ના કેટરીના, ના સોનમ; આ છે ઇન્ડિયાની ટોપ 5 સેક્સીએસ્ટ વુમન

Subscribe to Oneindia News

લંડનના ન્યૂઝપેપર ઇસ્ટર્ન આય દ્વારા એક એન્યૂઅલ પોલ કન્ડક્ટ કરવામાં આવ્યો હતો. જે અનુસાર ટોપ 50 સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીની ટોપ 10 શ્રેણીમાં ટેલિવિઝન એક્ટ્રેસ નિયા શર્મા, દ્રષ્ટિ ધામી અને સનાયા ઇરાનીનો પણ સમાવેશ થાય છે અને તેથી પણ વધુ આશ્ચર્યજનક બાબત છે કે, આ ત્રણેય એક્ટ્રેરિસસે આ રેસમાં કેટરીના કૈફ, સોનમ કપૂર અને આલિયા ભટ્ટ જેવી બોલિવૂડની મોટી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધી છે!

સૌના આશ્ચર્ય વચ્ચે આ પોલમાં ત્રીજા નંબર પર છે ટેલિવિઝન એક્ટ્રેસ નિયા શર્મા! નિયા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સોનમ કપૂર કહેવાય છે. તે અવારનવાર પોતાના લૂક અને વોર્ડરોબ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે અને પોતાની વેલ ટોન્ડ બોડીને શો-ઓફ કરતાં પહેલા ખાસ વિચારતી નથી. નિયાને તેના અંદાજ માટે ઘણા કોમ્પલિમેન્ટ મળ્યા છે. અન્ય ટીવી એક્ટ્રેસની સરખામણીમાં નિયાનો અંદાજ ઘણો બોલ્ડ મનાય છે અને આને જ્યારે આખું ભારત નહીં, પરંતુ આખું એશિયા આ સ્વીકારે ત્યારે એ બહુ મોટી વાત કહેવાય.

ઇસ્ટર્ન આય દ્વારા જાહેર કરાયેલી યાદીની ટોપ 5 સેક્સીએસ્ટ એશિયન વુમન પર એક નજર નાંખીએ.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

ઇન્ડિયાની સેક્સિએસ્ટ વુમન બની છે દીપિકા પાદુકોણ! આ વખતે આ રેસમાં દીપિકાએ પ્રિયંકાને પાછળ છોડી દીધી છે, જે છેલ્લા 4 વર્ષથી આ ખિતાબ જીતી રહી છે. ઉલ્લેખનીય છે કે, હોલિવૂડમાં પ્રિયંકાની શાનદાર એન્ટ્રી બાદ હવે દિપીકા પાદુકોણની પણ હોલિવૂડ ફિલ્મ 'xxx' રિલિઝ થવાની છે. દિપીકા અને પ્રિયંકા બંન્ને બોલિવૂડની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસિસમાંની એક છે. દિપીકાએ એક સ્ટેટમેન્ટમાં આ અંગે જણાવ્યું હતું કે, "આ ખબર સાંભળીને હું ખુશ થઇ છું, પરંતુ સેક્સીનો અર્થ બધા માટે જુદો જુદો થાય છે. મારે માટે સેક્સીનો અર્થ માત્ર શારીરિક સુંદરતા નથી. સેક્સી એટલે તમે જે છો એની સાથે કમ્ફર્ટેબલ હોવું, તમારો સેલ્ફ-કેન્ફિડન્સ, તમારી નિર્દોષતા અને તમારી સંવેદનશીલતા."

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

આ લિસ્ટમાં બીજા નંબર પર છે પ્રિયંકા ચોપરા. પ્રિયંકા હવે એવી હસ્તીઓમાંની એક છે, જેને જુદા-જુદા ખિતાબ કે નંબરની જરૂર નથી. પ્રિયંકા અનેકવાર આ નંબર ગેમની વિનર બની ચૂકી છે. તેણે પોતાના કરિયરને એ ઊંચાઇ પર પહોંચાડ્યું છે, જ્યાં તે હવે માત્ર બોલિવૂડ સેલેબ્રિટિ ન રહેતાં, ગ્લોબલ સેલેબ્રિટિ બની ગઇ છે. હાલમાં ટાઇમ મેગેઝિનના 'મોસ્ટ ઇન્ફ્લૂએન્શલ પીપલ ઇન ધ વર્લ્ડ'ના લિસ્ટમાં પ્રિયંકા ચોપરાના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુમાં તેને યૂનિસેફની ગ્લોબલ ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી છે.

નિયા શર્મા

નિયા શર્મા

ઝી ટીવીના સિરિયલ 'જમાઇ રાજા'થી જાણીતી થયેલી આ ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ઇન્ડિયાની ત્રીજી સેક્સિએસ્ટ વુમન બની છે. થોડા સમય પહેલાં જ બિગ બોસમાં પ્રતિસ્પર્ધી બનવાની ના પાડતાં તે ઘણી ચર્ચામાં રહી હતી. હાલ તે કલર્સના કોમેડી શો 'કોમેડી નાઇટ્સ બચાઓ'ની સેકન્ડ સિઝનમાં જોવા મળે છે. નિયા શર્મા પોતાના બોલ્ડ સ્ટાયલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. આ જ વર્ષે ઝી ગોલ્ડ રોઝ એવોર્ડમાં તેનું બોલ્ડ અને સેક્સી ગાઉન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. નિયાએ ખૂબ જ બોલ્ડ શિમરી સિલ્વર ગાઉન પહેર્યું હતું, આવા બોલ્ડ આઉટફિટ્સ બોલિવૂડના એવોર્ડ સમારંભમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. નિયાએ આ બોલ્ડ આઉટફિટ ખૂબ કોન્ફિડન્ટલી અને એફોર્ટલેસલી કેરી કર્યું હતું.

દ્રષ્ટિ ધામી

દ્રષ્ટિ ધામી

આ લિસ્ટમાં ચોથા નંબર પર છે ટીવી સિરિયલની મધુબાલા. મ્યૂઝિક વીડિયોથી આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકનાર દ્રષ્ટિ ધામીની પહેલી સિરિયલ હતી 'દિલ મિલ ગયે'. ત્યાર બાદ 'ગીત', 'મધુબાલા' અને 'એક થા રાજા એક થી રાની' જેવી સિરિયલથી તે ઘણી પોપ્યૂલર થઇ. હાલ દ્રષ્ટિ ધામી 'પરદેસ મેં હે મેરા દિલ' સિરિયલમાં જોવા મળી રહી છે. આ બબલી એક્ટ્રેસ 'ઝલક દિખલા જા'ની 6ઠ્ઠી સિઝનની વિનર બની હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

યંગ જનરેશનની સૌથી પોપ્યૂલર અને હોટ ફેવરિટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ 5મી સેક્સિએસ્ટ એશિયમ વુમન છે. '2 સ્ટેટ્સ', 'હાઇ વે' અને 'ઉડતા પંજાબ' જેવી ફિલ્મોથી તે એક મેચ્યોર એક્ટ્રેસ તરીકે ઉભરી આવી છે. તે એક સારી સિંગર પણ છે.

ટીવી એક્ટ્રેસ સનાયા ઇરાની કેટરીનાથી પણ આગળ

ટીવી એક્ટ્રેસ સનાયા ઇરાની કેટરીનાથી પણ આગળ

આ જ લિસ્ટમાં 6ઠ્ઠા નંબર પર છે, ટીવી એક્ટ્રેસ સનાયા ઇરાની. જે 'મિલે જબ હમ તુમ'થી પોપ્યૂલર થઇ હતી. 7મા નંબર પર કેટરીના કૈફ, 8મા નંબર પર સોનમ કપૂર, 9મા નંબર પર માહિરા ખાન અને 10મા નંબર પર ગુહાર ખાન છે.

English summary
Television actress Nia Sharma won the 3rd position in a poll conduct by Eastern Eye for top 50 sexiest Asian women. Many tv actresses made it in this list.
Please Wait while comments are loading...