For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટા પડદાની સશક્ત મહિલાઓ : નરગિસથી વિદ્યા બાલન!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 માર્ચ : આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ પ્રસંગે સમગ્ર દેશમાં મહિલા સંબંધી કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. મહિલાઓની બાબત આવે, ત્યારે બૉલીવુડ પણ પાછળ ન રહે. બૉલીવુડે પણ મહિલાઓમાં જાગૃતિ લાવવાના અનેક પ્રયત્નો કર્યાં છે અને અનેક એવી ફિલ્મો પણ બનાવી છે.

બૉલીવુડની અનેક એવી ફિલ્મો રહી છે કે જેમાં એક મહિલા પર આધારિત વાર્તા હોય અને તે મહિલાનું સશક્ત ચિત્રાંકન કરવામાં આવ્યું હોય. આવી ફિલ્મોમાં ટોચે તો નરગિસ અભિનીત મધર ઇન્ડિયા ફિલ્મ જ ગણાશે. મધર ઇન્ડિયા ફિલ્મમાં એક સશક્ત ભારતીય નારીનું જે ચિત્રણ કરવામાં આવ્યું, તેના વખાણ સતત થતા રહ્યાં છે. ફિલ્મમાં નરગિસે આવી સશક્ત મહિલાનું પાત્ર જીવી બતાવ્યુ હતું. જૂના જમાનામાંથી જો આજના જમાનામાં આવીએ, તો બૉલીવુડમાં વિદ્યા બાલન વુમેન આઇકૉન ગણાય છે. તેમની અનેક ફિલ્મો મહિલા પ્રધાન ફિલ્મો છે.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડની મહિલા શક્તિ :

નરગિસથી વિદ્યા

નરગિસથી વિદ્યા

મધર ઇન્ડિયા ફિલ્મમાં નરગિસે આવી સશક્ત મહિલાનું પાત્ર જીવી બતાવ્યુ હતું. જૂના જમાનામાંથી જો આજના જમાનામાં આવીએ, તો બૉલીવુડમાં વિદ્યા બાલન વુમેન આઇકૉન ગણાય છે. ચાલો જોઇએ વિગતવાર.

નરગિસ-મધર ઇન્ડિયા (1997)

નરગિસ-મધર ઇન્ડિયા (1997)

નરગિસે મધર ઇન્ડિયામાં રાધાના પાત્રને જીવંત બનાવી દીધુ હતું. ફિલ્મમાં રાધા પતિ ભાગી ગયા બાદ બે દીકરાઓને સંઘર્ષ કરી ઉછેરે છે. જ્યારે એક દીકરો અવળે રસ્તે જતો રહે છે, તો આ રાધા તેનુ ખૂન કરતા પણ નથી ખચકાતી.

શબના આઝમી-અર્થ (1982)

શબના આઝમી-અર્થ (1982)

અર્થ ફિલ્મમાં શબાના આઝમીએ પૂજા તરીકેનું સશક્ત પાત્ર ભજવ્યુ હતું.

સ્મિતા પાટિલા-મિર્ચ મસાલા (1987)

સ્મિતા પાટિલા-મિર્ચ મસાલા (1987)

મિર્ચ મસાલા ફિલ્મમાં સ્મિતા પાટિલે શાનદાર ભૂમિકા ભજવી હતી. હાલની ગુલાબ ગૅંગ મિર્ચ મસાલાથી જ પ્રેરિત કહેવાય છે.

મિનાક્ષી શેષાદ્રી-દામિની (1993)

મિનાક્ષી શેષાદ્રી-દામિની (1993)

દામિની ફિલ્મમાં મિનાક્ષી શેષાદ્રીએ દામિનીનો રોલ કર્યો હતો કે જે બળાત્કારનો ભોગ બનેલી એક યુવતીને ન્યાય અપાવવા પોતાના પરિવારની વિરુદ્ધ જાય છે.

માધુરી દીક્ષિત-મૃત્યુદંડ (1997)

માધુરી દીક્ષિત-મૃત્યુદંડ (1997)

મૃત્યુદંડ ફિલ્મમાં નવવિવાહિત મહિલાનો પોતાના પતિના ગામમાં કરાયેલો સંઘર્ષ દર્શાવાયો છે. તે પોતાના પતિના ખૂનનો બદલો લે છે.

રીમા લાગૂ-વાસ્તવ (1999)

રીમા લાગૂ-વાસ્તવ (1999)

વાસ્તવ ફિલ્મમાં શાંતાના પાત્રને રીમા લાગૂએ અમર કરી બતાવ્યું. રીમાનો રોલ ઘણો પડકારજનક હતો કે જેમાં તેઓ એક અંડરવર્લ્ડ ડૉનના માતા બન્યા હતાં.

તબ્બુ-અસ્તિત્વ (2000)

તબ્બુ-અસ્તિત્વ (2000)

અસ્તિત્વ ફિલ્મમાં તબ્બુએ એક એવી સાહસી મહિલાનો રોલ કર્યો કે જે પોતાના પતિને તેની ગેરહાજરીમાં કરાયેલ અફૅર અંગેનું સત્ય જણાવી દે છે.

રાણી મુખર્જી-નો વન કિલ્ડ જેસિકા (2011)

રાણી મુખર્જી-નો વન કિલ્ડ જેસિકા (2011)

નો વન કિલ્ડ જેસિકામાં રાણી મુખર્જીએ મીરા ગૈટી તરીકે સાહસી ક્રાઇમ રિપોર્ટરનો રોલ કર્યો હતો.

વિદ્યા બાલન-કહાની (2012)

વિદ્યા બાલન-કહાની (2012)

વિદ્યા બાલન આધુનિક બૉલીવુડમાં વુમન આઇકૉન છે કે જેમણે કહાની જેવી ફિલ્મ દ્વારા આ વાત સાબિત પણ કરી આપી છે.

શ્રીદેવી-ઇંગ્લિશ વિંગ્લિશ (2012)

શ્રીદેવી-ઇંગ્લિશ વિંગ્લિશ (2012)

પંદર વર્ષ બાદ કમબૅક કરીનાર શ્રીદેવીએ ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મમાં એક એવી મહિલાનો રોલ કર્યો કે જે વિદેશમાં રહે છે, પણ અંગ્રેજી નથી આવડતી. તેથી તેને પતિ અને બાળક સામે અપમાનિત થવું પડે છે. તે સાહસપૂર્વક આ સમસ્યામાંથી ઉગરે છે.

English summary
From Nargis To Vidya Balan, Strong Women Characters In Bollywood Films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X