For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review: કહાની 2માં વિદ્યા બાલનની ધારદાર એક્ટિંગ તમને પકડી રાખશે

કહાની 2 ફિલ્મમાં ફરી એક વાર વિદ્યા બાલનનો જાદુ ચાલશે કે નહીં જાણો આ મૂવી રિવ્યૂમાં...

|
Google Oneindia Gujarati News

કહાની ફિલ્મ વિદ્યા બાલનના કેરિયરની એક અદ્ધભૂત ફિલ્મ હતી. આજે જ્યારે શુક્રવારે તેની આ જ સુપરહિટ ફિલ્મની સિક્વલ કહાની 2 રિલિઝ થઇ છે ત્યારે આ ફિલ્મ દર્શકો અને ક્રિટીકને ભારે આશા છે. અને તે વાતમાં કોઇ શંકા નથી કે ફરી એક વાર વિદ્યા બાલને તેની ધારદાર એક્ટિંગ કરીને આ ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે.

ત્યારે આ ફિલ્મના પ્લસ પોઇન્ટ માયન્સ પોઇન્ટથી લઇને ફિલ્મની સ્ટોરી, પ્લોટ, અને રેટિંગ વિષે વિગત વાર માહિતી વાંચો અહીં. સાથે જ જાણો જે દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જોઇ છે તેમનો આ અંગે શું રિસોપન્સ છે.

પ્લોટ

પ્લોટ

કહાની 2 ફિલ્મની શરૂઆત ચંદન નગર, વેસ્ટ બંગાળના નાઇટ સિનથી થાય છે. સુજોય ઘોષ સમય વેડફ્યા વગર વાર્તાની શરૂઆત કરે છે અને વિદ્યા સિન્હા(વિદ્યા બાલન) અને તેની પેરેલાઇઝ્ડ દીકરી મિનિની દિનચર્યાનો પરિચય આપે છે.વિદ્યા મિનિ પ્રત્યે ખૂબ પ્રોટેક્ટિવ છે અને તેને ન્યૂ યોર્કમાં બેસ્ટ ટ્રીટમેન્ટ અપાવવા ઇચ્છે છે.કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે એક દિવસ વિદ્યા ઓફિસથી ઘરે આવે છે અને તેને ખબર પડે છે મિનિ મિસિંગ છે.

પ્લોટ

પ્લોટ

થોડી જ વારમાં વિદ્યાને એક રહસ્યમયી ફોન કોલ આવે છે અને તે જણાવેલા એડ્રેસ પર જવા દોડે છે, પરંતુ રસ્તામાં વિદ્યાનો એક્સિડન્ટ થાય છે અને તે કોમામાં સરી પડે છે. ઇન્સ્પેક્ટ ઇન્દ્રજીત સિંઘ(અર્જુન રામપાલ)ના હાથમાં આ કેસ આવે છે અને તે વિદ્યાને જોઇને અચંબામાં પડી જાય છે. વિદ્યા એ જ દુર્ગા રાની સિંઘ છે, જે મર્ડર અને કિડનેપિંગ જેવા ગુના માટે વોન્ટેડ ક્રિમિનલ છે. ઇનવેસ્ટિગેશન દરમિયાન ઇન્સ્પેક્ટરને વિદ્યાના ઘરમાંથી એક કાળી ડાયરી મળી આવે છે, જેમાંથી વિદ્યા દુર્ગાના ભૂતકાળ સમાયેલો છે. આ ડાયરીમાંથી ઇન્સ્પેક્ટરને વાર્તાના ખોવાયેલી મુદ્દા મળી છે, જેને આધારે તે વિદ્યાની કહાનીને તેના અંત સુધી પહોંચાડે છે.

પ્લસ- માઇનસ પોઇન્ટ

પ્લસ- માઇનસ પોઇન્ટ

પ્લસ પોઇન્ટઃ શાનદાર અભિનય, રસપ્રદ સ્ક્રિનપ્લે, ફર્સ્ટ હાફ તમને પકડી રાખશે.

માઇનસ પોઇન્ટ્સઃ વાર્તાનો અંત પ્રેડિક્ટેબલ છે, જે દર્શકોને નિરાશ કરી શકે. જો કે પોપકોર્ન લેવા ઇન્ટરવલ પહેલાં તમે ઊભા નહીં થઇ શકો.

દિગ્દર્શન

દિગ્દર્શન

સુજોય ઘોષની પ્રથમ કહાની એ એક પ્રેગનન્ટ લેડીની વાર્તા હતી, જે પોતાના મિસિંગ હસબન્ડની શોધમાં કલકત્તા આવી હતી. જ્યારે સુજોયની આ બીજી કહાનીમાં સમાજના એક એવા મુદ્દાને ધ્યાનમાં લેવાયો છે જે હંમેશા જાણે-અજાણ્યે ખૂણામાં ધકેલાઇ જાય છે. દિગ્દર્શકની કમાલ એ છે કે તેમણે કોઇ પણ જાતના ભયાનક દ્રશ્યો વિના પણ વાર્તાના વિષયને ખૂબ સેન્સિટિવિટિ સાથે દર્શાવ્યો છે. ફિલ્મની વાર્તાના કેટલાક અંશો ટિપિકલ બોલિવૂડ પ્રથાને અનુસરે છે, પરંતુ ડિરેક્ટર સુજોય ઘોષની વાર્તા રજૂ કરવાની સ્પષ્ટ રીત દર્શકોનો મન પર ઊંડી અસર છોડશે.

"યે સેફ હે"

પ્રથમ કહાનીનો કોલ્ડ કિલર બોબ વિશ્વાસ તો સૌને યાદ જ હશે, જે "નમસ્કાર, એક મિનિટ" એમ કહી સામેવાળા પર ઠંડે કલેજે ગોળી ચલાવી દેતો. કહાની 2માં આ કામ એક લેડી કિલરે કર્યું છે, જે પોતાની સામેનાને રેઝર બ્લેડથી મારતાં પહેલા "યે સેફ હે" એમ કહે છે.

ટેકનિકલ પોઇન્ટ

ટેકનિકલ પોઇન્ટ

આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ તેનો ફર્સ્ટ હાફ છે જે તમને સિટ પર જકડી રાખશે. ટાઇટ સ્ક્રિનપ્લે અને સુંદર નેરેશન તમને સ્ક્રિન પરથી આંખ ખસેડવા નહીં દે. જો કે, ઇન્ટરવર્લ બાદની વાર્તા ઘણે ખરે અંશે પ્રેડિક્ટેબલ હોવાથી દર્શકોને નિરાશ કરશે. વાર્તામાં આવતા વળાંકો દર્શકોને કંઇ ખાસ નવા નહીં લાગે, તમે કોઇક રસપ્રદ ટ્વિસ્ટની રાહ જોતા રહી જશો. કહાનીનો ક્લાઇમેક્સ પ્રથમ ફિલ્મની સરખામણીમાં ઘણો ડલ છે. ડિરેક્ટર સુજોય ઘોષે આ મુદ્દાઓ પર વધુ ધ્યાન આપ્યું હોત તો કદાચ ફિલ્મ વધુ સારી બની હોત. ફિલ્મની વાર્તાની સરખામણીમાં તપન બાસુની સિનેમેટોગ્રાફી અને બંગાળના સિન વધારે પડતા સાદા લાગે છે. નમ્રતા રાઓનું શાર્પ એડિટિંગ આ ફિલ્મને વધુ ઉત્સાહજનક અને રસપ્રદ બનાવે છે.

સંગીતઃ કહાની 2માં કોઇ યાદગાર ગીતો નથી અને ફિલ્મને જોતાં તેની જરૂર પણ લાગતી નથી. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક વાર્તાના નરેશન સાથે ખૂબ સરસ રીતે બંધ બેસે છે.

અભિનય

અભિનય

વિદ્યા બાલને આ ફિલ્મમાં પણ ધારદાર એક્ટિંગ કરી છે. કહાની 1ના રોલની જેમ જ આ રોલને પણ તેણે ખૂબ સરસ રીતે ન્યાય આપ્યો છે. દરેક ફ્રેમના દરેક એક્સપ્રેશનમાં વિદ્યાએ પોતાની એક્ટિંગ ટેલેન્ટનો પરિચય આપ્યો છે.અર્જુન રામપાલે પોતાની આગવી શૈલીમાં પણ ખૂબ સરસ એક્ટિંગ કરી છે. વાર્તાના તણાવપૂર્ણ સિનનમાં પણ થોડું હ્યુમર ઉમેરવામાં તેણે સફળતા મેળવી છે. જુગલ હંસરાજ આ ફિલ્મમાં સરપ્રાઇઝ પેકેજ છે, આ પહેલાં કોઇએ તેને આવા અવતારમાં નહીં જોયો હોય. નાઇશા ખન્નાએ ખૂબ ઉત્તમ અભિનય કર્યો છે, વિદ્યા બાલન સાથેના તેના બધા જ સિન હાર્ટ-ટચિંગ છે.

ફાઇનલ વર્ડિક્ટ

ફાઇનલ વર્ડિક્ટ

સુજોય ઘોષના ફાઇન પર્ફોમન્સને નિષ્કર્ષણ આપતા પાવર-પેક ડિરેક્શન માટે આ ફિલ્મ જોઇ શકાય. જો તમને કોઇ થ્રિલર જોવાની ઇચ્છા હોય તો એ માટે દુર્ગા રાની સિંઘની આ કહાની તમારે માટે પરફેક્ટ છે. જો તમે વિદ્યા બાલનના ફેન હોવ તો આ ફિલ્મ ચોક્કસ જોઇ શકાય.

English summary
Kahaani 2 movie review is here. Directed by Sujoy Ghosh, featuring Vidya Balan, Arjun Rampal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X