For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RIP: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી રીમા લાગુનું નિધન

બોલિવૂડની સૌથી ફેવરિટ માતા અને દિગ્ગજ એક્ટ્રેસ રીમા લાગુનું નિધન.

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડના જાણીતા અભિનેત્રી રીમા લાગુનું ગુરૂવારે સવારે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. મુંબઇની કોકિલાબહેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં 59 વર્ષે તેમનું નિધન થયું હતું. તેમણે હિંદી સહિત અનેક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

reema lagoo

ફિલ્મ 'મેંને પ્યાર કિયા'માં સલમાન ખાનની માતાના રોલમાં તે જોવા મળ્યા હતા. હિંદી ફિલ્મોમાં તે મોટાભાગે માતાના રોલમાં જ જોવા મળ્યા છે. તેમણે અનેક ફિલ્મોમાં સલમાનની માતાનો રોલ ભજવ્યો છે અને એ માટે જ ખૂબ જાણીતા પણ થયા હતા. આ સિવાય તે 'તુ તુ-મેં મેં' નામની કોમેડી સિરિયલમાં જોવા મળ્યા હતા, જે ખૂબ ફેમસ અને લોકપ્રિય થઇ હતી.

રીમા લાગુ શાળામાં ભણતા હતા ત્યારથી તેમણે એક્ટિંગનો શોખ હતો. વર્ષ 1970માં શાળા પૂર્ણ કર્યા બાદ તેમણે તુરંત એક્ટિંગમાં ઝંપલાવ્યું હતું. તેમણે મરાઠી નાટકો દ્વારા પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારે બાદ તેમણે હિંદી અને મરાઠી ફિલ્મોમાં ઝંપલાવ્યું. તેમના લગ્ન મરાઠી એક્ટર વિવેક લાગુ સાથે થયા હતા, જો કે થોડા વર્ષો બાદ કપલ છૂટું પડી ગયું. તેમને એક પુત્રી પણ છે.

{promotion-urls}

English summary
Veteran actor Reema Lagoo passes away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X