For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MovieReview: વર્ષ 2016ની ક્લાસિક લવ સ્ટોરી, મિજિયા

|
Google Oneindia Gujarati News

ભારતમાં લોકકથા ઓ ઘણી જ ફેમસ છે. એમાંની જ એક કહાની પર બની છે મિજિયા. ફિલ્મ મિજિયા મિર્જા અને સાહિબાની પ્રેમકહાની છે. મિર્જા અને સાહિબાની પ્રેમકહાની પણ ટ્રૅજિદીથી ભરપૂર છે.

રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ આ કહાનીને ખુબ જ સુંદર રીતે પરદા પર ઉતારી છે. ફિલ્મની કહાની લખી છે ગુલઝારે. ફિલ્મમાં મિર્જાનો રોલ હર્ષવર્ધન અને સાહિબાનો રોલ સૈયામી ખેરએ કર્યો છે અને તેમને પોતાના રોલ સાથે પૂરતો ન્યાય કર્યો છે.

કહાની

કહાની

આખી ફિલ્મમાં બે સમાંતર કહાની ચાલતી હોય છે. એક કહાની મિર્જા અને સાહિબાની, જયારે બીજી કહાની મોનિશ અને સુચિત્રાની. એટલે તમને ક્યાંક ને ક્યાંક અંદાઝો આવી જશે કે આગળની કહાનીમાં કયો સીન આવશે. કારણકે પહેલી કહાનીમાં તમે તેને જોઈ ચુક્યા હોવ છો.

કહાની

કહાની

મિર્જા અને સાહિબા બંને નાનપણથી એકબીજાને પ્રેમ કરતા હતા. મિર્જાની તિરંજાદી તો સાહિબાની ખુબસુરતી. પરંતુ જીવન સ્તરમાં અંતર હોવાના કારણે તેઓ એક નથી થઇ શકતા. સાહિબાના લગ્ન કોઈ બીજા સાથે થવા જઈ રહ્યા હોય છે ત્યાં જ રાત્રે મિર્જા ત્યાં આવેને સાહિબાને ભગાડી જાય છે.

કહાની

કહાની

રાત્રે બંને કે ઝાડ નીચે આરામ કરતા હોય છે. ઘોડાના અવાઝથી મિર્જાની ઉંગ તૂટે છે. મિર્જાનો પીછો કરતા લોકો નજીક આવી રહ્યા હોય છે. મિર્જા લડવા માટે પોતાના તિર કાઢવાની કોશિશ કરે છે. ત્યારે તેના બધા જ તીર બે ટુકડાઓમાં તૂટી પડ્યા હોય છે.

કહાની

કહાની

એક તીર આવીને મિર્જાની છાતી ચીરી નાખે છે. મિર્જા મરતા મરતા સાહિબા સામે એક સવાલિયા નજરે જુએ છે. ત્યારે જ બીજું તીર આવે છે જેને સાહિબા પોતાના પર લઇ લે છે. સાહિબા એવું કેમ કરે છે તે જાણવા માટે તમારે સિનેમાઘર સુધી જવું પડશે.

કહાની

કહાની

નિર્દેશકે મિર્જા અને સાહિબાની કહાનીને નવા જમાનાના પ્રેમીને જોડીને દર્શાવી છે. જોધપુરમાં રહેતા મોનિશ અને સુચિત્રાની કહાની. આ કહાનીમાં બધું એવું જ છે જેવું મિર્જા અને સાહિબાની કહાનીમાં છે. અંતમાં જયારે મોનિશ ગોળી ચલાવવા માટે બંદૂક ઉઠાવે છે ત્યારે બંદૂકમાં ગોળી હોતી જ નથી. તે સુચિત્રાને એક સવાલિયા નજરે જુએ છે. ત્યારે એક ગોળી આવને તેને લાગી જાય છે.

નિર્દેશન

નિર્દેશન

જોવાની વાત કરવામાં આવે તો મિજિયા વર્ષ 2016ની ખુબસુરત ફિલ્મ ચોક્કસ ગણાવી શકાય. પરંતુ ખુબસુરતીની વચ્ચે તેઓ કહાનીને રસપ્રદ બનાવવાનું ભૂલી ગયા. આખી ફિલ્મમાં હર્ષવર્ધન અને સૈયામી ખેર વચ્ચે એક પણ એવો સીન નથી જેને તમે ઉમદા કહી શકો.

અભિનય

અભિનય

પોતાની પહેલી ફિલ્મના હિસાબે હર્ષવર્ધન અને સૈયામી ખેરએ ખુબ જ સારું કામ કર્યું છે.

સંગીત

સંગીત

ફિલ્મનું સંગીત શંકર અહેશાન લોયે આપ્યું છે. જે ખુબ જ સુંદર છે. ફિલ્મ કવિતાની જેમ લખવામાં આવી છે. જે તમને કવિતાના માધ્યમથી ફિલ્મ જોવી ગમે છે તો ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

સારી વાત

સારી વાત

ફિલ્મનું સંગીત, ગ્રાફિક્સ અને અભિનય ખુબ જ સારા છે.

ખરાબ વાતો

ખરાબ વાતો

ફિલ્મમાં કોઈ પણ કિરદારને વધારે સ્કોપ નથી આપવામાં આવ્યું. કહાની દમદાર બનતા બનતા કમજોર રહી ગયી. પહેલો ભાગ સુંદર છે બીજો ભાગ તમને બોર કરી નાખશે.

જોવી કે નહીં

જોવી કે નહીં

ફિલ્મ એકવાર તો ચોક્કસ જોવી જોઈએ તેની ખુબસુરતીના કારણે.

English summary
Read the review of Mirzya starring Harshvardhan Kapoor and Saiyami Kher.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X