: અક્ષય કુમાર, રોન્ગ સાઇડ રાજુએ મારી બાજી

64મા રાષ્ટ્રીય એવોર્ડ્સની જાહેરાત થઇ ચૂકી છે. કોણ છે બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ? જાણો અહીં..

By Shachi
|
Google Oneindia Gujarati News

64મા રાષ્ટ્રીય પુરસ્કાર ની ઘોષણા થઇ ચૂકી છે. અક્ષય કુમાર ને ફિલ્મ રૂસ્તમ માટે બેસ્ટ એક્ટરના એવોર્ડ એનાયત થયો છે, તો સોનમ કપૂરની ફિલ્મ નિરજા ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન આ એવોર્ડની જૂરીના ચેર પર્સન છે. આ વર્ષના એવોર્ડ માટે જૂરીએ 26 ભાષાઓની 344 ફિલ્મો ધ્યાનમાં લીધી હતી. જૂરી તરફથી ઉત્તર પ્રદેશ રાજ્યને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ જાહેર કરાયું છે.

બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ

બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ

આ વર્ષનો બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારને ફાળે ગયો છે. વર્ષ 1959ના ફેમસ નાણાવટી કેસ પર આધારિત ફિલ્મમાં અક્ષય કુમારના રોલને દર્શકોની ખૂબ વાહવાહી મળી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર બાદ અક્ષય કુમારે આ માટે લોકોનો તથા જૂરીનો આભાર માન્યો હતો. આ સાથે જ તેણે પત્ની ટ્વીંકલ ખન્ના માટે એક સ્પેશિયલ મેસેજ કહેતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે મલયાલમ અભિનેત્રી સુરભી લક્ષ્મીને.

પિંક અને નિરજા શ્રેષ્ઠ ફિલ્મો

પિંક અને નિરજા શ્રેષ્ઠ ફિલ્મો

સોનમ કપૂરની ફિલ્મ નિરજાને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. રામ માધવાનીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સત્યઘટના પરથી પ્રેરિત હતી, દેશપ્રેમ સાથે જોડાયેલી આ ભાવનાત્મક ફિલ્મને કારણે નિરજા ભાનોત નામ ઘરેઘરમાં જાણીતું થયું હતું. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ બંન્નેએ વખાણી હતી. તો બીજી બાજુ અમિતાભ બચ્ચન અને અન્ય ત્રણ યુવા અભિનેત્રીઓને ચમકાવતી ફિલ્મ પિંકને બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યૂનો એવોર્ડ મળ્યો છે. નાગેશ કુકૂનરની ધનકને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ ગુજરાતી ફિલ્મ - રોન્ગ સાઇડ રાજુ

બેસ્ટ ગુજરાતી ફિલ્મ - રોન્ગ સાઇડ રાજુ

વર્ષ 2016માં આવેલી ગુજરાતી ડ્રામા સસ્પેન્સ ફિલ્મ રોન્ગ સાઇડ રાજુએ ઇતિહાસ સર્જ્યો છે. 64મા નેશનલ એવોર્ડમાં આ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી, કિમ્બરલી મેકબેથ અને આસિફ અસરાએ મુખ્ય પાત્રો ભજવ્યા છે. વર્ષ 2013ના અમદાવાદના ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસ પરથી આ ફિલ્મની વાર્તા લખવામાં આવી હતી.

એવોર્ડ વિનર્સની યાદી

એવોર્ડ વિનર્સની યાદી

  • બેસ્ટ એક્ટર - અક્ષય કુમાર(રૂસ્તમ)
  • બેસ્ટ એક્ટ્રેસ - સુરભી લક્ષ્મી(મલયાલમ ફિલ્મ)
  • બેસ્ટ ફિલ્મ - કાસવ(મરાઠી)
  • બેસ્ટ ડાયરેક્ટર - રાજેશ મપુસ્કર, ફિલ્મ - વેન્ટિલેટર(મરાઠી)
  • બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યૂ - પિંક
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - મનોજ જોશી(દશક્રિયા)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - ઝાયરા વસીમ(દંગલ)
  • બેસ્ટ એન્વાયરમેન્ટલ ફિલ્મ - ધ ટાઇગર હુ ક્રોસ્ડ ધ લાઇન
  • બેસ્ટ હિંદી ફીચર ફિલ્મ - નિરજા
  • બેસ્ટ મરાઠી ફિલ્મ - દશક્રિયા
  • બેસ્ટ ગુજરાતી ફિલ્મ - રોન્ગ સાઇડ રાજુ
  • બેસ્ટ કન્નડ ફિલ્મ - રિઝર્વેશન
  • બેસ્ટ બંગાળી ફિલ્મ - બિસર્જન
  • બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ - ધનક
  • બેસ્ટ વીએફએક્સ - શિવાય(અજય દેવગણ)
  • ઇન્દિરા ગાંધી એવોર્ડ ફોર ડેબ્યૂ ડાયરેક્ટર - ખલીફા(બંગાળી)
  • બેસ્ટ એડિટિંગ એન્ડ સાઉન્ડ મિક્સિંગ એવોર્ડ - વેન્ટિલેટર(મરાઠી)
  • બેસ્ટ પોર્ડેક્શન ડિઝાઇન - 24(તમિલ)
  • બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન - બાબુ પદ્મનાભ, ફિલ્મ - અલામા(કન્નડ)
  • બેસ્ટ મેકઅફ આર્ટિસ્ટ - એમ.કે.રામક્રિષ્ના
  • બેસ્ટ સ્ક્રિનપ્લે - સંજય ક્રિષ્નાજી પટેલ(ફિલ્મ-દશક્રિયા)
  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - સુંદરા ઐયર
  • બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર - થુમે જાકે

અહીં વાંચો

અહીં વાંચો

લેકમે ફેશન વિક 2017માં બોલિવૂડ એક્ટ્રેસિસનો જલવોલેકમે ફેશન વિક 2017માં બોલિવૂડ એક્ટ્રેસિસનો જલવો

English summary
64th National Awards, here know the complete list of National Award 2017 winners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X