For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FilmReview: 3 હીરોવાળી ફિલ્મ 'રંગૂન'નો બેસ્ટ હીરો કંગના રણાવત

કંગના રણાવત, શાહિદ કપૂર અને સેફ અલી ખાનને ચમકાવતી વિશાલ ભારદ્વાજની ફિલ્મ રંગૂન રિલિઝ થઇ ચૂકી છે. જાણો ફિલ્મનો રિવ્યૂ..

By Shachi
|
Google Oneindia Gujarati News

સ્ટાર કાસ્ટ - શાહિદ કપૂર, કંગના રણાવત, સૈફ અલી ખાન
ડાયરેક્ટર - વિશાલ ભારદ્વાજ
પ્રોડ્યૂસર - સાજિદ નડિયાદવાલા, વિશાલ ભારદ્વાજ, વાયકૉમ 18
લેખક - મેથ્યૂ રૉબિન્સ, વિશાલ ભારદ્વાજ, સબરીન ધવન
ખૂબી - સ્ટાર્સની એક્ટિંગ, રજૂઆત
ખામી - સાદી વાર્તા, બોરિંગ ક્લાઇમેક્સ
કેટલા સ્ટાર - 3

પ્લોટ

પ્લોટ

વર્ષ 1943, જ્યારે ભારત બે ભાગલાઓમાં વહેંચાયેલું હતું. મહાત્મા ગાંધી અને અહિંસાના સમર્થકો તથા સુભાષ ચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીના સમર્થકો, જેમનું સૂત્ર હતું, શત્રુઓના હાથે મરવા કરતાં શત્રુઓનો જ ખાતમો કરવો. આ અરાજકતા ભર્યા વાતાવરણમાં વાર્તા શરૂ થાય છે. વાર્તાના ત્રણ મુખ્ય પાત્રો છે, મિસ જુલિયા (કંગના રણાવત), જે 40ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ છે, જેની પર એક પારસી પ્રોડ્યૂસર અને એક્શન હીરો (સૈફ અલી ખાન) ફિદા હોય છે. આ પ્રેમ પ્રકરણને કારણે પારસી પ્રોડ્યસરનું લગ્નજીવન જોખમમાં છે.

પ્લોટ

પ્લોટ

બ્રિટિશ આર્મી જુલિયાને બર્માના સૈનિકોના ટ્રૂપને એન્ટરટેઇન કરવા મોકલે છે, જ્યાં તેની મુલાકાત જમાદાર નવાબ મલિક(શાહિદ કપૂર) સાથે થાય છે. નવાબ મલિક પર જુલિયાની સુરક્ષાની જવાબદારી આવે છે અને ધીરે-ધીરે આ બંન્ને વચ્ચે પ્રેમ થાય છે. નવાબ મલિકને કોઇ પણ ભોગે ભારત પાછા ફરવું છે. આગળ આ પ્રેમવાર્તા નું શું થાય છે એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી રહી.

ડાયરેક્શન

ડાયરેક્શન

પોતાની આગળની ફિલ્મોથી વિપરીત, ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે ખૂબ સિમ્પલ રીતે આ વાર્તા દર્શકો સામે મૂકી છે. સ્ટાર કાસ્ટ લાજવાબ છે, પરંતુ ફિલ્મનો પ્લોટ અને વાર્તા કેટલેક અંશે નબળા લાગે છે. ફિલ્મની વાર્તામાં ઇમેશનલ કનેક્ટનો અભાવ છે. ત્રણેય કલાકારોની એક્ટિંગ અદભૂત છે. ફિલ્મના કાવ્યાત્મક સંવાદો પસંદ પડે એવાં છે. ફર્સ્ટ હાફ મંદ છતાં કેટલેક અંશે રસપ્રદ છે. ફિલ્મની રજૂઆત સુંદર છે, પરંતુ એડિટિંગ નબળું છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

ફિલ્મની રિયલ હીરો કંગના રણાવત છે. જુલિયાના રોલમાં કંગનાનું પર્ફોમન્સ અત્યંત સુંદર છે. શાહિદ કપૂર કંગના સાથે પોતાની કેમેસ્ટ્રીથી લોકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહ્યો છે. શાહિદ કપૂર પાસે આ ફિલ્મમાં ખાસ તક નહોતી, આમ છતાં તેની એક્ટિંગ શાનદાર છે. તો સામે સૈફ પણ ફિલ્મ પ્રોડ્યૂસરના રોલમાં ફિટ બેસે છે, ખૂબ ઓછા સિનમાં પણ તે પોતાની અસર ઉપજાવવામાં સફળ રહ્યો છે.

અહીં વાંચો

અહીં વાંચો

OUCH : આ પાકિસ્તાની એક્ટ્રેસે સલમાન ખાનની મજાક ઉડાવીOUCH : આ પાકિસ્તાની એક્ટ્રેસે સલમાન ખાનની મજાક ઉડાવી

English summary
Rangoon movie review - Directed by Vishal Bhardwaj featuring Shahid Kapoor, Saif Ali Khan and Kangana Ranaut.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X