#JustinBieber ના આગમન સાથે જ બોલિવૂડમાં યુદ્ધ શરૂ

Subscribe to Oneindia News

ઉંમર માત્ર 23 વર્ષ, ગ્રેમી એવોર્ડ વિનર, ટ્વીટર પર 9 કરોડ ફોલોઅર્સ, ફોર્બ્સની સૌથી પાવરફુલ સેલેબ્રિટિઝની સૂચિમાં ત્રણ વાર શામેલ થનાર સિંગર છે જસ્ટિન બીબર. દુનિયાભરમાં તેમના અનેક ફેન્સ છે, ભારત પણ તેમાંથી બાકાત નથી. છેલ્લા ઘણા દિવસથી દેશભરમાં અને બોલિવૂડ માં બાહુબલી પછી આ એક જ નામ ચર્ચાઇ રહ્યું છે, જસ્ટિન બીબર!

જસ્ટિનની પ્રથમ ભારત મુલાકાત

આજે એટલે કે 8 મેના રોજ જસ્ટિન બીબર મુંબઇ પહોંચશે અને 10 મેના રોજ તેનો અહીં કોન્સર્ટ યોજાનાર છે. જસ્ટિન જિયો પર્પસ ટૂર માટે ભારત આવનાર છે, વ્હાઇટ ફૉક્સ તરફથી આ ટૂર ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. આ જસ્ટિનની પહેલી ભારતની મુલાકાત છે, જેના માટે આખું બોલિવૂડ સુપર એક્સાઇટેડ છે.

હોસ્ટિંગ માટે લાગી હોડ

સૂત્રો અનુસાર જસ્ટિન બીબરના કોન્સર્ટને હોસ્ટ કરવા માટે શાહરૂખ અને સલમાન વચ્ચે હોડ લાગી છે. શાહરૂખ અને સલમાનની મિત્રતા ઘણી પાક્કી છે, પરંતુ આ ઇન્ટરનેશનલ સ્ટારના કોન્સર્ટને હોસ્ટ કરવા માટે બંન્ને આમને-સામને આવી ગયા છે. વળી, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ મુકેશ અંબાણી પણ આ ઇન્ટરનેશનલ સ્ટારના સ્વાગત માટે હાજર રહે એવી શક્યતા છે. આ કાર્યક્રમના ફાઇનલ હોસ્ટનો નિર્ણય આજે લેવાશે.

પ્રમોશન માટે પણ હોડ

બીજી સ્પર્ધા છે પરિણીતિ ચોપરા અને શ્રદ્ધા કપૂર વચ્ચે. પરિણીતિની મેરી પ્યારી બિંદુ અને શ્રદ્ધાની હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ બંન્ને ફિલ્મના નિર્માતા પોતાની ફિલ્મને જસ્ટિનના કોન્સર્ટમાં પ્રમોટ કરવા માંગે છે. વળી બંન્ને ટીમો એક્સક્લૂઝિવ પ્રમોશન ઇચ્છે છે. હવે બેમાંથી કઇ ફિલ્મ બાજી મારી જાય છે, એ જોવાનું રહેશે.

બોલિવૂડના અનેક સિતારાઓ રહેશે હાજર

આ સિવાય જાણે આખું બોલિવૂડ જ જસ્ટિનના કોન્સર્ટમાં જવા માટે આતુર બેઠું છે. આ સિતારાઓમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરણ જોહર, ગૌરી ખાન વગેરેનો સમાવેશ થાય છે.

કોફી વિથ કરણ સિઝન 6

કરણ જોહર આવા મામલે પબ્લિસિટી લેવામાંથી પાછળ નથી ખસતા. સૂત્રો અનુસાર કોફી વિથ કરણની સિઝન 6ના પહેલા એપિસોડમાં કરણ જોહર જસ્ટિન બીબરને આમંત્રણ આપી શકે છે. જિયો પર્પઝ ટૂર દ્વારા જસ્ટિન પ્રતમ વખત ઇન્ડિયા આવી રહ્યાં છે.

જસ્ટિન બીબરની લોકપ્રિયતા

  • એક સમયે જસ્ટિન સાથે સેલ્ફી લેવાની કિંમત હતી, 2000 ડૉલર.
  • ભારતમાં યોજાનાર જસ્ટિનના કોન્સર્ટની ટિકિટના ભાવ રૂ.5040થી લઇને રૂ.15,400 સુધીના છે. આ કોન્સર્ટની ટિકિટનું પેમેન્ટ તમે ઇએમઆઇથી પણ કરી શકો છો.
  • આ વર્ષે એપ્રિલમાં બ્રાઝિલમાં જસ્ટિનનો શો યોજાયો હતો. કોન્સર્ટના 5 મહિના પહેલાં લગભગ 100 લોકોનું ગ્રૂપ સ્ટેડિયમ પહોંચી ગયું હતું અને તેઓ ત્યાં જ ટેંટ લગાવી રહેતા હતા. ગ્રૂપના જુદા-જુદા લોકો વારા ફરતી રાતે ત્યાં રોકાતા હતા, જેથી કોન્સર્ટને દિવસે તેમને બેસવા માટે સારી જગ્યા મળે.

English summary
Justin Bieber concert tickets also available on EMI, what is so special about him?
Please Wait while comments are loading...