For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 7 Stars માટે કમબૅક વર્ષ સાબિત થયું 2014

|
Google Oneindia Gujarati News

વર્ષ 2014માં અનેક જૂના હિટ ચહેરાઓને આપણે કમબૅક કરતા જોયાં. વર્ષના આરંભે જ આપણને બૉલીવુડના ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની બે ફિલ્મો જોવા મળી. ડેઢ ઇશ્કિયા દ્વારા માધુરીએ પોતાની અદાઓના જાદૂ પાથર્યાં, તો ગુલાબ ગૅંગ ફિલ્મમાં આપણે માધુરીને સ્ટ્રૉંગ અવતારમાં જોયાં. આ ફિલ્મ સાથે તો જુહી ચાવલાએ પણ બૉલીવુડ કમબૅક કર્યું. બંને ફિલ્મો તો ખાસ કમાલ ન કરી શકી, પરંતુ માધુરીનું લોકોએ દિલ ખોલીને સ્વાગત કર્યું.

જોકે માધુરી જ નહીં, આ વર્ષે બીજા પણ કેટલાક અભિનેતાઓ-અભિનેત્રીઓએ સાબિત કરી આપ્યું કે હજી બૉલીવુડમાં તેમનો સમય ખતમ નથી થયો. ગોવિંદા હોય કે તબ્બુ, સૌએ જોરદાર પાત્રો સાથે કમબૅક કરી દર્શકોને આશ્ચર્યમાં નાંખ્યાં અને દર્શકોએ પણ તેમને ભરપૂર પ્રેમ આપ્યો.

ચાલો આપને બતાવીએ 7 સ્ટાર્સ કે જેમના માટે 2014 કમબૅક વર્ષ રહ્યું :

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

બૉલીવુડના ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે આ વર્ષે લીડ એક્ટ્રેસ તરીકે સ્ક્રીન પર વાપસી કરી. વર્ષના આરંભે જ ડેઢ ઇશ્કિયામાં માધુરીએ પોતાની અદાઓના જાદૂથી સૌના મન મોહી લીધાં, જ્યારે માર્ચમાં રિલીઝ થયેલી ગુલાબ ગૅંગમાં માધુરી અને જુહીની એક્ટિંગની કમાલ જોવા મળી. નોંધનીય છે કે માધુરીએ 2007માં આ જા નચલેમાં છેલ્લી વાર મોટા પડદે દેખા દીધી હતી. 2013માં યે જવાની હૈ દીવાનીમાં તેમણે આયટમ સૉંગ કર્યુ હતું.

જુહી ચાવલા

જુહી ચાવલા

વર્ષો બાદ જુહી ચાવલા મોટા પડદે લીડ રોલમાં દેખાયાં. ગુલાબ ગૅંગમાં માધુરી-જુહી સાથે દેખાયાં. કહે છે કે પોતાના સુવર્ણ કાળમાં આ બંને વચ્ચે વાત કરવાનો પણ સંબંધ નહોતો, પરંતુ ગુલાબ ગૅંગે ઇતિહાસ બદલી નાંખ્યો. ખેર, જુહીના ફૅન્સ તેમના કમબૅકથી ખુશ છે.

તબ્બુ

તબ્બુ

ઘણા વર્ષે તબ્બુને દમદાર રોલમાં જોવામાં આવ્યાં. હૈદરમાં તેમણે ગઝાલા નામનું મજબૂત પાત્ર ભજવ્યું. તબ્બુએ પોતાના અભિનયમાં સારી છાપ છોડી. 2007માં ચીની કમમાં તબ્બુ અમિતાભ બચ્ચન સાતે દેખાયા હતાં. તેમાં તેમના બહુ વખાણ થયા હતાં, પરંતુ ગઝાલા તરીકે તબ્બુએ સાબિત કર્યું કે તેઓ પડદા પરથી ગાયબ રહીને પણ બૉલીવુડની દમદાર અભિનેત્રીઓમાં સામેલ રહેશે.

ગોવિંદા

ગોવિંદા

વર્ષાંતે સતત બે ફિલ્મો બાદ ગોવિંદા ફરીથી બૉલીવુડ શેરીઓનો ભાગ બની ગયાં. કિલ દિલ તથા હૅપ્પી એન્ડિંગમાં પોતાના અભિનય વડે સૌને ચોંકાવનાર ગોવિંદા આજે પણ દર્શકોના દિલ જીતવાની ક્ષમતા ધરાવે છે. જોકે બંને ફિલ્મોને ખાસ સફળતા ન મળી, પણ ગોવિંદાને સૌએ સ્વીકાર્યાં.

રેખા

રેખા

2010માં શાદિયાં ફિલ્મમાં દેખાયેલા રેખાએ આ વર્ષે ઇંદ્ર કુમારની સુપર નાની ફિલ્મ દ્વારા કમબૅક કર્યું. રેખા સાથે શરમન જોશી પણ હતાં. આવતા વર્ષે તેઓ અભિષેક કપૂરની ફિતૂરમાં દેખાશે.

અમૃતા સિંહ

અમૃતા સિંહ

2 સ્ટેટ્સમાં પંજાબી માતાના પાત્રમાં અમૃતા સિંહે લોકોના દિલ જીત્યાં. ફિલ્મમાં અમૃતા અર્જુન કપૂરના માતા બન્યા હતાં. માતા અને સાસુનારોલમાં અમૃતાએ દર્શકોને ખૂબ હસાવ્યાં. ફિલ્મમાં તેમના કામના વખાણ પણ થયાં.

આશુતોષ રાણા

આશુતોષ રાણા

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં આપણે આશુતોષ રાણાને જુદા અવતારમાં મળ્યાં. આલિયા ભટ્ટના પિતા તરીકે આશુતોષ રાણા બહુ સારા લાગ્યાં. જોકે આશુતોષને આપણે મોટા પડદે જોતા આવ્યા છીએ, પરંતુ વર્ષની સફળ ફિલ્મોમાંની એક હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં લાંબા સમય બાદ આશુતોષનો આવો અવતાર જોવા મળ્યો.

English summary
Here is the list of 7 bollywood stars who did their comeback in year 2014. These are the actors that made their presence felt on the silver screen all over again..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X