For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Viral: મુસ્લિમ બાહુબલીનું આ પોસ્ટર જોયું તમે?

બાહુબલી હવે હિંદુઓની ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મ સાથે ધર્મ ક્યારે અને કઇ રીતે જોડાઇ ગયો એ લોકોને પણ નથી સમજાઇ રહ્યું.

|
Google Oneindia Gujarati News

શનિવારે બાહુબલીનું એક અલગ જ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું હતું. એ વખતે તો કોઇને ન સમજાયું કે, બાહુબલીનું આવું પોસ્ટર વાયરલ થવા પાછળનું કારણ શું છે. જો કે, ત્યાર બાદ ધીરે-ધીરે એક વાત સ્પષ્ટ થઇ ગઇ કે, કોઇક રીતે બાહુબલી ફિલ્મ હિંદુ ધર્મની ફિલ્મ તરીકે ઘોષિત થઇ ગઇ છે.

અત્યાર સુધી માત્ર તેલુગુ સિનેમા અને બોલિવૂડ વચ્ચે આ ફિલ્મને લઇને યુદ્ધ જામ્યું હતું, પરંતુ હવે જાણે આ હિંદુ-મુસ્લિમની લડાઇ બની ગઇ છે.

નાસ્તિક છે રાજામૌલી

નાસ્તિક છે રાજામૌલી

આ ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલી નાસ્તિક છે, પરંતુ તેમની આ સુપરહિટ ફિલ્મ હિંદુ ધર્મ અને સભ્યતાનું પ્રતિક બની ગઇ છે. હિંદુ સંસ્કૃતિના રક્ષકોનું કહેવું છે કે, હિંદુ ધર્મની મજાક ઉડાવ્યા વિના પણ ફિલ્મો બની શકે છે, બાહુબલી પાસેથી આ વાત શીખવા જેવી છે. આ સાથે જ અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગૉડ પર પણ નિશાન સાધવામાં આવ્યું છે.

હિંદુ ધર્મનો પ્રચાર

હિંદુ ધર્મનો પ્રચાર

આ સાથે જ ટ્વીટર પણ એવી પણ ટિપ્પણીઓ થઇ રહી છે કે, બાહુબલી જેવી ફિલ્મ જો કોઇને પસંદ ન પડે તો તે મુસલમાન છે. કારણ કે આ ફિલ્મમાં ખૂબ સુંદર અને ભવ્ય રીતે હિંદુ ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો છે.

બાહુબલીનું મુસલમાન પોસ્ટર

બાહુબલીનું મુસલમાન પોસ્ટર

બાહુબલીના કોઇ ફેન દ્વારા જ આ પોસ્ટર બનાવવામાં આવ્યું હશે. અહીં ડાબી બાજુ ફિલ્મ બાહુબલી 2નું ઓરિજિનલ પોસ્ટર જોવા મળે છે, તો જમણી બાજુ એ પોસ્ટરને એડિટ કરી દેવસેનાને બુરખો અને બાહબુલીને પરંપરાગત મુસલમાન વસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે.

અમર ચિત્ર કથાઓથી પ્રેરિત

અમર ચિત્ર કથાઓથી પ્રેરિત

અચરજની વાત એ છે આ ફિલ્મને કેટલી સરળતાથી લોકોએ હિંદુ સંસ્કૃતિ સાથે જોડી દીધી છે, જ્યારે કે ખરેખર તો ફિલ્મ અમર ચિત્રકથાઓ અને લોકકથાઓ પરથી પ્રેરિત એક કાલ્પનિક કહાણી છે.

હિંદુ ફિલ્મ જાહેર કરી

હિંદુ ફિલ્મ જાહેર કરી

બાહુબલી વાર્તાના બંન્ને સ્ત્રીપાત્રો, શિવગામી અને દેવસેના હિંદુ ધર્મની સાચી અને સુલક્ષણી નારીના પ્રતિક છે એવું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલ શિવલિંગની સ્થાપના, શિવલિંગ પર થતો જળાભિષેકના દ્રષ્યો જાણે ફિલ્મના ધાર્મિક પક્ષ બની ગયા છે અને આ કારણે જ કેટલાક લોકોએ આ ફિલ્મને હિંદુ ફિલ્મ જાહેર કરી દીધી છે.

મહાભારત સાથે કનેક્શન

મહાભારત સાથે કનેક્શન

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં લગભગ 1000 વર્ષો જૂના ભારતના એક રાજ્યની વાર્તા છે. એ સમયને ધ્યાનમાં રાખીને જ ઉપરોક્ત સિન ફિલ્મમાં લેવાયા છે. આથી આ ફિલ્મને ધર્મ સાથે જોડવી યોગ્ય નથી. બાહુબલી એ બે પિતરાઇ ભાઇ વચ્ચેની રાજ્ય અને સત્તાની લડાઇ છે, આથી ઘણા લોકો આને મહાભારત સાથે પણ જોડી રહ્યાં છે.

ભરપૂર પબ્લિસિટી

ભરપૂર પબ્લિસિટી

કેટલાક લોકો તો આ ફિલ્મને હિંદુઓ અને ભાજપની ફિલ્મો કહી રહ્યાં છે. તેમની દલીલ છે કે, જો આમ ન હોય તો એક અધૂરી ફિલ્મ માટે ડાયરેક્ટર રાજામૌલીને નેશનલ એવોર્ડ શા માટે આપવામાં આવ્યો? ઉલ્લેખનીય છે કે, બાહુબલી 1 માટે ડાયરેક્ટર રાજામૌલીને નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ બધી દલીલોમાં બાહુબલી ફિલ્મને તો ફાયદો જ છે, એક કે બીજા કારણે ફિલ્મની ભરપૂર પબ્લિસિટી થઇ રહી છે.

વધુ વાંચો

વધુ વાંચો

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2એ માત્ર 3 જ દિવસમાં 20 રેકોર્ડ તોડ્યાં છે.

Read also :માત્ર 3 જ દિવસમાં બાહુબલી 2 ના 20 ધમાકેદાર રેકોર્ડ્સRead also :માત્ર 3 જ દિવસમાં બાહુબલી 2 ના 20 ધમાકેદાર રેકોર્ડ્સ

વધુ વાંચો

વધુ વાંચો

રાણા દગ્ગુબાટીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તે એક આંખે જોઇ નથી શકતા.

Read also :બાહુબલી એક્ટરે કર્યો ખુલાસોઃ હું એક આંખે આંધળો છું..Read also :બાહુબલી એક્ટરે કર્યો ખુલાસોઃ હું એક આંખે આંધળો છું..

English summary
Twitteratis claim Baahubali the conclusion to be a hindu film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X