For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Movie Review: પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી ઇંદુ સરકાર

કટોકટીની પરિસ્થિતિ પર આધારિત મધુર ભંડારકરની ફિલ્મ ઇંદુ સરકાર રીલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં કીર્તિ કુલ્હારી, તોતા રૉય ચૌધરી અને અનુપમ ખેર મુખ્ય પાત્રોમાં જોવા મળે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: ઇંદુ સરકાર
સ્ટારકાસ્ટ: કીર્તિ કુલ્હારી, નીત નીતિન મુકેશ, અનુપમ ખેર, તોતા રૉય ચૌધરી
ડારેક્ટર, લેખક: મધુર ભંડારકર
પ્રોડ્યૂસર: ભંડારકર એન્ટરટેઇનમેન્ટ, ભરત શાહ
પ્લસ પોઇન્ટ: કીર્તિ કુલ્હારી
માઇનસ પોઇન્ટ: ફિલ્મના વિષય માટે જરૂરી સતર્ક દ્રષ્ટિકોણની ખામી
કેટલા સ્ટાર: 2.5

પ્લોટ

પ્લોટ

'ઇંદુ સરકાર' ફિલ્મની શરૂઆત એક ક્રૂર સિનથી થાય છે. પંજાબ હરિયાણાના બોર્ડર પાસેના ગામડાઓમાં બળજબરીપૂર્વક પુરૂષોની નસબંધી કરવામાં આવી રહી છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રના કાળા અધ્યાયની આ માત્ર એક ઝલક છે. ત્યાર બાદ એક અનાથ યુવતીની એન્ટ્રી થાય છે, જેનું નામ છે ઇંદુ(કીર્તિ કુલ્હારી). જેને સ્ટેમરિંગનો પ્રોબ્લેમ હોય છે અને તેને કવિતાઓથી ખુશી મળે છે. આ યુવતીના લગ્ન મહત્વાકાંક્ષી અધિકારી નવીન સરકાર(તોતા રૉય ચોધરી) સાથે થાય છે.

પ્લોટ

પ્લોટ

નવીનના બોસ ઇચ્છે છે કે, ઇંદુની કવિતાઓ ઇમરજન્સિના પક્ષમાં હોય, ઇંદુ આ માટે તૈયાર થઇ જાય છે. પરંતુ ઇંદુ જ્યારે તુર્કમન ગેટ, દિલ્હીમાં થતી હિંસાઓ નજરે નિહાળે છે, ત્યારે તેની આંખો ખુલી જાય છે. આ હિંસામાંથી તે બે અનાથ બાળકોને બચાવે છે. આ ઘટનાથી ઇંદુના લગ્નજીવનમાં ભૂકંપ આવે છે અને તેને સમજાય છે કે કટોકટીના નિર્ણય અને આ પરિસ્થિતિ અંગે તેના અને તેના પતિની વિચારો બિલકુલ અલગ છે. ઇંદુ મન કઠણ કરી, નવીન સાથેનો સંબંધ તોડી પોતાના અને લોકોના હિત માટે ઊભા થવાનો નિર્ણય લે છે. શું ઇંદુ પોતાના પ્રયત્નોમાં સફળ થઇ શકશે?

ડાયરેક્શન

ડાયરેક્શન

મોટાભાગના ડાયરેક્ટર્સ રાજકારણના વિષય પર ફિલ્મો બનાવતા ડરે છે, અહીં વિવાદમાં ફસાવાનો મોટો ભય રહેલો છે. જે ફિલ્મ 'ઇંદુ સરકાર'માં તો સાચો પણ ઠર્યો છે. ફિલ્મ સતત વિવાદોમાં રહી છે. મધુર ભંડારકરે ભારતીય રાજકારણના સૌથી વિવાદાસ્પદ મુદ્દે ફિલ્મ બનાવવનું સાહિસક બીડું ઉપાડ્યું હતું, પરંતુ તેમનો આ સાહસિક પ્રયત્ન જોઇએ એટલો સફળ નથી થયો. ફિલ્મમાં કટોકટીની પરિસ્થિતિ અંગે કોઇ કોમેન્ટ કરવાથી ડાયરેક્ટર બચ્યા છે અને તેમણે ભાવનાત્મક લડાઇ પર વધુ ફોકસ કર્યું છે.

સત્ય ઘટનાઓનો ઉલ્લેખ

સત્ય ઘટનાઓનો ઉલ્લેખ

આ ફિલ્મમાં કટોકટીની પરિસ્થિતિ દરમિયાન દેશમાં ઘટેલ સત્યઘટનાઓ દર્શાવવામાં આવી છે, જેમ કે, જનસંખ્યા ઓછી કરવા માટે પુરૂોષોની નસબંધી, દિલ્હીને વધુ રૂડુ-રૂપાળું દર્શાવવા માટે ઝુગ્ગી વસ્તીઓના સફાયો, મીડિયા પર નિયંત્રણ મુકવું વગેરે. મધુર ભંડારકર અહીં ઘણા રાજકારણીઓના નામ લેવાથી બચ્યા છે. ગર્મ મિજાજ અધ્યક્ષનું પાત્ર અને લૂક્સ(નીલ નીતિન મુકેશ) સંજય ગાંધીથી પ્રેરિત છે. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું પાત્ર પણ સંદર્ભમાં જોવા મળે છે. 'પંચ સૂત્ર પ્રોગ્રામ' MISAનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

આ સંપૂર્ણ રીતે કીર્તિની ફિલ્મ છે. આ તેની સૌથી દમદાર ફિલ્મોમાંની એક બની રહેશે. ઇંદુના પતિના રોલમાં તોતા રોય ચૌધરીએ પ્રભાવશાળી એક્ટિંગ કરી છે. નીલ નીતિન મુકેશનો માત્ર કેમિયો રોલ છે, પરંતુ તેમનો સંજય ગાંધી જેવો દેખાવ અને ઉત્તમ એક્ટિંગ તમારા મન પર ઊંડી છાપ છોડવામાં સફળ રહેશે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

કેઇકો નાખડાની સિનેમેટોગ્રાફી શાનદાર છે, ફિલ્મ તમને સફળતાપૂર્વક ઇમરજન્સિ સમયના ભારતની મુલાકાત કરાવે છે. દેવેન્દ્ર મુર્દેશ્વરનું એડીટિંગ ધારદાર છે. મ્યૂઝિકમાં કંઇ ખાસ અલગ નથી. સોંગ 'ચંદા સૂરજ ધીરે ધીરે'ના લિરિક્સ ખૂબ અર્થપૂર્ણ છે. ફિલ્મમાં આ સોંગ ખૂબ યોગ્ય સમયે મુકવામાં આવ્યું છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

ઇંદુ સરકાર' ફિલ્મનો વિષય દમદાર છે, એક્ટર્સે પણ ખૂબ સુંદર કામ કર્યું છે. પરંતુ ફિલ્મમાં ઘણો વધારે મેલોડ્રામા મુકવામાં આવ્યો છે. આ કારણે કટોકટી પર ફિલ્મ જોવા આવેલ દર્શકો થોડા નિરાશ થઇ શકે છે.

English summary
Movie Review: Indu Sarkar. Read plot and rating of Indu Sarkar in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X