સોફિયા એક, અવતાર અનેક..લગ્નના માંડવે આ નન બની ગ્રીક રાણી

Subscribe to Oneindia News

હોટ મોડેલ માંથી નન બનેલી સોફિયા હયાતે આખરે 24 એપ્રિલના રોજ Vlad Stanescu સાથે લગ્ન કરી ઘર માંડ્યું છે. થોડા સમય પહેલાં જ સોફિયાએ પોતાની સગાઇની જાહેરાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે કરાવેલ હોટ પ્રિ-વેડિંગ ફોટોશૂટ ના ફોટોઝ પણ શેર કર્યા હતા.

રોમાનિયાના Vlad સાથે કર્યાં લગ્ન

24 એપ્રિલના રોજ સોફિયાએ પોતાના ફિયોન્સ Vlad Stanescu સાથે લગ્ન કર્યા છે. સોફિયાનો હસબન્ડ મૂળ રોમાનિયાનો છે અને તે કોઇ મોડેલ કે એક્ટર નહીં, પરંતુ એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે. આ લગ્નમાં સોફિયાએ માત્ર કેટલાક નજીકના સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું.

વેડિંગ ગાઉન

પોતાના મેરેજ ફંક્શનમાં સોફિયા ગોલ્ડન વેડિંગ ગાઉનમાં જોવા મળી હતી. તે ખૂબ ગ્લેમરસ લાગી રહી હતી, પરંતુ તેનો આ અંદાજ તેના બોલ્ડ ડ્રેસિંગથી જરા હટકે હતો. તેમના લગ્નની થિમ અંગે અનેક લોકોને સવાલ થઇ રહ્યાં છે, કારણ કે મેરેજના ફોટોઝમાં સોફિયા અને Vlad માથે મુગટ જેવા ટિયારા પહેરીને ઊભેલા જોવા મળે છે.

માત્ર એક જ અઠવાડિયામાં લીધો નિર્ણય

સોફિયાની દરેક વાતની જેમ, તેની લવ સ્ટોરીનું કન્ફેશન પણ આશ્ચર્યજનક હતું. તેણે સોશિયલ મીડિયા પર આ અંગે લખ્યું હતું કે, તેણે Vlad સાથેના એક અઠવાડિયાના રિલેશન બાદ જ લગ્નનો નિર્ણય લઇ લીધો હતો અને તે જ સમયે તેણે સગાઇની ઘોષણા કરી હતી.

યૌન ઉત્પીડનની કરી હતી ફરિયાદ

સોફિયા હયાત કોન્ટ્રોવર્સિ ઊભી કરવા માટે પ્રખ્યાત છે. થોડા સમય પહેલાં જ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે હજ યાત્રા દરમિયાન તેનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું. વીડિયોમાં તેણ કહ્યું હતું કે, મક્કામાં ભીડ હોવાને કારણે હું મારા ફિયોન્સથી છૂટી પડી ગઇ હતી. ત્યારે લાઇનમાં ઊભેલા એક અજાણ્યા વ્યક્તિએ મને ખોટી રીતે અડવાનો અને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે મારું ઉત્પીડન કરી રહ્યો હતો.

પ્રિવેડિંગ ફોટોશૂટ

આ બનાવના થોડા સમય પહેલાં જ તેણે પોતાના ફિયોન્સ સાથે કરાવેલ હોટ ફોટોશૂટને કારણે તે ખૂબ ચર્ચામાં રહી હતી. તેના આ ફોટોઝને ઘણાએ અશ્લીલ અને આપત્તિજનક પણ ગણાવ્યા હતા.

અહીં વાંચો - સોફિયાનું HOT ફોટોશૂટ! પહેલાં બની નન, હવે કરશે લગ્ન!

English summary
Sofia Hayat got married. See wedding pics.
Please Wait while comments are loading...