2 વર્ષના ગેપ બાદ ધમાકેદાર કમબેક, HOT મેકઓવર સાથે!

આજે એટલે કે શુક્રવારે પરિણીતિની ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ' રિલીઝ થઇ છે. પૂરા 2 વર્ષ બાદ પરિણીતી મોટા પડદે પાછી ફરી રહી છે, તે પણ એકદમ અલગ અને હોટ અવતાર સાથે.

Subscribe to Oneindia News

આજે એટલે કે શુક્રવારે બોક્સઓફિસ પર બે ફિલ્મ રિલીઝ થઇ છે, પરિણીતી ચોપરા ની 'મેરી પ્યારી બિંદુ' અને અમિતાભ ની સરકાર 3. પરિણીતિ ચોપરા અને આયુષ્માન ખુરાના ને ચમકાવતી આ ફિલ્મ મલ્ટિપ્લેક્સ દર્શકોને અટ્રેક્ટ કરે એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, પરિણીતિ પૂરા 2 વર્ષ બાદ મોટા પડદે કમબેક કરી રહી છે.

કમબેક સાથે પ્લેબેક સિંગિંગ

ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ'માં પરિણીતિએ એક ગીત પણ ગાયું છે, તેણે ગાયેલા ગીત 'માના કે હમ યાર નહીં'ને યૂટ્યૂબ પર 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તો એક રીતે પોતાની કમબેક ફિલ્મ દ્વારા તેણે પ્લેબેક સિંગિંગમાં પણ ડેબ્યૂ કર્યું છે. પરિણીતિ સિવાય આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર અને સોનાક્ષી સિન્હા પણ પોતાની ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કરી ચૂક્યાં છે.

હોટ અવતાર

પરિણીતિએ પ્લેબેક સાથે પોતાના ફેન્સને અન્ય એક સરપ્રાઇઝ આપ્યું છે અને તે છે એનો નવો હોટ અવતાર. પરિણીતિ છેલ્લા ઘણા સમયથી પોતાની બોડીને ટોન કરવા માટે મહેનત કરી રહી હતી અને આખરે તેની મહેનત રંગ લાવી છે. બોલિવૂડના હોટ એન્ડ સેક્સી દેખાવાના ટ્રેન્ડમાં હવે પરિણીતિ પણ શામેલ થઇ ગઇ છે.

ટ્વીટર પર શેર કરી તસવીરો

છેલ્લા થોડા સમયમાં પરિણીતિએ ખાસું વજન ઘટાડ્યું છે અને પોતાના નવા લૂકમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. પરિણીતિએ જાતે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. નવા લૂક માટે તેને ઘણા કોમ્પ્લિમેન્ટ્સ પણ મળી રહ્યાં છે.

લોકોએ મને યાદ કરી એ જાણીને ખુશી થઇ

સિલ્વર સ્ક્રિન પર કમબેક કરવા અંગે જ્યારે પરિણીતિને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, મને એ જાણીને ખુશી થઇ કે લોકો મને યાદ કરી રહ્યાં હતા. હું ગાયબ નહોતી થઇ, હું મારા ઘર અને ફિટનેસ પર કામ કરવા માંગતી હતી. જે મેં કર્યું અને ત્યાર બાદ મેં 'મેરી પ્યારી બિંદુ' અને 'ગોલમાલ અગેન' સાઇન કરી.

નેશનલ એવોર્ડ વિનર

યશરાજની ફિલ્મ 'લેડીઝ વિ. રિકી બહલ'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ પરિણીતિની પહેલી સોલો ફિલ્મ 'ઇશ્કઝાદે' હિટ રહી હતી. આ ફિલ્મમાં તેની સામે અર્જુન કપૂર હતો. આ ફિલ્મ માટે પરિણીતિને નેશનલ એવોર્ડ પણ એનાયત થયો હતો.

2 વર્ષ પહેલાની તસવીર

પરિણીતિની બે વર્ષ પહેલાની તસવીર છે આ, જ્યારે તે ક્યૂટ પરંતુ થોડી હેલ્ધી હતી. તેને અનેક વાર આ કારણે ક્રિટિસિઝમને સામનો કરવાનો વારો આવ્યો હતો. હવે ફાઇનલી તેણે તેને વજન માટે ક્રિટિસાઇઝ કરતા લોકોનું મોઢું બંધ કરી દીધું છે.

ફ્લોપ ફિલ્મો

વર્ષ 2014માં તેની ત્રણ ફિલ્મો આવી હતી, 'હસી તો ફસી', 'દાવત-એ-ઇશ્ક' અને 'કિલ દિલ'. 'હસી તો ફસી'એ બોક્સઓફિસ પર ઠીક-ઠીક કમાણી કરી હતી, જ્યારે બાકીની બંન્ને ફિલ્મો ફ્લોપ રહી હતી. આ ફિલ્મો ફ્લોપ જવા પાછળનું એક કારણ પરિણીતિનું વજન છે એમ કહેવાયું હતું.

ગાયબ થઇ પરિણીતિ

વર્ષ 2015માં તે મોટા પડદેથી સદંતર ગાયબ થઇ ગઇ. વર્ષ 2016માં તે ફિલ્મ 'ઢીશૂમ'ના એક સોંગમાં વરુણ ધવન સાથે જોવા મળી હતી અને તેમાં તેનો હોટ અવતાર જોઇ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

લેડીઝ વિ. રિકી બહલ

પરિણીતિનું બોલિવૂડમાં આગમન ખૂબ ધમાકેદાર હતું. તેની પહેલી ફિલ્મ 'લેડીઝ વિ. રિકી' બહલમાં તેનો રોલ ભલે નાનકડો હતો, પરંતુ લોકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા અને આ ફિલ્મ માટે તેને કુલ 17 એવોર્ડ્સ મળ્યા હતા.

WHAT OTHERS ARE READING
English summary
Parineeti Chopra hot pics will make you stunned.
Please Wait while comments are loading...