For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદ કંઇ બકરીની બચ્ચું નથી કે પકડી લેશો: છોટા શકીલ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દાઉદ કંઇ બકરીની બચ્ચું નથી કે પકડી લેશો?: છોટા શકીલ

દાઉદ કંઇ બકરીની બચ્ચું નથી કે પકડી લેશો?: છોટા શકીલ

ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઇબ્રાહિમના વિશ્વસનીય સહયોગી છોટા શકીલે એક અંગ્રેજી સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 1993ના મુંબઇ બ્લાસ્ટ બાદ અમે ભારત પરત ફરવા નથી ઇચ્છતા. વધુમાં તેમણે તે પણ સ્પષ્ટતા આપી કે તે પહેલા ભારત પરત ફરવા માંગતા હતા અને આ મામલે તેમણે જાણીતા વકીલ રામ જેઠમલાની સાથે પણ વાત કરી હતી. વધુમાં તેણે કહ્યું કે ભારતની દરેક સરકાર અમને પકડવાની વાતો કરે છે પણ શું અમે હલવો છીએ, બકરીનું બચ્ચું છીએ કે અમને પકડી લેશો?

જો હેમા સાથે મારી દિકરી ગઇ હોત તો તે જીવતી હોત!

જો હેમા સાથે મારી દિકરી ગઇ હોત તો તે જીવતી હોત!

જયપુરમાં હેમા માલિની સાથે થયેલ કાર અકસ્માતમાં પોતાની પુત્રી ખોનાર પરિવારે હેમા માલિની પર આરોપ લગાવીને કહ્યું હેમા માલિની અને તેના સહાયકોએ અમારો હાલ ચાલ પણ નથી પૂછ્યો. વધુમાં મૃતક બાળકીના પિતાએ કહ્યું કે હેમાની સાથે જો તેની ગંભીર રીતે ઇજાગ્રસ્ત

હેમા માલિની મુંબઇ જવા રવાના થઇ

હેમા માલિની મુંબઇ જવા રવાના થઇ

ગુરુવારે રાતે થયેલા રોડ અકસ્માત બાદ જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાંથી હેમા માલિનીને રજા મળી ગઇ છે. જેથી તે તેમની પુત્રી ઇશા દેઓલ સાથે મુંબઇ જવા રવાના થઇ ગઇ છે. જો કે હેમા માલિની અને ઇશા દેઓલ બન્નેએ મૃતક બાળકીની મોત પર દુખ વ્યક્ત કર્યું હતું.

પીએમ 6 જુલાઇથી મધ્ય એશિયાના પ્રવાસ પર

પીએમ 6 જુલાઇથી મધ્ય એશિયાના પ્રવાસ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જુલાઇ થી 13 જુલાઇ સુધી પાંચ મધ્ય એશિયાઇ દેશો- કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કેમેનિસ્તાન અને ઉજ્બેકિસ્તાનની યાત્રા કરશે. આ દેશોના પ્રવાસ વખતે ઉર્જા સુરક્ષા અહમ મુદ્દો બની રહેશે. જે વાતની પુષ્ટી વિદેશ મંત્રાલયના સચિવ નવતેજ સરના આપી હતી.

દક્ષિણપંથી સંગઠનોથી નરેન્દ્ર મોદીના પ્રાણોને છે ખતરો

દક્ષિણપંથી સંગઠનોથી નરેન્દ્ર મોદીના પ્રાણોને છે ખતરો

ગુપ્તચર વિભાગ એલર્ટ જાહેર કર્યો છે. જે મુજબ કટ્ટર દક્ષિણપંથી સંગઠનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માંગે છે તેવી બાતમી મળી છે. આ લોકો મોદી, મુસ્લિમ લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે તે વાતથી વાંધો છે. જો કે અત્યાર સુધીમાં 40થી વધુ આતંકી સંગઠન મોદીને મારવાની ધમકી ઉચ્ચારી ચૂક્યા છે. ત્યારે હાલ તો મોદીની સુરક્ષા પર ચાંપતો બંદોવસ્ત રાખવામાં આવી રહ્યો છે.

જેટલીને મળ્યા FTIIના વિદ્યાર્થીઓ

જેટલીને મળ્યા FTIIના વિદ્યાર્થીઓ

શુક્રવારે, પુણેના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ટ્રિટ્યૂટ ઓફ ઇન્ડિયા વિદ્યાર્થીઓ સૂચના અને પ્રસારણ પ્રધાન અરુણ જેટલીને મળ્યા. જ્યાં તેમણે ગજેન્દ્ર સિંહની નિયુક્તિ મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો. નોંધનીય છે કે ગજેન્દ્ર સિંહ ચૌહાણની નિમણૂક પુણેની એફટીઆઇઆઇના નિયામક તરીકે થઇ છે. જે મામલે વિદ્યાર્થીઓને વિરોધ છે.

આપણે પડોશી પસંદ નથી કરી શકતા: રાષ્ટ્રપતિ

આપણે પડોશી પસંદ નથી કરી શકતા: રાષ્ટ્રપતિ

આંધ્ર પ્રદેશ અને તેલંગાના વચ્ચે વિવિધ મુદ્દાઓ પર વધી રહેલા તનાવ મામલે ખેદ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે બન્ને રાજ્યોએ સારા પડોશી તરીકે પોતાના સંબંધો સાચવવા જોઇએ. અને શાંતિ અને સદ્દભાવના કેળવવાનો પ્રયાસ કરવો જોઇએ.

ગિલાની ધરપકડમાં 4 લોકો ઇજાગ્રસ્ત

ગિલાની ધરપકડમાં 4 લોકો ઇજાગ્રસ્ત

શુક્રવારે, શ્રીનગરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની જ્યારે અનંતનાગ એક રેલીને સંબોધવા જઇ રહ્યા હતા ત્યારે પોલિસે તેમની અટક કરી હતી. જે મામલે પોલિસ અને ગિલાનીના સમર્થકો વચ્ચે આક્રમક ઝડપ થતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

શૌચાલય ન હોવાના કારણે યુવતીએ કરી આત્મહત્યા!

શૌચાલય ન હોવાના કારણે યુવતીએ કરી આત્મહત્યા!

ઝારખંડના દુમકામાં ખુશ્બુ નામની એક 20 વર્ષીય યુવતીએ લગ્ન પહેલા તે જે ઘરે જઇ રહી હતી તે ઘરે શૌચાલય ના હોવાની કારણે શૌચાલય બનાવાની માંગ કરી હતી. પણ આ મામલે સાસરી પક્ષ ટસથી મસ ના થતા છેવટે તેને અંતિમ પગલું ભરતા ફાંસી ખાઇ આત્મહત્યા કરી હતી.

જેલથી ભાગવાની ફિરાકમાં છે યાસીન ભટકલ

જેલથી ભાગવાની ફિરાકમાં છે યાસીન ભટકલ

ભટકલ હૈદરાબાદની જેલથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગુપ્તચર વિભાગે તેના જેલમાં થયેલી વાતચીત પરથી આ માહિતી મળી છે. યાસીને તેની પત્નીને ફોન કરીને કહ્યું કે જેલથી બહાર કાઢવામાં IS તેની મદદ કરશે. યાસીન કહ્યું કે સીરીયાથી તેને આ માટે મદદ પણ મળી રહી છે.

હવે કચરો વીણનારને પણ મળશે રાષ્ટ્રિય સન્માન

હવે કચરો વીણનારને પણ મળશે રાષ્ટ્રિય સન્માન

કેન્દ્રિય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે કચરો વીણતા લોકોને સરકાર માન્યતા આપશે. વધુમાં ભારતને સ્વચ્છ કરવા માટે જાડાયેલા આવા લોકોને સરકાર રાષ્ટ્રિય પુરસ્કાર પણ આપશે. તેમણે કહ્યું કે ત્રણ સૌથી સારા કચરા વીણનારને સરકાર દોઢ લાખ રૂપિયાના ઇનામ સાથે રાષ્ટ્રિય સન્માન પણ આપશે.

તેલંગાનાના મુખ્યમંત્રીએ 5 કરોડ ખર્ચ્યા વેનિટિ વાન માટે

તેલંગાનાના મુખ્યમંત્રીએ 5 કરોડ ખર્ચ્યા વેનિટિ વાન માટે

આ એ જ બ્લેટપ્રુફ વેનિટિ વાન છે જેના માટે વિપક્ષ, તેલંગાના રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને કોસી રહ્યા છે. નોંધનીય છે કે મુખ્યમંત્રીજીની આ વાન પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.

સોમનાથ ભારતીની પત્ની પહોચી DCWની ઓફિસ

સોમનાથ ભારતીની પત્ની પહોચી DCWની ઓફિસ

આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીની પ્તની લિપિકા મિત્રાએ શુક્રવારે, દિલ્હીની મહિલા આયોગની અધ્યક્ષ બરખા શુક્લા સિંહને મળી હતી. નોંધનીય છે કે લિપિકાએ તેના પતિ સોમનાથ પર શારિરીક અને માનસિક ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી જે અંતર્ગત તેણે આ મુલાકાત કરી હતી.

આસામના પુલ નીચેથી મળ્યો વિસ્ફોટક બોમ્બ

આસામના પુલ નીચેથી મળ્યો વિસ્ફોટક બોમ્બ

શુક્રવારે, આસામના સોનિતપુર જિલ્લામાં એક પુલ નીચેથી આસામ રાઇફલના જવાનોને એક વિસ્ફોટક બોમ્બ મળ્યો. જેના ડિસપોઝ કર્યા બાદ શીનીફર ડોગ આ વિસ્તારની તપાસ કરી રહ્યા છે.

જ્યારે એક છત્રીની જ આશ હોય ત્યારે!

જ્યારે એક છત્રીની જ આશ હોય ત્યારે!

શુક્રવારે, ભુવનેશ્વરમાં ભારે વરસાદ વચ્ચે એક ફેરિયો પોતાની એક માત્ર છત્રીના સહારે રસ્તો પસાર કરી રહ્યો છે.

આ ભીની આંખો માંગી રહી છે ન્યાય

આ ભીની આંખો માંગી રહી છે ન્યાય

શુક્રવારે, નવી મુંબઇમાં ફ્રેન્સેલા સોફિયા વાઝને તેના સ્કૂલના મિત્રોએ આપી શ્રદ્ધાજંલિ. નોંધનીય છે કે ફ્રેન્સેલાનું તેના કાકાએ જમીન લે વેચ અને પૈસાના વિવાદના કારણે અપહરણ કરાવી હત્યા કરાવી હતી.

નવી દિલ્હીમાં ABVPએ કર્યું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીમાં ABVPએ કર્યું વિરોધ પ્રદર્શન

શુક્રવારે, દિલ્હીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ સેન્ટ સ્ટીફંસ કોલેજના પ્રધ્યાપક સતીશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. નોંધનીય છે કે સતીશ કુમાર સામે એક રિસર્ચ સ્કોલર પર યૌન ઉત્પીડનનો કરવાનો આરોપ છે.

કેજરીવાલે માણી કેરીની જાયફત

કેજરીવાલે માણી કેરીની જાયફત

શુક્રવારે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીના વાર્ષિક મેંગો ફેસ્ટિવલની મુલાકાત લઇને કેરીની મઝા માણી હતી. નોંધનીય છે કે આ પ્રસંગે તેમની સાથે ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ હાજર હતા.

અબ્બાસ નકવીએ મુંબઇમાં ઉજવી ઇફ્તાર પાર્ટી

અબ્બાસ નકવીએ મુંબઇમાં ઉજવી ઇફ્તાર પાર્ટી

શુક્રવારે, મુંબઇમાં ભાજપ પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવી હજ હાઉસ ખાતે ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જે દરમિયાન અભિનેતા રજા મુરાદ તેમને ખજૂર ખવડાવી રહ્યા છે.

કોકિલાબેન હોસ્પિટલે 100 લિવર પ્રત્યારોપણની જાહેરાત કરી

કોકિલાબેન હોસ્પિટલે 100 લિવર પ્રત્યારોપણની જાહેરાત કરી

શુક્રવારે, મુંબઇની જાણીતી કોકિલાબેન હોસ્પિટલમાં ટીના અંબાણીએ 100 લિવર પ્રત્યારોપણની ધોષણા કરી જે બાદ લોકો તેમનો આભાર માની રહ્યા છે.

જ્વાલા ગુટ્ટાનું તેલંગાના સરકારે કર્યું સન્માન

જ્વાલા ગુટ્ટાનું તેલંગાના સરકારે કર્યું સન્માન

શુક્રવારે, હૈદરાબાદમાં તેલંગાના રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાનું તેમની અભૂતપૂર્વ સફળતા માટે સન્માન કર્યું. નોંધનીય છે કે જ્વાલાએ હાલમાં જ કેનેડિયન ઓપન 2015માં બેડમિન્ટનની ડબલ મેચ જીતી છે.

જ્યારે જંગલનો રાજા શિકાર કરવા નીકળ્યો

જ્યારે જંગલનો રાજા શિકાર કરવા નીકળ્યો

મૈસૂરના નાગાર્હોલ રાષ્ટ્રિય ઉદ્યાનમાં હરણાની પાછળ શિકાર માટે ભાગી રહેલો વાઘ.

English summary
4 July : Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X