For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : માત્ર પ્રેમી પંખીડાઓને જ ગમશે આકાશ વાણી

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : આકાશ વાણી
કલાકાર : કાર્તિક તિવારી, નુશરત ભરૂચા, ગૌતમ મહેરા, સના શેખ
નિર્માતા : અભિષેક પાઠક, મંગત પાઠક
દિગ્દર્શક : લવ રંજન સિન્હા
ગીત : હિતેશ સોનિક
રેટિંગ : ***

સમીક્ષા : કૉલેજ લાઇફમાં પગલું મૂકતા જ દરેક ટીનેજરને પ્રેમજરૂર થાય છે. કોઈ વ્યક્ત કરી દે છે, તો કોઈ ડિગ્રી મેળવતાં સુધી પોતાનો પ્રેમ હૃદયમાં ધરબી રાખે છે અને ફૅરવેલ સાથે વિદાય થઈ જાય છે. આકાશ વાણી ફિલ્મ તેવા પાગલ પ્રેમીઓ માટે બનાવવામાં આવે છે કે જેમનો પ્રેમ કૉલેજ લાઇફમાં ઉદ્ભવે છે અને આગળ ચાલી તેઓ લગ્ન કરવાના સોગંધો લે છે. તેથી આ ફિલ્મ માત્ર પ્રેમી પંખીડાઓને જ ગમશે રહી વાત પરિણીતો કે વડીલાઓની, તો આ ફિલ્મ તેમના માટે નથી જ. નિર્માતા લવ સિન્હાએ પોતાની આ રોમાન્ટિક ફિલ્મમાં કૉલેજ તથા યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને આકર્ષવાના પ્રયત્નો કર્યાં છે, પરંતુ તેઓ ખાસ સફળ થઈ શક્યાં નથી.

Kartik-Nushrat

ફિલ્મ તેવા લોકોને જરૂર ગમશે કે જેઓ હાલ કોઈને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. હકીકતમાં આ ફિલ્મમાં પ્રેમ લગ્ન વિરુદ્ધ માતા-પિતાની વાત મૂકવા માટે બે પ્રેમીઓ જુદા-જુદા ઍરેંજ મૅરેજ કરી લે છે અને પછી તેને અયોગ્ય સાબિત કરવાના પ્રયત્નો કરે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ સારો છે, પરંતુ મધ્યાંતર બાદ કંટાળાજનક છે.

વાર્તા : ફિલ્મની વાર્તા કંઈક આ પ્રકારની છે. દિલ્હીની સેંટ સ્ટિફંસ કૉલેજમાં આકાશ (કાર્તિક તિવારી) તથા વાણી (નુશરત ભરૂચા) અભ્યાસ કરવા આવે છે. અભ્યાસ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. કૉલેજ ખતમ થયા બાદ બંને લગ્ન કરવાનો પ્લાન બનાવે છે, પરંતુ તેના માટે જરૂરી હતી મમ્મી-પપ્પાની મંજૂરી. વાણી પોતાના મોટા બહેનના લગ્નમાં આકાશના મમ્મી-પપ્પાને પોતાના મમ્મી-પપ્પા સાથે મેળવવાનો પ્લાન બનાવે છે, પરંતુ લગ્નના એક દિવસ અગાઉ જ વાણીના મોટા બહેન પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે. મોટા બહેનના આ પગલા બાદ માતા-પિતા વાણીના લગ્ન પણ વહેવાલમાં વહેલી તકે કરવાનું નક્કી કરી લે છે. રોજેરોજના મહેણા-ટોણા સાંભળી વાણી થાકી જાય છે અને પોતાના પૅરેંટ્સની મરજી મુજબ લગ્ન કરી લે છે.

વાણીનો પતિ તેની ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કરે છે. આ બધુ જાણવા છતા માતા-પિતા સમાજના ભયથી તેને કહે છે કે તે લગ્નને નિભાવે, નહિંતર બદનામી થશે. એક દિવસ જ્યારે કૉલેજનો રી-યુનિયન ડે હોય છે, ત્યારે વાણીની મુલાકાત આકાશ સાથે થાય છે અને ત્યારે આકાશ તેની મુંઝવણને સમજે છે અને તેને તેના પતિના ચુંગાલમાંથી મુક્ત કરાવી લે છે. ફિલ્મમાં એક્ટિંગની બાબતમાં કાર્તિકનો અભિનય નુશરત કરતાં ઘણો સારો છે. જોકે નુશરતે મધ્યાંતર બાદના સીન્સમાં સારી એક્ટિંગ કરી છે. સના શેખે પણ પોતાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. સરવાળે ફિલ્મ ઠીકઠાક છે.

English summary
Once again producer Luv Ranjan has presented a romantic movie. Name is Aakash Vani. Read film review of Aakash Vani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X