તૈમૂર બાદ કરીનાએ કામ શરૂ કરતાં સૈફ કેમ થયો નારાજ?

બાળકના જન્મ બાદ લાંબા સમયે કરીના કપૂરે મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેણે પુત્ર તૈમુર, સૈફ અને ફિલ્મોમાં પાછા ફરવા અંગે પણ વાતો કરી હતી.

Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે તેના સ્ટારડમને ખૂબ એન્જોય કર્યું છે. રિલેસનશિપ્સ હોય કે પ્રેગનન્સી ફેઝ, કરીના હંમેશા લાઇમલાઇટમાં રહી છે. હાલમાં જ બાળકના જન્મ બાદ લાંબા સમયે તેણે મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેણે પુત્ર તૈમુર, સૈફ અને ફિલ્મોમાં પાછા ફરવા અંગે પણ વાતો કરી હતી.

કરીના BBC માટે કામ કરે એ સૈફને પસંદ નથી

કરીના કપૂરને એક નવી ચેનલના ફેસ તરીકે પસંદ કરવામાં આવી છે, તે પ્રગેનન્ટ હતી ત્યારે જ તેણે આ ચેનલના એડ કેમ્પેન માટે શૂટિંગ કર્યું હતું. સોની બીબીસી અર્થ ચેનલની બ્રાન્ડ એમ્બેસેડર બની છે કરીના કપૂર. આ અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે, સૈફને બીબીસી ચેનલ ખૂબ જ પસંદ છે, તે હંમેશા આ ચેનલ જોતો હોય છે. આથી એને લાગે છે કે, તેમણે ચેનલ લોન્ચ માટે મારો નહીં, સૈફનો અપ્રોચ કરવો જોઇતો હતો.

સ્ક્રિપ્ટ પસંદગી અને બાળક બે અલગ બાબત

બાળક આવ્યા બાદ હવે તે ફિલ્મોમાં પાછી ફરશે કે કેમ એ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, હું સ્ક્રિપ્ટ વાંચી રહી છું, મારું ફોકસ હજુ પણ મારા કામ પર જ છે. હું પ્રેગનેન્ટ હતી, ત્યારે પણ હું કામ કરતી હતી. હું એક સમયે એક જ ફિલ્મ કરવા માંગુ છું. સ્ક્રિપ્ટ પસંદગી અને બાળકને કોઇ લેવા-દેવા નથી, આ મારું કરિયર છે અને હું મારી રીતે જ ફિલ્મો પસંદ કરીશ.

મધરહુડ એ ખૂબ વ્યક્તિગત અનુભવ છે

બાળક આવ્યા બાદ લાઇફસ્ટાયલમાં શું ફેરફારો આવ્યા છે, એવા સવાલના જવાબમાં કરીનાએ કહ્યું કે, હું અને સૈફ અમારું કામ એ રીતે મેનેજ કરીએ છીએ, જેથી બેમાંથી કોઇ એક હંમેશા તૈમુરની સાથે રહે. એડવેન્ચર તો હજુ શરૂ થયું છે, મધરહુડ મારા માટે એટલો વ્યક્તિગત અનુભવ છે કે હું કરિશ્મા પાસે પણ ટિપ્સ નથી લઇ શકતી. બાળકને કારણે ઉજાગરા કરવા પડે છે કે નહીં, એના જવાબમાં કરીનાએ હસીને કહ્યું કે, મારી રાતો સ્લિપલેસ નથી હોતી, ખુશી અને ઉત્સાહથી ભરપૂર હોય છે.

ગ્લેમરનો જાદુ વિખેરવામાં નિષ્ફળ કરીના

કરીનાના પ્રેગનન્સી ફેઝમાં તે પોતાના મેટરનલ આઉટફિટ માટે ખૂબ ચર્ચામાં રહી હતી અને તેના ખૂબ વખાણ પણ થયા હતા. પરંતુ આ વખતે જ્યારે તે મીડિયા સામે આવી ત્યારે એના આઉટફિટથી તેના ફેનને નિરાશા થઇ. વ્હાઇટ-સિલ્વર ગાઉનમાં કરીના સુંદર કે સ્ટાયલિશના સ્થાને અજીબ લાગતી હતી. તેનો લાઉડ મેકઅપ તેના આઉટફિટ સાથે મેચ નહોતો થતો. ઓવરડન મેકઅપના કારણે આ વખતે કરીના પોતાના ગ્લેમરનો જાદુ વિખેરવામાં નિષ્ફળ રહી.

English summary
Kareena Kapoor Khan feels priorities always change, and her priorities have changed too after son Taimur Ali Khan's birth.
Please Wait while comments are loading...