For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hot રિહાનાનું ઇંસ્ટાગ્રામ પર Hot Comeback : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ઇંસ્ટાગ્રામ અપેક્ષા કરતા વધુ હૉટ અને રસપ્રદ બનતુ જાય છે. છ માસ પહેલા ઇંસ્ટાગ્રામ છોડી દેનાર પૉપ સ્ટાર રિહાનાએ ઇંસ્ટાગ્રામ પર કમબૅક કર્યુ છે. રિહાનાનું ઍકાઉંટ પહેલા ડિલીટ કરાયુ હતું, પછી રિસ્ટોર કરાયુ હતું અને પછી છ માસ સુધી તે બંધ કર દેવાયુ હતું. દરમિયાન બૅડ ગર્લ રીરી રિહાનાએ ઇંસ્ટાગ્રામ પર કમબૅક કરવાનો નિર્ણય કરી લીધો છે.

rihanna-instagram
રિહાનાએ એક સ્ટિક ફિગર ઇંટરપ્રીટેશન સાથે ઇંસ્ટાગ્રામનો હાથ પકડેલી તસવીર પોસ્ટ કરી ઇંસ્ટાગ્રામ પર કમબૅક કર્યુ છે. તેમણે કૅપ્શન લખ્યું છે, ‘#RIHunited #badgalback @instagRam'. તે પછી રિહાનાએ કેટલીક હૅલોવીન તસવીરો અને સેલ્ફીસ પણ પોસ્ટ કરી છે.

રિહાનાએ પ્રતિબંધિત તસવીરો પોસ્ટ કર્યા બાદ ઇંસ્ટાગ્રામનો યૂઝ બંધ કરી દીધો હતો. ઇંસ્ટાગ્રામે રિહાના દ્વારા પોસ્ટ કરેલી નિપલ્સ અને બીજી એસેટ્સ દર્શાવતી તસવીરો હટાવી દીધી હતી. રિહાનાએ મેમાં ફરીથી બ્રેસ્ટ અને નિપલ્સ શો કરતી તસવીરો પોસ્ટ કરી ઇંસ્ટાગ્રામના નિયમોનો ભંગ કર્યો હતો. ઇંસ્ટાગ્રામે તે તસવીરો પણ હટાવી દીધી હતી.

હવે રિહાના ઇંસ્ટાગ્રામ પર પાછા ફર્યા છે અને આપણે શું અપેક્ષા કરી શકીએ તેમની પાસે? શું આ બોલ્ડ અને ડૅરિંગ સૉંગસ્ટ્રેસ વધુ બોલ્ડ તસવીરો પોસ્ટ કરશે?

આ રહી હૉટ તસવીર : ખેર, રિહાનાએ સાચે જ કેટલીક હૉટ તસવીરો પોસ્ટ કરી છે (જોકે ઇંસ્ટાગ્રામના નિયમોનો પૂરતો ખ્યાલ રાખ્યો છે).

કેટલાક ડાન્સ વીડિયો : રિહાનાએ ઇંસ્ટાગ્રામ પર કમબૅક સાથે જ કેટલાક ડાન્સ વીડિયો પણ શૅર કર્યા છે.

ફોટોશૂટ : રિહાના બોલ્ડ છે અને ફોટોશૂટ દરમિયાન બૅર થવામાં સંકોચ નથી કરતાં. તૈયાર થઈ જાઓ આવી વધુ કેટલીક તસવીરો માટે.

વૅકેશનિંગ : રિહાનાને મુસાફરીનો શોખ છે અને પોતાના બીએફએફ મેલિસા તથા અન્ય સેલિબ્રિટી મિત્રો સાથે વૅકેશનની ઉજવણી પણ કરતા રહે છે. એટલે રિહાના ઇંસ્ટાગ્રામ પર કેટલાક વૅકેશન પિક્સ પણ હોય જ.

ટૅન લાઇન્સ : આહ! રિહાનાનો બિકિની પ્રેમ. તેઓ કોઈ પણ સીઝનમાં બિકિની પહેરે છે અને પોતાની ટૅન લાઇન્સ તથા સિગ્નેચર સ્ટાઇલનું પ્રદર્શન કરે છે.

rihanna-5

સ્મૉકિંગ ફૉર સ્યોર : રિહાનાને પોતાનો મારીજુઆના તથા સિગરેટ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં કોઈ સંકોચ નથી. તેઓ સ્મૉકિંગ કરતી તસવીરો પણ બિંદાસ્ત રીતે શૅર કરતા હોય છે.

rihanna-6
English summary
Badgalriri aka Rihanna decided to make a comeback on Instagram after staying away from it for about 6 months. What pics to expect from the songstress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X