For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : અવનિ અભિનીત અંગ્રેજી ફિલ્મ ગુલાબીને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 માર્ચ : ગુજરાત આજે તમામ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થઇ રહયું છે ત્યારે ગુજરાતના પાટનગરની દીકરી અવનિ મોદીએ પણ ગુજરાતને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવી છે. અવનિ મોદી દ્વારા મુખ્ય ભૂમિકા અદા કરેલ અંગ્રેજી શોર્ટ ફિલ્મ ગુલાબી કૅનેડા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રોયલ રીલ એવોર્ડ તરીકે પસંદગી થઇ છે. ર૮,ર૯ માર્ચ કૅનેડા ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

અવનિ મોદી દ્વારા અભિનિત આ ફિલ્મ ગુલાબી નું સમગ્ર શૂટીંગ મુંબઇ ખાતે ઓકટોબર ર૦૧૩માં કરવામાંઆવેલ રોયલ રીલ એવોર્ડ માટે પસંદગી પામેલ આ ફિલ્મની પસંદગીમાં ૩૦ દેશોની ર૧ થી વધુ ફિલ્મ રજુ કરાઇ હતી અને આ કૅટેગરીમાં સામેલ ૧૦ ફિલ્મોમાંથી સૌથી શ્રેષ્ઠ ફિલ્મ તરીકે આ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. કૅનેડાના વાનકુવર ખાતે યોજાનાર આ સમારોહમાં ર૧ થી વધુ ફિલ્મો રજુ કરવામાં આવનાર છે. અવનિ મોદીને પણ આ એવોર્ડ મેળવવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

તામિળમાં સક્રિય અવનિ

તામિળમાં સક્રિય અવનિ

અવનિ મોદી હાલ દક્ષિણ ભારતની ખાસ કરીને તામિલ ફિલ્મોમાં પોતાની ભૂમીકા અદા કરી રહી છે.

મૉડેલિંગમાં પણ ઓળખ

મૉડેલિંગમાં પણ ઓળખ

અવનિ મોદીએ મુંબઇ, ચેન્નાઇ ખાતે મોડેલીંગ ક્ષેત્રે પણ આગવી ઓળખ ઉભી કરેલ છે.

તુષાર ત્યાગીની ગુલાબી

તુષાર ત્યાગીની ગુલાબી

ગુલાબી ફિલ્મનું નિર્માણ- નિર્દેશન એન.આર.આઇ. શ્રી તુષાર ત્યાગી દ્વારા કરવામાં આવ્યું છે.

અવનિના કારણે ઍવૉર્ડ

અવનિના કારણે ઍવૉર્ડ

તુષાર ત્યાગીના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં અવનિ દ્વારા જે ભૂમિકા અદા કરાઇ છે તેનાથી જ આ ફિલ્મને ખૂબ પ્રતિષ્ઠા મળેલ છે. અને આ એવોર્ડ માટે ફિલ્મ હકદાર બની છે.

અવનિને અભિનંદન

અવનિને અભિનંદન

ત્યાગીએ અવનિના અભિનયથી અત્યંત પ્રભાવિત થયેલ છે. અને એવોર્ડ માટે ફિલ્મ પસંદ થયા બદલ અવનિને અભિનંદન પાઠવ્યા છે.

વધુ ઍવૉર્ડ્સનો વિશ્વાસ

વધુ ઍવૉર્ડ્સનો વિશ્વાસ

ત્યાગીએ આ ફિલ્મને અન્ય ફેસ્ટિવલોમાં પણ અનેક સફળતા મળશે અને વધુ એવોર્ડ પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.

English summary
Gujarati Girl from Gandhinagar AVANI MODI in lead role of short English film “GULABEE” has won a ROYAL REEL award in Canada international film festival. “Gulabee” a short English film directed by 23 years old Indian filmmaker Tushar Tyagi, the film has won a prestigious “Royal Reel” award in foreign film category in Canada International Film Festival Vancouver.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X