"એડ અંગે સરકાર નિર્ણય લે, મહિલાઓ મને રોકવાવાળી કોણ?"

Subscribe to Oneindia News

રિપબલ્કન પાર્ટી ઓફ ઇન્ડિયા(આરપીઆઇ)ની મહિલા વિંગે સની લિયોન ની કોન્ડોમની જાહેરાત સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તથા કહ્યું હતું કે આ જાહેરાતને કારણે મહિલાઓને અણછાજતી પરિસ્થિતિમાં મુકાવું પડે છે. આ અંગે પહેલા તો સની લિયોને કોઇ પ્રતિક્રિયા નહોતી આપી. પરંતુ બુધવારે તેણે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો હું કંઇ ખોટું કરી રહી હોઉં તો સરકાર મને રોકી શકે છે.

sunny leone

સની લિયોને આરપીઆઇના વિરોધ સામે કહ્યું છે કે, જો આ જાહેરાત સામે પ્રોબ્લેમ હોય તો સરકારે એ અંગે નિર્ણય લે કે આ જાહેરાત બતાવવી કે નહીં. સરકાર વધુ સારી રીતે જાણે છે કે નાગરિકો માટે શું સારું છે અને શું નહીં. પરંતુ કોઇને પણ મને એ કહેવાનો હક નથી કે મારે શું કરવું અને શું ન કરવું. લોકતંત્રમાં સૌને પોતાની વાત કહેવાનો હક છે, જો હું કોઇ એડ માટે કામ કરું તો એમાં ખોટું શું છે. સની લિયોને એક બ્રાન્ડના પ્રમોશન સમયે આ વાત કહી હતી.

English summary
Sunny Leone finally reacts on banning condom ad.
Please Wait while comments are loading...