For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપૂર એન્ડ સન્સ ફિલ્મનો રિવ્યૂ: પ્રેમ, દુશ્મની, કોમેડી બધુ છે અહીં.

|
Google Oneindia Gujarati News

શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કપૂર એન્ડ સન્સ આજે રિલિઝ થઇ ગઇ છે. વર્ષ 2016ની પહેલી હેપ્પી ગો લકી ફિલ્મ બોક્સ ઓફિસ માટે કેટલી લકી સાબિત થશે તે તો આવનારો સમય જ કહેશે પણ રિયલ લાઇફ જોડી આલિયા અને સિદ્ધાર્થી મલ્હોત્રાને રીલ લાઇફમાં પ્રેમ કરતા જોવાની તેમના ફેન્સની ઇચ્છા આ ફિલ્મથી જરૂરથી પૂરી થઇ છે.

જો કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને આલિયાને ફવાદ ખાને રીતસરના સાઇડલાઇન કરી દીધા છે. તો ક્યૂટ નોટી દાદાજીના રૂપમાં ઋષિ કપૂરની એક્ટીંગ પણ સરસ છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનની જરૂર છે પણ તેને જોઇને તમે તેને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ બિલકુલ નહીં માનો કારણ કે આ ફિલ્મ ખૂબ જ રિયલ લાગે છે. ત્યારે આ પારિવારિક ફિલ્મની શું સારી ન સારી વાતો છે આ ફિલ્મ જોવી કે નહીં તે વિષે વધુ જાણો અહીં...

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે પરફેક્ટ ફેમિલી જેવું કંઇ હોતું જ નથી. આ ફિલ્મ બે ભાઇનો પર આધારિત છે રાહુલ (ફવાદ ખાન) જે એક સફળ નવલકથા કાર છે. અને એક પરફેક્ટ પુત્ર છે. અને બીજો તેનો અંડર અચિવર ભાઇ (સિદ્ધાર્થ મલ્હોત્રા) પર જેને ઘરના લોકો હંમેશા રાહુલ જેવો બનવાનું કહ્યા રાખે છે.

સ્ટોરી

સ્ટોરી

આ બન્ને ભાઇઓ મને કમને વર્ષો પછી તેમના 90 વર્ષના દાદા (ઋષિ કપૂર)ની અંતિમ ઇચ્છાના ભાગ રૂપે તમિલનાડુના કૂનરમાં તેમના પરિવારને મળવા આવે છે. જ્યાં અટપટા સંબંધોના ભેદ પણ ખુલે છે અને સાથે જ બન્ને બાજુમાં રહેતી છોકરી ટીઆ (આલિયા ભટ્ટ)ને પણ મળે છે.

ફવાદ ખાન

ફવાદ ખાન

આ ફિલ્મમાં ફવાદ ખાનની એક્ટિંક વખાણવા લાયક છે વળી તે આ ફિલ્મમાં ખૂબ જ હોટ પણ લાગે છે. તેમનું પાત્ર પણ દમદાર છે અને તેમની એક્ટિંગ પણ સારી છે.

સિદ્ધાર્થ

સિદ્ધાર્થ

સિદ્ધાર્થની એક્ટિંગમાં તેમની પહેલાની ફિલ્મો કરતા ઇમપ્રુવમેન્ટ જોવા મળે છે. વળી આલિયા સાથે તેમનો ઓનસ્ક્રીન રોમાન્સ પણ અપીલિંગ લાગે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આ ફિલ્મનો ચાર્મ આલિયા ભટ્ટ છે. તે આ ફિલ્મ ક્યૂટ સ્વીટ બબલી લાગે છે. તેમના આવા રોલમાં જોવું પણ ગમે તેવું છે.

ઋષિ કપૂર

ઋષિ કપૂર

આ ફિલ્મના ક્યૂટ નોટી દાદા તરીકે ઋષિ કપૂર સુપર સ્વીટ લાગે છે. તેમનો રોલ મહત્વનો છે અને તે આ ફિલ્મને જોડી રાખે છે.

ધર્મા પ્રોડક્શન પણ હટકે

ધર્મા પ્રોડક્શન પણ હટકે

સામાન્ય રીતે ધર્મા પ્રોડક્શનની ફિલ્મો તેના ભવ્ય સેટ, ડિઝાઇનર કપડા, ફેમિલી ડ્રામા માટે જાણીતી છે પણ આ ફિલ્મ ધર્માની ફિલ્મ હોવા છતાં બિલકુલ પણ તેવી નથી લાગતી. ઉલ્ટાની ખૂબ જ રિયલ લાગે છે જે તેનો સારો પોઇન્ટ છે.

ડાયરેક્શન અને સિક્પટીંગ

ડાયરેક્શન અને સિક્પટીંગ

આ ફિલ્મનું ડાયરેક્શન અને લેખન બન્ને સરસ છે. આ ફિલ્મ તમને છેલ્લે સુધી પકડી રાખે છે. આ ફિલ્મ તમને એક રિયલ ફેમિલીનો અહેસાસ અપાવે તેવું છે.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

જો તમને પારિવારિક ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ જોવી રહીં. પરિવાર, સંબંધો, પ્રેમ પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ભારતીય પરિવારો તેમના બાળકોથી ખૂબ જ ઊંચી આશાઓ બાંધીને રાખે છે જેના કારણે ધણીવાર બાળકો ગૂંગામણ અનુભવે છે.

English summary
Kapoor And Sons is finally in the theaters near you and this is one film you would not want to miss. For a long time one expected this movie to be another disaster like Shaandaar or an average film like Ek Main Aur Ek Tu, Shakub Batra's previous film, but turns out, it is just the opposite.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X