લુલિયાની વધતી ડિમાન્ડથી હેરાન-પરેશાન છે સલમાન..

Subscribe to Oneindia News

સલમાન ખાન આગળ કોઇની દબંગાઇ ચલતી નથી એ સૌ કોઇ જાણે છે. તેના વિશે કહેવાય છે કે, સલમાનને જ્યારે કોઇ ગમી જાય તો તેના માટે તે આકાશ-પાતાળ એક કરે છે અને જો એકવાર ઝગડો થયો તો પછી વાત ખલાસ. આજ-કાલ સલમાન ખાન ફરી એકવાર ગુસ્સાના મુડમાં દેખાઇ રહ્યાં છે.

આ વખતે તેના ગુસ્સાનો શિકાર થઇ છે, લુલિયા વેંતુર. તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે સલમાનનો ઝગડો થઇ છે. આ પાછળ એક નહીં, બે નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર છે. જો કે, આ બંન્નેના ઝગડા પાછળનું સૌથી મોટું કારણ Da-Bang ટૂર હોવાનું કહેવાઇ રહ્યું છે.

માલદીવમાં હોલિડે

થોડા સમય પહેલાં જ આ બંન્ને સલમાનના ફેમિલી સાથે માલદીવમાં હોલિડેની મજા માણતા નજરે પડ્યા હતા. સૌને લાગ્યું હતું કે, તેમની વચ્ચે બધુ બરાબર ચાલે છે પરંતુ એ વાત ખોટી છે. Zoom અનુસાર આ બંન્ને વચ્ચે મોટો ઝગડો થયો છે, જેની પાછળનું કારણ છે દબંગ ટૂર.

સલમાન ખાન સાથે પર્ફોમન્સ

ખબરો અનુસાર, સલમાનની ગર્લફ્રેન્ડ લુલિયાને આ દબંગ ટૂરમાં સલમાન સાથે પર્ફોમ કરવાની ઇચ્છા હતી. પરંતુ સલમાન ખાને લુલિયાની આ ડિમાન્ડ નકારી કાઢી. તેમણે લુલિયાને સાફ શબ્દોમાં ના પાડતાં કહ્યું કે, તે સલમાન સાથે પર્ફોમ ન કરી શકે.

લુલિયાની ડિમાન્ડ

લુલિયા તો એક સારી ગર્લફ્રેન્ડની માફક સલમાનને સપોર્ટ કરવા માટે Da-Bang ટૂર પર જવા માંગતી હતી. પરંતુ સલમાનને તેની આ ડિમાન્ડ બિલકુલ પસંદ ન પડી. સલમાનની ના પાછળનું કારણ પ્રોફેશનલ હતું કે પર્સનલ એ વાત બહાર નથી આવી.

હિમેશ પર પણ ગુસ્સો

એવા પણ સમાચાર છે કે, દબંગ ખાન પોતાના સિંગર મિત્ર હિમેશ રેશમિયાથી પણ નારાજ છે. આની પાછળનું કારણ પણ લુલિયા જ છે. લુલિયા અવાર-નવાર અલગ-અલગ ઇવેન્ટમાં હિમેશ સાથે પર્ફોમ કરતી જોવા મળે છે, સલમાન ખાનને આ વાત પસંદ નથી.

કરણ સિંહ ગ્રોવર માટે પણ નો અન્ટ્રી

આટલું જ નહીં, સલમાને પોતાની ફ્રેન્ડ બિપાશાના પતિ કરણ સિંહ ગ્રોવરને પણ આ ટૂર પર આવવાની ના પાડી દીધી છે. સલમાન ખાને ખૂબ પ્રેમથી અને પૂરી વિનમ્રતા સાથે બિપાશાને કહ્યું કે, તેઓ કરણ સિંહ ગ્રોવરને આ ટૂર પર ન લઇ જાય.

સલમાનનું ફરમાન

લાગે છે સલમાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ અલગ રાખવા માટે કટિબદ્ધ છે અને તેઓ ઇચ્છે છે કે આ ટૂર સફળ રહે. આથી તે આ બે બાબતો મિક્સ ન થાય એનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે. હાલ સલમાન આ ટૂર અને તે અંગેની લુલિયાની ડિમાન્ડમાં વ્યસ્ત છે, ટૂરથી પરત ફરતાં જ સલમાન આગામી ફિલ્મ ટ્યૂબલાઇટનું પ્રમોશન શરૂ કરશે.

અહીં વાંચો

પોતાની પહેલી ફિલ્મમાં SuperStars કંઇક આવા લાગતા હતા!!

આ સુપરસ્ટાર્સની ડેબ્યૂ ફિલ્મનો ફોટો જોશો, તો વિશ્વાસ જ નહીં થાય કે આ એ જ સ્ટાર છે જેની ફેશન સેન્ટ અને સ્ટાયલ સ્ટેટમેન્ટ પર લોકો ફિદા છે.

English summary
Salman Khan gets into an ugly fight with Iulia Vantur.
Please Wait while comments are loading...