અચ્છા, આટલા માટે બિગ બૉસમાં આવ્યા છે રાહુલ અને બાની... કારણ જાણીને હેરાન રહી જશો

બિગ બૉસ 10 માં રાહુલ દેવ અને બાની એવા બે કંટેસ્ટંટ છે જેને સૌથી વધુ રકમ આપવામાં આવી રહી છે. આ પહેલા તેમને ઘણી વાર બિગ બૉસની ઑફર મળી હતી, પરંતુ બંનેએ ઠુકરાવી દીધી હતી....

Subscribe to Oneindia News

બિગ બૉસ 10 ના દરેક સભ્યોને તમે હવે જાણી ચૂક્યા હશો. આ શો હવે વધુ રસપ્રદ બની રહ્યો છે. આમ લોકો અને સેલિબ્રિટી વચ્ચેના વિવાદ હવે વધુ ટીઆરપી અપાવશે. આ સાથે સેવક અને માલિકના ફંડા... ઘણા રસપ્રદ છે.

bani 1

અમે તમને આ શો સાથે જોડાયેલ એ બે કંટેસ્ટંટ વિશે જણાવીએ, જે આ શો માં આવવા માટે પહેલા ઘણી વાર મનાઇ કરી ચૂક્યા છે. જી હા, તે કંટેસ્ટંટ કોઇ બીજુ નહિ પણ બાની અને રાહુલ દેવ છે.

bani 2

રિપોર્ટ્સની માનીએ તો આ બંનેને બિગ બૉસમાં છેલ્લી ઘણી સિઝનથી બોલાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ દરેક વખતે આ બંને આ ઑફર ઠુકરાવતા હતા.

bani  3

આ વખતે બિગ બૉસ 10 માં આ બંનેએ આવવા માટે હા પાડી દીધી. આની પાછળ શું કારણ હોઇ શકે છે. સો એ સો ટકા પૈસા. જી હા, રાહુલ દેવ અને બાની આ સિઝનના એવા બે કંટેસ્ટંટ છે જેમને સૌથી વધુ રકમ આપવામાં આવી રહી છે.

bani 4

રિપોર્ટ્સની માનીએ તો, સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હે માં નૈતિકની ભૂમિકાથી લોકપ્રિય બનેલા કરણ મહેરાને પણ આ શો માટે એક કરોડ રુપિયા આપવામાં આવી રહ્યા છે.

bani  5

તમને જણાવી દઇએ કે બિગ બૉસ પોતાના કંટેસ્ટંટને ત્રણ કેટેગરીમાં રાખે છે અને તે પ્રમાણે વીકલી પે પણ કરે છે. ગયા વર્ષે સલમાને દરેક એપિસોડ માટે 8 કરોડ રુપિયા લીધા હતા.

bani 6

ગયા વર્ષે હાઇએસ્ટ પેડ કંટેસ્ટંટ રીમી સેન હતી પરંતુ તે ના તો દર્શકોને પસંદ આવી કે ના પ્રોડ્યુસર્સને ફાયદો પહોચાડી શકી. આશા છે કે આ વખતે વી જે બાની અને રાહુલ દેવ શો ના પ્રોડ્યુસર્સને નિરાશ નહિ કરે.

English summary
Bani J and Rahul Dev are the highest paid contestant of Bigg Boss 10
Please Wait while comments are loading...