"એ મારો પણ શો હતો, હવે હું એ શો જોતો નથી"

ધ કપિલ શર્મા શોના 100 એપિસોડ પૂર્ણ થતાં કપિલે સુનીલનું નામ પણ ન લીધું. સામે સુનીલ ગ્રોવરે પણ કપિલને સણસણતો જવાબ પકડાવ્યો છે.

Subscribe to Oneindia News

થોડા સમય પહેલાં જ ધ કપિલ શર્મા શો ના 100 એપિસોડ પૂરા થયા છે. આ પ્રસંગે કપિલ શર્માસુનીલ ગ્રોવર ને યાદ ન કરતાં ટેલિવિઝન વર્લ્ડમાં ફરી આ અંગે ચર્ચાઓ શરૂ થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોની ટીવી તરફથી કપિલને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ આ પ્રસંગે સુનીલનું નામ લે. પરંતુ કપિલે એવું કર્યું નહીં.

7 મિલિયન પરથી સીધા 3 મિલિયન

ધ કપિલ શર્મા શોની ટીઆરપી ઘટતી જાય છે. આ શોની ટીઆરપી 7 મિલિયનથી ઘટીને 3 મિલિયન પર પહોંચી ગઇ છે. કપિલે જો ટીવી પર સુનીલનું નામ લીધું હોત તો એનાથી કદાચ થોડો ફાયદો થયો હોત.

એ શો મારો પણ હતો..

આ આખા મામલે સુનીલ ગ્રોવરે ફાઇનલી પોતાની ચુપ્પી તોડી છે. એક વેબ સાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે આ અંગે વાત કરતાં કહ્યું કે, 100 એપિસોડ પૂર્ણ થયા ત્યારે કપિલે મારું નામ લીધું કે નહીં એનાથી શું ફરક પડે છે? મેં તો એ એપિસોડ જોયો પણ નથી. હું એ શોનો મહત્વપૂર્ણ ભાગ હતો. એ શો મારો પણ હતો. પરંતુ શોમાંથી નીકળ્યા બાદ મેં તેનો એક પણ એપિસોડ નથી જોયો. હા, કેટલાક પ્રોમો જોયા છે.

કપિલને થયું ભારે નુકસાન

ઉલ્લેખનીય છે કે, સુનીલ-કપિલના ઝગડામાં સૌથી વધુ નુકસાન કપિલ શર્માને જ થયું છે. લોકોમાં તેની અભિમાની એક્ટર તરીકેની ઇમેજ ઊભી થઇ છે. તેના શોને પણ નુકસાન થઇ રહ્યું છે. ઘણા લોકો આને કપિલની પડતીની શરૂઆત ગણાવી રહ્યાં છે. બીજી બાજુ સુનીલ ગ્રોવર સફળતાના પાયદાન ચડતો જાય છે. સૂત્રો અનુસાર, તે જલ્દી જ નવા શોમાં જોવા મળશે. કપિલ અને સુનીલ વચ્ચેની જંગમાં કયા એક્ટર્સ કોની ટીમમાં હશે? એ જાણો અહીં..

અલી અસગર

કપિલ અને સુનીલ વચ્ચેના ઝગડા બાદ કપિલની નાની એટલે કે અલી અસગરે પણ તેનો સાથ છોડી દીધો છે. તે સુનીલ ગ્રોવર કેમ્પમાં હોવાનું કહેવાઇ રહ્યું છે. થોડા સમય પહેલાં જ એક કોમેડી એક્ટમાં સુનીલ ગ્રોવર ડૉ.ગુલાટી અને અલી અસગર તેની નર્સના પાત્રમાં જોવા મળ્યાં હતા.

ચંદન પ્રભાકર

કપિલના શોમાં ચંદુ ચાયવાલાનો રોલ ભજવનાર ચંદન પ્રભાકરે પણ સુનીલની પાછળ-પાછળ જ કપિલનો સાથ છોડી દીધો હોવાનું કહેવાય છે. જો કે, વચ્ચે એવા ખબર આવ્યા હતા કે તે હજુ પણ કપિલની સાથે છે, પરંતુ તાજેતરની જાણકારી અનુસાર તે જલ્દી જ સુનીલ ગ્રોવરના નવા શોમાં જોવા મળશે. હાલ તેઓ પોતાની પંજાબી ફિલ્મના કામમાં વ્યસ્ત છે.

સુગંધા મિશ્રા

કપિલની ફ્રેન્ડ સુગંધા મિશ્રાએ પણ સુનીલ-કપિલ વિવાદ બાદ કપિલ સાથે અંતર વધારી દીધું છે. તે આમ પણ ક્યારેક જ કપિલના શોમાં જોવા મળતી હતી. બની શકે કે, સુગંધા મિશ્રા સુનીલ ગ્રોવરના નવા શોમાં કોમેડી એક્ટ કરતી જોવા મળે.

સુમોના ચક્રવર્તી

કપિલ શર્માની પાડોશીના રોલમાં જોવા મળતી સુમોના ચક્રવર્તી હજુ પણ કપિલ શર્માની સાથે છે. સુનીલ-કપિલ વિવાદ પછી પણ તે આ શોમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં જ એક કોમેડી એક્ટમાં કપિલે સુમોનાને કહ્યું હતું કે, તારા પપ્પાને કેટલા બોલાવ્યા, પરંતુ એ આવતા જ નથી! ધ કપિલ શર્મા શોમાં સુમોના ડૉ.ગુલાટી(સુનીલ ગ્રોવર)ની પુત્રીના રોલમાં છે.

કીકૂ શારદા

કીકૂ શારદાએ પણ કપિલનો સાથ છોડી દીધો હોવાના ખબર આવ્યા હતા. જો કે, કપિલ શર્મા શોમાં બંપર લોટરીની એન્ટ્રી સાથે જ આ અફવા ખોટી સાબિત થઇ હતી. તેમનું કહેવું છે કે, કપિલે તેમની સાથે કોઇ ગેરવર્તન નથી કર્યું.

નવજોત સિંહ સિદ્ધુ

કપિલના ગોડફાધર નવજોત સિંહ સિદ્ધૂ હજુ પણ કપિલનો સાથ આપી રહ્યાં છે. તેમણે કપિલ તરફથી સુનીલ અને ચંદનને મનાવવાની કોશિશ પણ કરી હતી. કપિલના શોના 100 એપિસોડ પૂર્ણ થયા એ પ્રસંગે તેમણે કહ્યું હતું, અબ તો મિલ જાઓ યારો. તેમનો ઇશારો સુનીલની વાપસી તરફ જ હતો.

સોનીને ફાયદો

આ આખા વિવાદમાં સોની ચેનલે પોતાનો ફાયદો શોધી લીધો છે. કપિલ શર્માનો કોમેડી શો સોની ચેનલ પર યથાવત છે, તો બીજી બાજુ તેઓ સુનીલ ગ્રોવર સાથે 'એન્ટરટેઇન્મેન્ટ કે લિયે કુછ ભી' શો લોન્ચ કરશે એવી ખબરો આવી રહી છે.

અહીં વાંચો

16 મેના રોજ થશે આ શોની ગ્રાન્ડ એન્ટ્રી! ક્રેડિટ જશે મોનિષાને

રિપોર્ટ્સ અનુસાર સારાભાઇ વિ. સારાભાઇ સિઝન 2 16 મેના રોજથી ઓન એર થશે.

English summary
Sunil Grover has broken his silence on the issue and he told I did not see the 100th episode, but what difference does it make if he did not take my name?
Please Wait while comments are loading...