For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ફરિશ્તા'ને 'PK'બનાવનાર હિરાની પર સ્ક્રીપ્ટ ચોરીનો આરોપ

|
Google Oneindia Gujarati News

કંઇક આવું જ થાય છે જ્યારે આપ દુનિયા કરતા ખૂબ જ સારું અને કંઇક અલગ કરવાનું વિચારી રહ્યા હોવ ત્યારે. રાજકુમાર હિરાનીની સાથે પણ કંઇક આવું જ બન્યું છે. આમિર ખાન અભિનિત ફિલ્મ 'પીકે'ની સામે એક અરજી દિલ્હી હાઇકોર્ટ દ્વારા રદ કરાયાના થોડા જ દિવસમાં એક નવલકથાકારે અરજી દાખલ કરીને આરોપ લગાયો છે કે આ ફિલ્મના નિર્માતા-નિર્દેશકે 2013માં પ્રકાશિત થયેલ તેમના પુસ્તક 'ફરિશ્તા'ના કેટલાંક અંશોનો ઉપયોગ કર્યો છે.

pk
તેમણે દાવો કર્યો છે કે ફિલ્મમાં ઉઠાવવામાં આવેલા ઘણા મુદ્દાઓ આ પુસ્તકમાંથી ઊઠાવવામાં આવ્યા છે. અરજીકર્તાએ જણાવ્યું કે નવલકથામાં વધુ એવી સ્થિતિઓ છે જે નાના-મોટા ફેરફારની સાથે ખૂબ જ ચાલાકીપૂર્વક કોપી કરવામાં આવી છે. ઇસાપુરીએ જ્યારે એક જાન્યુઆરીના રોજ ફિલ્મ જોઇ ત્યારે સંપૂર્ણરીતે આશ્ચર્યચકિત રહી ગયા.

કપિલ ઇસાપુરી નામના ઉપન્યાસકારે ફિલ્મ નિર્માતાઓ પાસે નુકસાનની ભરપાઇના રૂપમાં એક કરોડ રૂપિયાની માંગ કરી છે. સાથે જ તેમણે પોતાની રચનાને શ્રેય આપવાનો અનુરોધ પણ કર્યો છે.

ઇસાપુરીએ અદાલતનો દરવાજો ખખડાવીને આરોપ લગાવ્યો કે નિર્માતા વિધુ વિધુ વિનોદ ચોપડા અને ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાની, તેમની સંબંધ ફિલ્મ નિર્માણ કંપનીઓ અને પટકથા લેખક અભિજાત જોશીએ નવલકથામાંથી ઘણા કલાકારો અને વિચાર તેમજ દ્રશ્યની ઉઠાંતરી કરી છે.

English summary
Novelist Kapil Isapuri has approached the Delhi high court, accusing the makers of Aamir Khan-starrer PK of plagiarism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X