For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Movie Review: જોજો ડૉલી આપને પણ છેતરી ના જાય

|
Google Oneindia Gujarati News

મુંબઇ(સોનિકા મિશ્રા), સોનમ કપૂર એ નામ છે જેના માટે લોકોનું દિલ તો ધડકે છે, પરંતુ ફિલ્મો જોવાનું કહીએ તો તેની અમૂક જ ફિલ્મોના નામ મોઢા પર આવે છે. રાંઝણા બાદ તેણે લગભગ જ કોઇ એવી ફિલ્મ કરી હશે જે લોકોને વધુ પસંદ આવી હોય. ચલો એતો ભૂતકાળની વાત છે, આપણે અહીં ચર્ચા કરવાની તેની આજે રીલિઝ થયેલી ફિલ્મ 'ડૉલી કી ડોલી'ની. જો એક વાક્યમાં તેની સમીક્ષા કરવી હોય તો, એવું કહી શકાય કે 'આ ડૉલી આપને બાબાજી કા ઠુલ્લૂ!'

સોનમ કપૂર, રાજકુમાર રાવ અને પુલકિત સમ્રાટની ફિલ્મ ડૉલી કી ડોલી આજે રિલીઝ થઇ રહી છે. અરબાઝ ખાન દ્વારા નિર્મિત ડૉલી કી ડોલી એક અલગ વિષય પર આધારિત છે જેમાં એક યુવતી વહૂ બનીને છોકરાઓની સાથે લગ્ન કરે છે અને ત્યારબાદ સુહાગરાતના દિવસે આખા ઘરને દૂધમાં ઊંઘની ગોળીઓ પીવડાવીને બધું જ લૂંટીને જતી રહે છે.

ડૉલી કી ડોલીમાં સોનમ કપૂરે ડૉલીની ભૂમિકા નિભાવી છે અને રાજકુમાર રાવ (સોનૂ શેરાવત) અને વરૂણ શર્મા (મંજોત)એ ડૉલી દ્વારા લૂંટી લેવામાં આવેલા યુવકોની ભૂમિકા નિભાવી છે. પુલકિત સમ્રાટના કિરદારનું નામ છે રોબિન હુડ જે દબંગમાં સલમાન ખાન દ્વારા નિભાવવામાં આવેલ ભૂમિકાનું નામ હતું. પરંતુ એવું લાગી રહ્યું છે કે પુલકિતે ફિલ્મમાં સલમાનનું નામ જ નહીં પરંતુ તેની તમામ અદાઓ પણ ચોરી લીધી છે.

ફિલ્મની વાર્તા અલગ ચોક્કસ હતી પરંતુ ફિલ્મની ગતિ ખૂબ જ ધીમી હોવાના કારણે ફિલ્મ ખૂબ જ બોરીંગ લાગી રહી છે. ફિલ્મમાં હવે શું થવાનું છે તેનો અંદાજો પહેલાથી જ થઇ રહ્યો હતો. ફિલ્માં એવો કોઇ વળાંક નથી જે દર્શકોને તેની તરફ આકર્ષિત કરે અને ઝકડી રાખે.

ફિલ્મ રિવ્યૂ: ડૉલી કી ડોલી...

વાર્તા

વાર્તા

ફિલ્મની વાર્તા અલગ ચોક્કસ હતી પરંતુ ફિલ્મની ગતિ ખૂબ જ ધીમી હોવાના કારણે ફિલ્મ ખૂબ જ બોરીંગ લાગી રહી છે. ફિલ્મમાં હવે શું થવાનું છે તેનો અંદાજો પહેલાથી જ થઇ રહ્યો હતો. ફિલ્માં એવો કોઇ વળાંક નથી જે દર્શકોને તેની તરફ આકર્ષિત કરે અને ઝકડી રાખે.

અભિનય

અભિનય

અભિનયની વાત કરીએ તો સોનમ કપૂર અને રાજકુમાર રાવે પોતાના અભિનયથી ફિલ્મને ખૂબ જ મનોરંજક બનાવી છે. ખાસ પ્રકારે રાજકુમાર રાવ પોતાના સુંદર અભિનયથી દર્શકોને ખૂબ જ કરે છે. જ્યારે વરૂણ શર્માએ પણ પોજાના જૉલી કેરેક્ટરથી દર્શકોને ખૂબ જ એન્ટરટેન્ટ કર્યા. પુલકિત સમ્રાટે પણ સલમાનની સારીએવી નકલ કરી છે.

સંગીત

સંગીત

ડૉલી કી ડોલીનું ગીત 'ફેશન ખત્મ મુઝપે..' ખૂબ જ સુંદર ગીત છે, જેની પર મલાઇકા અરોડા ખાન અને રાજકુમાર રાવ ખૂબ જ ઠુમકા લગાવે છે. માલઇકાએ તો આ ગીતમાં ધૂમ મચાવી દીધી છે.

નિર્દેશન

નિર્દેશન

ડૉલી કી ડોલી ફિલ્મ નિર્દેશનના હિસાબથી સારી હતી, પરંતુ ક્યાંક ક્યાંક એવી ભૂલ હતી જેને દર્શકો સરળતાથી પકડી શકે છે. જેમકે રાજકુમાર રાવ ઇંટરવલના ઠીક પહેલા ડૉલી સુધી કેવી રીતે પહોંચી જાય છે એ કોઇને પણ ખબર નથી પડતી. આ ઉપરાંત પુલકિત સમ્રાટ અને ડૉલીની વચ્ચેની જે સ્ટોરી હોય છે તે ક્યારે અને કેવી રીતે શરૂ થાય છે તે પણ નથી સમજાતું. જોકે ફિલ્મનો અંત ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યો છે. અને અંતમાં સોનમ કપૂરે પોતાની આવનારી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું પ્રમોશન પણ કરી દીધું છે.

ફિલ્મ જોવી કે નહીં..

ફિલ્મ જોવી કે નહીં..

ડૉલી કી ડોલી એક એવી ફિલ્મ છે જેને આપ આપના સંપૂર્ણ પરિવાર સાથે બેસીને જોઇ શકો છો. આજકાલ ફેમિલી સાથે જોઇ શકાય એવી ફિલ્મો બને જ ક્યાં છે. માટે પરિવાર સાથે આપ વિકેન્ડમાં જોવાનું પ્લાનિંગ કરી શકો છો.

English summary
Doli Ki Doli movie review in Hindi. Sonam Kapoor and Rajkumar Raos performance was the best part of Dolly Ki Doli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X