બિગ બૉસ 10: આ વખતે કોણ બન્યુ માલિક.. કોણ જીત્યુ ટાસ્ક.. જાણો અહીં..

બિગ બૉસ 10 ની લેટેસ્ટ એપિસોડ અપડેટ અમે તમારા માટે લઇને આવ્યા છે. સેલેબ્સ અને ઇંડિયંસમાં કોણ જીત્યુ લક્ઝરી ટાસ્ક, જાણો અહીં...

Subscribe to Oneindia News

દિન પ્રતિદિન બિગ બૉસ 10 આપના માટે વધુને વધુ રસપ્રદ બની રહ્યુ છે. તો ચાલો ફરી એક્વાર અમે બિગ બૉસ 10 ની લેટેસ્ટ એપિસોડ અપડેટ તમારા માટે લઇને આવ્યા છે. આ એપિસોડમાં ઇંડિયાવાળા ફરી એકવાર માલિક બની ગયા છે અને સેલેબ્સ બની ગયા સેવક.

લડાઇ, ઝઘડાથી ભરપૂર એપિસોડ

બિગ બૉસ 10 નો ગયો એપિસોડ ટાસ્ક અને લડાઇ ઝઘડાથી ભરપૂર રહ્યો. લક્ઝરી બજેટ ફરી એક વાર ઇંડિયાવાળા જીતી ગયા. બંને ટીમે આ ટાસ્ક માટે બહુ જ લડાઇ કરી, પરંતુ સેલેબ્સ હારી જ ગયા અને ઇંડિયાવાળા બની ગયા માલિક.

સ્વામીજીની ઉડી મજાક

મનુ, મનવીર અને નવીન મળીને એક વાર ફરીથી ઓમ સ્વામીની મજાક ઉડાવે છે. આ મજાક સાંભળીને સ્વામીજી નારાજ થઇ જાય છે અને કહે છે કે, ‘તમે લોકો કોઇ પણ ટાસ્ક કરો પણ મારા આશીર્વાદ સિવાય જીતી નહિ શકો.'

મનુનો નિયમો માનવાનો ઇનકાર

દિવસની શરુઆત નાચગાનથી થાય છે. લૉંડ્રી ટાસ્કના બીજા દિવસે ટાર્ગેટ પૂરો કરીને બિગ બૉસને ડિલીવર કરવાનો હોય છે. તેમાં જેના વધુ કપડા થાય તે જીતી જાય. પરંતુ આ કાર્યમાં નવીન, મનુ અને મનવીર ટાસ્કના નિયમો માનવાની મનાઇ કરી દે છે.

રોહનને કૅરિયરની ચિંતા

મનુ થોડી વાર પછી રોહન સાથે વાત કરે છે પરંતુ રોહન કહે છે કે કોઇ હાથ નહિ ઉઠાવે. થોડી વાર પછી રોહન ઇડિયાવાળા સાથે વાત કરે છે અને કહે છે કે જો તેના મોઢા પર વાગી જાય તો તેનુ કૅરિયર ખતમ થઇ જાય. મનુ તેને જવાબ આપે છે કે તે જેટલા પૈસા કમાશે તેટલા પૈસા તેની પાસે પહેલેથી જ છે. આ વાત પર રોહન ફરીથી ભડકી જાય છે.

English summary
Bigg Boss 10 october 26 update
Please Wait while comments are loading...