For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: આ કાશ્મીરી પરિવારને 'ભાઈજાને' લીધું દત્તક

|
Google Oneindia Gujarati News

[બોલીવુડ] સલમાન ખાન બોલીવુડના એક એવા અભિનેતા છે, જે સામાન્ય લોકોને ખૂબ જ મદદ કરે છે. સલમાને ઘણી વખત એવું સાબિત કર્યું છે અને તે જ કારણ છે કે ભારતમાં સલમાનને લઇને લોકો ખૂબ જ પોઝેસિવ છે. લોકો તેમને એટલો પ્રેમ કરે છે કે તેમની સામે સલમાનના તમામ ગુના મામ થઇ જાય છે.

તાજી વાત કરીએ તો સલમાને કાશ્મીરમાં એક પરિવારને દત્તક લીધું છે. સલમાને આ પરિવારને વિશ્વાસ અપાવ્યો કે તેમને ક્યારેય કામ કે રૂપિયાની ચિંતા નહીં કરવી પડે. એટલું જ નહીં, સલમાન એમાના નથી કે જે વચન આપીને ભૂલી જાય. બજરંગી ભાઇજાનની શૂટિંગ થતા જ કાશ્મીરથી પરત આવતા પહેલા સલમાને તે પરિવાર સાથે મુલાકાત પણ કરી.

આવો આપને બતાવીએ આ મુલાકાતની તસવીરી ઝલક...

કાશ્મીરી પરિવારની સાથે સલમાન

કાશ્મીરી પરિવારની સાથે સલમાન

આપને જણાવી દઇએ કે કાશ્મીરમાં અનંતનાગના એક નાના ગામમાં રહેનાર કે પરિવારે જણાવ્યું કે સલમાને તેમના જીવનને બદલી નાખ્યું છે. આ પરિવાર માટે સલમાન કોઇ મસીહાથી ઓછો નથી.

સલમાને પરિવારને લીધું દત્તક

સલમાને પરિવારને લીધું દત્તક

75 વર્ષની જૈયના બેગમની મુલાકાત સલમાન સાથે તે સમયે થઇ હતી, જ્યારે સલમાન પહેલગામમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. જૈયના પોતાની 40 વર્ષની વિધવા દિકરી અને તેના ચાર બાકોની સાથે રહે છે. જૈયના સલમાનને મસીહા ગણાવે છે.

વૃદ્ધ માતાના પગે પડતો ભાઇજાન

વૃદ્ધ માતાના પગે પડતો ભાઇજાન

તેમણે જણાવ્યું કે સલમાન જેવી એ વાત ખબર પડી કે તેમણે જૈયનાના સૌથી મોટા નાતીને, જે 18 વર્ષનો છે તેને ફિલ્મના સેટ પર કામ અપાવી દીધું. જેથી તે પરિવાર માટે કંઇક રૂપિયા કમાઇ શકે.

મસીહા છે સલમાન

મસીહા છે સલમાન

સલમાનના જૈયના બેગમને જણાવ્યું કે, જ્યાં સુધી કાશ્મીરમાં શૂટિંગ ચાલે છે, ત્યાં તે કામ કરી શકે છે. ઉપરાંત તે મુંબઇ આવીને પણ સલમાનની સાથે કામ કરી શકે છે. તેની સાથે જ સલમાને એવો વિશ્વાસ અપાવ્યો છે કે હવે તેમના પરિવારે કોઇની પાસે માંગવાની જરૂરત નથી.

English summary
Salman Khan who recently helped a widow family in Kashmir, met them after completing shoot of Bajrangi Bhaijaan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X