For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : પાકમાં છુપાયેલાં ડૉનને ભારત લાવવાનું મિશન છે ડી ડે

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ડી ડે
નિર્માતા : ડર મોશન મિક્ચર્સ તથા એમી એંટરટેનમેંટ
દિગ્દર્શક : નિખિલ અડવાણી
સ્ટારકાસ્ટ : અર્જુન રામપાલ, ઇરફાન ખાન, ઋષિ કપૂર, સ્વરા, શ્રુતિ હસન, આકાશ
સંગીત : શંકર અહેસાન લૉય

નિખિલ અડવાણીની ફિલ્મ ડી ડે આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ અંગે સૌ કોઈ ઉત્સુક હતાં, કારણ કે ફિલ્મમાં એક મોટી સ્ટારકાસ્ટ છે અને આ આખી સ્ટારકાસ્ટ પોત-પોતાના પાત્રો માટે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતા રહ્યાં છે.

ડી ડેમાં એક્શન, ઇમોશન, પ્રેમ તથા થ્રિલર બહુ સારી રીતે નાંખવામાં આવ્યું છે. આખી ફિલ્મ શરુઆતથી લઈ અંત સુધી દર્શકો વચ્ચે એ કન્ફ્યુજન જાળવી રાખે છે કે ફિલ્મનો અંત શો હશે? નિખિલ અડવાણીએ લોકોના ઇમોશન સાથે પણ રમવાના પુરતા પ્રયત્નો કર્યાં છે અને કહેવું પડશે કે તેઓ પોતાની આ કોશિશમાં સફળ પણ થયાં છે. ડી ડે જોવા માટે લોકોમાં અગાઉથી જ ઉત્સાહ તો છે જ, પણ જો ફિલ્મ જોવા અંગે ન વિચારતા હોવ, તો પણ કમ સે કમ ઋષિ કપૂર અને ઇરફાનની એક્ટિંગને એંજૉય કરવા જરૂર જઈ શકાય છે.

ડી ડે ફિલ્મમાં ઇરફાન ખાન, અર્જુન રામપાલ, શ્રુતિ હસન, હુમા કુરૈશી, સ્વરા તથા ઋષિ કપૂરે એવી એક્ટિંગ કરી છે કે દર્શકો રૂપેરી પડદા ઉપરથી નજરો નહિં હટાવી શકે. ફિલ્મના તમામ ડાયલૉગ એટલા ઊંડા ને ટ્રિકી છે કે એક જ લાઇનમાં ઘણા અર્થો સમાયેલા છે કે જે થોડીક વાર બાદ લોકોને સમજાય છે. ડી ડે ફિલ્મમાં ઇરફાન ખાન તથા ઋષિ કપૂર એક્ટિંગની બાબતમાં બેસ્ટ છે.

અર્જુન રામપાલ તથા શ્રુતિ હસન વચ્ચે કેટલાંક રોમાંટિક અને ઇમોશનલ સીન્સ છે કે જે લોકોની આંખોમાં આંસુ લાવી શકે છે. ઉપરાંત હુમા કુરૈશી પણ પોતાના પાત્રમાં કંઇક ખાસ ઇફેક્ટિવ નજરે નથી પડતાં. તેઓનું કિરદાર કોઈ ખાસ છાપ નથી છોડતું. આકાશે પોતાના પાત્રમાં જાન નાખ્યો છે. સાથે જ સ્વરા કે જેમની આ પ્રથમ ફિલ્મ છે, તેમણે ફિલ્મમાં પોતાની જોરદાર પરફૉર્મન્સ દ્વારા નાનકડા રોલમાં પણ પોતાની છાપ છોડી છે. ડી ડે ફિલ્મના ગીતો પણ બહેતરીન છે.

નોંધનીય છે કે ડી ડે ફિલ્મનું ઑનલાઇન માર્કેટિંગ પાર્ટનર વનઇન્ડિયા છે. ડી ડેની વાર્તા જાણવા માટે વાંચો સ્લાઇડ્સ :

વલી રહે છે પાકિસ્તાન

વલી રહે છે પાકિસ્તાન

વલી ખાન (ઇરફાન ખાન) છેલ્લા 9 વરસથી પાકિસ્તાન ખાતે રહે છે. તેને એક મિશન માટે ભારત ખાતેથી પાકિસ્તાન મોકલવામાં આવે છે. તે એક રૉ એજંટ છે. વલીની પત્ની છે સ્વરા અને એક પુત્ર છે. વલી ખાન પોતાના મિશનના પગલે ભારતના મોસ્ટ વૉન્ટેડ ડૉનને પાકિસ્તાનમાં શોધી કાઢી ભારત લાવવા માંગે છે.

ઋષિ છે ગોલ્ડમૅન

ઋષિ છે ગોલ્ડમૅન

ઋષિ કપૂરે ડી ડેમાં એક બહુ મોટા ડૉનનો રોલ કર્યો છે. તે ડૉન ઇન્ડિયાની મોસ્ટ વૉન્ટેડની લિસ્ટમાં છે કે જે પાકિસ્તાનમાં છુપાયેલો છે. ભારતની ઇંટીલેંસ ટીમ એક ગોલ્ડમૅન મિશન બનાવે છે અને આ મિશનના પગલે ભારતમાંથી બે લોકો પાકિસ્તાન મોકલવામાં આવે છે અને બે જણા અગાઉથી જ પાકિસ્તાનમાં રહેતાં હોય છે.

અર્જુન-હુમા

અર્જુન-હુમા

અર્જુન કપૂર એક સૈનિક છે કે જેને સેનામાંથી હાંકી કઢાયો છે. તે રૉ એજંટ છે અને ભારત તરફથી તેને આ ગોલ્ડમૅનના મિશને મોકલવામાં આવે છે કે જ્યાં તેની સાથે હુમા કુરૈશી પણ જાય છે. હુમા એક બૉમ્બ ડિફ્યુજર છે અને આ સીરિયસ મિશન માટે હુમાએ આખા ગ્રુપની સાથે રહેવાનું હોય છે.

મિશન થાય છે ફેલ

મિશન થાય છે ફેલ

ચારેય જણા મળી પોતાનું મિશન પુરતી પ્રામાણિકતા સાથે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કેટલાંક કારણોસર આ મિશન નિષ્ફળ નિવડે છે. ભારતની એજંસી કહે છે કે જે લોકો આ મિશન સાથે સંકળાયેલા છે, તેઓ તેમના માણસો નથી અને તેમની સાથે તેમનો કોઈ સમ્બંધ નથી તથા પાકિસ્તાન કહે છે કે ગોલ્ડમૅન પાકિસ્તાનમાં છે જ નહીં, તો આપ આવું મિશન ચલાવી જ કેમ શકો?

જાનની બાજી

જાનની બાજી

જોકે પહેલી વખત ચારેયનું મિશન ફેલ થઈ જાય છે, પણ ચારેય હિમ્મત નથી હારતાં અને પુનઃ પ્લાન બનાવે છે. આખરે આ મિશન પૂર્ણ થાય છે, પણ તેના માટે કઈ-કઈ કુરબાનીઓ આપવી પડે છે અને કઈ રીતે ચારે જણા ઋષિ કપૂરને જીવિત પકડી ભારત લાવવામાં સફળ થાય છે? આ સવાલોના જવાબ જાણવા જુઓ ડી ડે ફિલ્મ.

English summary
D Day movie starring Irrfan, Arjun Rampal, Huma Quereshi is releasing today. D Day movie is directed by Nikhil Adwani. D Day is all about a mission for which four Indian Raw agents goes to Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X