For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview: 'ટૉયલેટ એક પ્રેમ કથા'માં મૂળ કથા ક્યાં?

'ટૉયલેટ એક પ્રેમ કથા' ફિલ્મનો રિવ્યુ અને રેટિંગ વાંચો અહીં..

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: ટૉયલેટ એક પ્રેમ કથા

સ્ટાર કાસ્ટ: અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર, સના ખાન

ડાયરેક્ટર: શ્રી નારાયણ સિંહ

લેખક: સિદ્ધાર્થ સિંહ, ગરિમા

પ્રોડ્યુસર: અરુણા ભાટિયા, શિતલ ભાટીયા, પ્રેરણા અરોરા, અર્જુન એન. કપૂર, હિતેશ ઠક્કર

પ્લસ પોઇન્ટ: ફિલ્મનો વિષય, અક્ષય કુમાર

નેગેટિવ પોઇન્ટ: એકની એક વાત વારે વારે રીપિટ કરવમાં આવી છે, ફિલ્મની વાર્તા ધીમી છે

પ્લોટ

પ્લોટ

આ ફિલ્મનો પ્લોટ સૌને ખબર છે. મથુરા પાસે આવેલ એક નાનકડા ગામડાની વાત છે, જ્યાં દરેક ઘરમાં હજુ શૌચાલયની સુવિધા નથી. કેશવ(અક્ષ કુમાર) જયા(ભૂમિ પેડનેકર)ના પ્રેમમાં પડે છે અને તેમના લગ્ન થાય છે. ખરી વાર્તા ત્યાર પછી શરૂ થાય છે. જયાને ખબર પડે છે કે, કેશવના ઘરે શૌચાલયની સુવિધા નથી. આથી તે લગ્ન બાદ પહેલા જ દિવસે કેશવનું ઘર છોડી દે છે. કેશવ જયાને પાછી લાવવા ગમે-તેમ કરીને આ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપે છે. ફિલ્મ મજાક-મસ્તીથી ભરપૂર છે. ફર્સ્ટ હાફ અત્યંત મનોરંજક છે. જો કે, સેકન્ડ હાફમાં ફિલ્મનો મૂળ પ્લોટ ક્યાંક ખોવાઇ જતો લાગે છે. સેકન્ડ પ્લોટના અમુક સિનમાં માત્ર અક્ષય કુમારની પબ્લિસીટિ અને તેના સ્ટારડમને બૂસ્ટ કરવામાં આવ્યું હોય એવું લાગે છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

શ્રીનારાયણ સિંહે કેટલાક રૂઢિવાદી રિવાજો અને પરંપરાઓને ખૂબ સરસ રીતે રમૂજી ટુચકાઓ સાથે જોડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન પર આધારિત આ ફિલ્મની વાર્તા રમૂજી રીતે લખવામાં આવી છે અને સાથે જ લોકો સુધી એક સંદેશ પહોંચાડવાનો પણ પ્રયત્ન થયો છે. પરંતુ અભિયાનના પ્રચારમાં વાર્તાનો મૂળ મુદ્દો કેટલીક જગ્યાએ ભૂલાઇ જતો લાગે છે. અક્ષય અને ભૂમિ વચ્ચેના રોમેન્ટિક સિન્સ સુંદર રીતે રજૂ કરાયા છે. ફિલ્મ જોતાં-જોતાં તમને વિશ્વાસ થઇ જાય છે કે, કેશવ જયા માટે શૌચાલય ઊભું કરવા તમામ પ્રયત્નો કરી છૂટશે. જો કે, અમુક મુદ્દા ફિલ્મમાં વારે-વારે રિપીટ કરવામાં આવ્યા છે. આને કારણે અંત સુધીમાં એ વિષય અંગેની ઉત્સુકતા જતી રહે છે.

એક્ટિંગ

એક્ટિંગ

અક્ષય કુમારે પોતાનું 100% આપ્યું છે. ભૂમિ પેડનેકરની પણ એક્ટિંગ સુંદર છે. ભૂમિ અને અક્ષય ડેવલપિંગ એરિયાના સુશિક્ષિત કપલની વ્યાખ્યામાં સરસ રીતે સેટ થાય છે. તેમનું કપલ ખાસું રિયલ લાગે છે. અનુપમ ખેરની એક્ટિંગ હંમેશની માફક શાનદાર છે.

મ્યૂઝિક અને ટેક્નિકલ આસ્પેક્ટ

મ્યૂઝિક અને ટેક્નિકલ આસ્પેક્ટ

ફિલ્મનું એડિટિંગ નબળું છે, જેને કારણે ફિલ્મ થોડી ધીરી આગળ વધે છે. વધુ સ્ટ્રોંગ ડાયરેક્શન અને છણાવટવાળા એડિટિંગ સાથે આ ઘણી સારી ફિલ્મ બની શકી હોત. સિનેમેટોગ્રાફી ફિલ્મના વિષય સાથે મેળ ખાય છે. ફિલ્મના ઘણા સોંગ્સ પહેલેથી જ ચાર્ટ લિસ્ટમાં ટોપ પર છે. ખાસ કરીને 'હંસ મત પગલી' ગીત ઘણા સમયથી લોકોનું ફેવરિટ છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મનો વિષય નવો છે અને વાર્તા રમૂજથી ભરપૂર છે. અક્ષય કુમાર અને ભૂમિની એક્ટિંગ પણ શાનદાર છે, આથી પ્લોટની ખામી અવગણી શકાય એમ છે. ચીલાચાલુ રોમેન્ટિક કોમેડી કરતાં કંઇ અલગ જોવું હોય તો આ ફિલ્મ ચોક્કસ જોવી.

English summary
Toilet Ek Prem Katha movie review in Gujarati. Check ratings and review of this film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X