For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 કરોડ ક્લબના સુલતાન, હેપ્પી બર્થ ડે બજરંગી ભાઇજાન

આજે સલમાન ખાનના જન્મદિવસને દિવસે જાણો તેમની 100 કરોડિયા ફિલ્મોની સફરની કહાણી.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે 27 ડિસેમ્બરના રોજ સલમાન ખાન પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તેમના ફેન્સ તો છેલ્લા અઠવાડિયાથી આ દિવસની આતુરતાથી રાહ જોઇને બેઠા છે. સલમાન ખાન બોલિવૂડના એક એવા સ્ટાર છે, જે છેલ્લા 26 વર્ષોથી સતત સમાચારોમાં ચમક્યા છે. તેમની મસ્ક્યૂલર બોડી, અનેક ગર્લફ્રેન્ડ્સ, દબંગ મિજાજ, વિવિધ વિવાદો તો ક્યારેક કો-એક્ટર્સ સાથેના ઝગડાને લીધે તે સતત લાઇમલાઇટમાં રહે છે.

છેલ્લા 7-8 વર્ષોમાં સલમાન પોતાની ફિલ્મો થકી મેગા મૂવિ સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. સલમાન ફિલ્મમાં હોય એટલે તે ફિલ્મ બ્લોકબસ્ટર જ હોય! છેલ્લા 6 વર્ષોમાં આવેલી સલમાનની દરેક ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરી છે. આજે તેમના જન્મદિવસ પર અમે તમને જણાવીશું કે કેમ સલમાન બોક્સ ઓફિસના સુલતાન ગણાય છે.

'દબંગ'થી થઇ શરૂઆત

'દબંગ'થી થઇ શરૂઆત

સલમાન ખાનની 2009માં આવેલી 'વોન્ટેડ' હિટ રહી હતી, પરંતુ એ સિવાય આવેલી ફિલ્મો 'મેં ઓર મિસિસ ખન્ના', 'લંડન ડ્રીમ્સ', 'વીર' વગેરે સુપરફ્લોપ રહી હતી. ત્યાર બાદ ફાઇનલી 'દબંગ' આવી અને એ ફિલ્મથી સલમાનનો જે જાદુ છવાયો તે આજ સુધી બરકરાર છે. 2010માં આવેલી સલમાનની 'દબંગ'ની કમાણી છે 140 કરોડ અને આ સલમાનની પહેલી ફિલ્મ હતી, જે 100 કરોડ ક્લબમાં એન્ટર થઇ. ત્યાર બાદ સલમાન બોલિવૂડમાં છવાઇ ગયા. ત્યાર બાદ 2011માં આવેલી ફિલ્મ 'બોડીગાર્ડ' પણ 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી.

સલમાન હોય એટલે ફિલ્મ સુપરહિટ!

સલમાન હોય એટલે ફિલ્મ સુપરહિટ!

2011માં જ સલમાનની અન્ય એક ફિલ્મ આવી 'રેડી', સમીક્ષકોએ આ ફિલ્મને ખૂબ સાધારણ ગણાવી, પરંતુ દર્શકો માટે સલમાનનું ફિલ્મમાં હોવું જ પૂરતુ હતુ. આ ફિલ્મ પણ 100 કરોડનો આંકડો પાર કરી ગઇ. એક જ વર્ષમાં બે 100 કરોડની ફિલ્મો આપ્યા બાદ 2012માં સલમાને 'એક થા ટાઇગર' સાથે ધમાકેદાર એન્ટ્રી કરી, 15 ઓગસ્ટ, 2012ના રોજ રિલિઝ થયેલી આ ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરતા કરતા રહી ગઇ, આ ફિલ્મની કમાણી હતી 198 કરોડ!

ચુલબુલ પાંડે

ચુલબુલ પાંડે

આ જ વર્ષે સલમાનની 'દબંગ-2' પણ આવી અને ચુલબુલ પાંડેની આ બીજી ફિલ્મની કમાણી હતી 155 કરોડ. 2013માં સલમાન ખાનની કોઇ ફિલ્મ નહોતી આવી, પરંતુ ફરી એક વાર 2014 જાન્યૂઆરીમાં સલમાને 'જય હો' સાથે જોરદાર એન્ટ્રી મારી અને ફિલ્મે 111 કરોડની કમાણી કરી.

200 કરોડની 'કિક'

200 કરોડની 'કિક'

2014માં જ સલમાનની ફિલ્મ 'કિક' પણ આવી અને આ ફિલ્મ દ્વારા સલમાને પોતાનો જ 100 કરોડનો રેકોર્ડ તોડ્યો. સલમાનની આ ફિલ્મે 233 કરોડની કમાણી કરી. ત્યાર બાદ 2015ની ઇદ પર રિલિઝ થયેલી સલમાનની ફિલ્મ 'બજરંગી ભાઇજાન' દ્વારા સલમાને ફરી પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો. 'બજરંગી ભાઇજાન' ફિલ્મનું ટોટલ કલેક્શન હતું 320 કરોડ! 2015માં સલમાનની અન્ય એક ફિલ્મ આવી હતી 'પ્રેમ રતન ધન પાયો', આ ફિલ્મે પણ સલમાનના જોરે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી હતી.

સુલતાન સલમાન ખાન

સુલતાન સલમાન ખાન

2016માં સલમાનની ફિલ્મ સુલતાને તો પહેલા જ દિવસથી રેકોર્ડ તોડ્યા, 'સુલતાન' ફિલ્મને સૌથી વધુ ઓપનિંગ મળ્યું હતું. એ સિવાય 'સુલતાન' ઇદ પર આવેલી સૌથી મોટી રિલિઝ સાબિત થઇ. આ પહેલાં ઇદની સૌથી મોટી રિલિઝ હતી શાહરૂખની 'ચેન્નાઇ એક્સપ્રેસ'. સલમાનની આ ફિલ્મે કમાણીમાં 300 કરોડથી વધુનો આંકડો પાર કર્યો છે. ત્યાર બાદ હવે સૌની નજર સલમાનની આગામી ફિલ્મ 'ટ્યૂબલાઇટ' પર છે.

અહીં વાંચો

અહીં વાંચો

MovieReview: આમિર અને તેની છોરીઓની પ્રેરણાત્મક સ્ટોરી છે દંગલMovieReview: આમિર અને તેની છોરીઓની પ્રેરણાત્મક સ્ટોરી છે દંગલ

English summary
Salman Khan 51st birthday special story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X