સલમાને રોકી નાખી ટ્યુબલાઈટની શૂટિંગ, કબીર ખાને પણ માન્યું ઝગડો

Subscribe to Oneindia News

સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે ઝગડો થયો છે. આ વાત હાલમાં બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે ટ્યુબલાઈટના સેટ પર સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે દારૂને લઈને ઝગડો થઇ ગયો છે.

tubelight

ખરેખર સૂત્રોનું માન્યે તો સલમાન ખાન સાથે ફિલ્મના કેટલાક લોકો રાત્રે પાર્ટી કરતા હતા અને પાર્ટીનો મતલબ કે 2 કે 4 પેગ પછી બધા જ ડાઉન થઇ જતા હતા. જેના કારણે બીજા દિવસે કોઈ જ શૂટિંગ પર સમયસર આવતું ના હતું.

tubelight

આજ વાતને લઈને સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે ઝગડો થઇ ગયો. જેના કારણે સલમાન ખાન ગુસ્સે થઇ ગયા. કારણકે કબીર ખાને સાફ સાફ કહ્યું હતું કે તેમની પાર્ટી ના કારણે જ ફિલ્મની શૂટિંગ પર અસર પડી રહ્યો છે.

tubelight

આમ જોવા જઈએ તો કબીર ખાને આજે જ એક તસ્વીર પોસ્ટ કરીને આ બધી જ વાતોને અફવાહ ગણાવી છે. કબીર ખાને ટ્વિટર પર તેની અને સલમાન ખાનની એક તસ્વીર પોસ્ટ કરી અને કહ્યું કે જે પણ કહાની તેને અને સલમાનને લઈને ચાલી રહી છે તેના માટે આ ફોટો યોગ્ય રહેશે.

tubelight

જ્યાં એક તરફ કબીર ખાન બધું જ વ્યવસ્થિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યાં જ સલમાન ખાન શૂટિંગ વચ્ચે જ છોડીને મુંબઈ ચાલ્યા ગયા છે. ફિલ્મનું એક અઠવાડિયાનું સિડ્યુલ બાકી છે અને સલમાન ખાન એક દિવસ પણ વધારે મનાલીમાં રોકાવવા નથી માંગતા.

tubelight

tubelight

English summary
Salman Khan Kabir Khan war intensifies leaves shoot midway!
Please Wait while comments are loading...