For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કટપ્પાને કારણે બાહુબલીની રિલીઝ પર ગ્રહણ, શું છે આખો મામલો?

બાહુબલીથી નારાજ થયેલા કેટલાક લોકોએ આ ફિલ્મો વિરોધ કરવાનું નક્કી કરી લીધું છે. તેઓ દરેક જિલ્લામાં આ ફિલ્મ રિલીઝ થતી અટકાવવા કટિબદ્ધ છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

રિલીઝ થવાના થોડા દિવસ પહેલાં જ બાહુબલી 2 મુસીબતમાં મુકાઇ ગઇ છે. આ ફિલ્મથી નારાજ કેટલાક લોકોએ તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે, આ કારણે બાહુબલી 2ની રિલીઝ પર ગ્રહણ લાગી શકે છે. માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ બોલિવૂડમાં પણ ફિલ્મ રસિકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઇ રહ્યાં છે.

જરૂર પડતાં કરશે બંધનું એલાન

જરૂર પડતાં કરશે બંધનું એલાન

વાત જાણે એમ છે કે, કન્નડ સંગઠનના સંઘે આ ફિલ્મનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, તેઓ આ ફિલ્મને રિલીઝ જ નહીં થવા દે. જરૂર પડતાં આ ફિલ્મના વિરોધમાં તેઓ બંધનું એલાન પણ કરી શકે છે. આ વિરોધ પાછો લેવા માટે તેમણે એક શરત મુકી છે.

નારાજગીનું કારણ

નારાજગીનું કારણ

આ ફિલ્મમાં કટપ્પાનું પાત્ર ભજવી રહેલાં એક્ટર સત્યરાજે કન્નડ વિરોધી ટિપ્પણી કરી હતી. જે પછી આ વિવાદ ઊભો થયો છે. વિવાદ એટલો વધ્યો છે કે, તેમણે આ એક્ટરને ચમકાવતી ફિલ્મની રિલીઝને રોકવાની ધમકી આપી છે. આ સમર્થકો પોતાના નિવેદન પર મક્કમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મૂકી છે એક શરત

મૂકી છે એક શરત

કન્નડ સંગઠને પોતાનો વિરોધ પાછો લેવા માટે એક શરત મુકી છે. તેમનું કેહવું છે કે, એક્ટર સત્યરાજ પોતાના નિવેદન માટે માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ પોતાનું વિરોધ પ્રદર્શન બંધ નહીં કરે.

બેંગ્લોર બંધની ઘોષણા

બેંગ્લોર બંધની ઘોષણા

કન્નડ સંગઠનોના સંઘ કન્નડ ઓકૂટાએ આ ફિલ્મની રિલીઝના દિવસે 28 એપ્રિલના રોજ બેંગ્લોર બંધની ઘોષણા કરી છે. સત્યરાજની ટિપ્પણીના વિરોધમાં જ આ જાહેરાત કરવામાં આવી છે. કન્નડ ઓકૂટના પ્રમુખ વટલ નાગરાજે કહ્યું કે, થોડા વર્ષો પહેલાં કાવેરી વિવાદ દરમિયાન કન્નડિગા વિરુદ્ધ કરવામાં આવેલું સત્યરાજનું નિવેદન ઘણું દુઃખ પહોંચાડનાર હતું. અમે કોઇ પણ સ્થિતિમાં માફી વિના અમારો વિરોધ પાછો નહીં ખેંચીએ.

ફિલ્મ રિલીઝ નહીં થવા દઇએ

ફિલ્મ રિલીઝ નહીં થવા દઇએ

તેમણે આગળ કહ્યું કે, કન્નડ કાર્યકર્તાઓ દરેક જિલ્લામાં આ ફિલ્મને રિલીઝ થતી અટકાવશે. જ્યાં સુધી સત્યરાજ માફી ન માંગે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ થાય એવી કોઇ શક્યતા નથી. જો કોઇ થિયેટરમાં ફિલ્મ રિલીઝ થઇ તો તેમણે એનું પરિણામ ભોગવવું પડશે.

શાંતિપૂર્ણ સમાધાન

શાંતિપૂર્ણ સમાધાન

આ સમગ્ર મામલે ફિલ્મના પ્રોડ્યૂસર શોબૂ યારલગડ્ડાએ આશા વ્યક્ત કરી છે કે, આ સમસ્યાનું શાંતિપૂર્ણ સમાધાન લાવવામાં આવશે. આ વિરોધને પગલે ફિલ્મની રિલીઝ સામે મુસીબત ઊભી થઇ છે.

ફિલ્મના પ્રોડ્યૂસરનું નિવેદન

ફિલ્મના પ્રોડ્યૂસરનું નિવેદન

ફિલ્મના પ્રોડ્યૂસર શોબૂએ કહ્યું કે, આ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે અને હું આ અંગે વધુ કંઇ બોલવા નથી માંગતો. હું માત્ર એટલું જ કહીશ કે, અમે તમામ સંબંધિત પક્ષોના હિતને ધ્યાનમાં રાખીને આ મુદ્દાનું સમાધાન શોધી લઇશું.

કોઇને ઠેસ નથી પહોંચાડવા માંગતો

કોઇને ઠેસ નથી પહોંચાડવા માંગતો

ફિલ્મના પ્રોડ્યૂસરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ કન્નડ સમર્થક કાર્યકર્તાઓ સાથે આ સમસ્યાના સમાધાન અંગે વાત કરશે? તો શોબૂએ જણાવ્યું કે, અમે હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય નથી લીધો. હાલ હું કોઇ નિવેદન કરી કોઇને ઠેસ નથી પહોંચાડવા માંગતો.

અહીં વાંચો

અહીં વાંચો

#SalmanKaSalaam કહી રિલીઝ કર્યું ટ્યૂબલાઇટનું પોસ્ટર#SalmanKaSalaam કહી રિલીઝ કર્યું ટ્યૂબલાઇટનું પોસ્ટર

સલમાનની મચ અવેઇટેડ ફિલ્મ ટ્યૂબલાઇટનું આ પોસ્ટર #SalmanKaSalaam સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર રિલીઝ થતાંની સાથે આ ટેગ ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

English summary
Protest against Baahubali 2 release. Read the full matter here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X