For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNL પર ઇન્ટરનેટ વિના ફેસબુક સુવિધા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bsnl-facebook
નવી દિલ્હી, 5 જૂન: સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે ઇન્ટરનેટ કે ડેટા કનેક્શન વિના સોશિયલ મીડિયા ફેસબુક ચલાવનાર સેવા રજૂ કરી છે. કંપનીએ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે આ સેવા માટે ઉપભોક્તાઓને ત્રણ દિવસ માટે 4 રૂપિયા, એક અઠવાડિયા માટે 10 રૂપિયા અને એક મહિના માટે 20 રૂપિયા ચૂકવવા પડશે.

બીએસએનએલે પૂર્વી અને પશ્વિમી વિસ્તારમાં આ સેવાને પૂરી પાડવા માટે યૂ2ઓપિયા મોબાઇલની સાથે કરાર કર્યો છે. તે યૂએસએસડીના માધ્યમથી ફેસબુક ચલાવવાની સુવિધા પ્રદાન કરશે. કંપનીએ કહ્યું કે ટૂંક સમયમાં જ પશ્વિમી તથા ઉત્તરી ક્ષેત્રમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેંટ્રી સર્વિસ ડેટા (યૂએસડીડી) ટેક્નિકનો ઉપયોગ ટેલિકોમ ઓપરેટર્સ કંપનીઓ દ્વારાઅ પોતાના ગ્રાહકોને મેસેજ વગેરે મોકલવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો પ્રયોગ સ્થાન આધારિત પ્રી-પેડ-કોલ-બેક સેવા માટે પણ કરવામાં આવે છે. સાથે જ ટેલિકોમ કંપનીઓ મેન્યૂ આધારિત સેવાઓ માટે આ ટેક્નિકનો પ્રયોગ કરે છે.

બીએસએનએલે કહ્યું કે યૂએસએસડીના માધ્યમથી ચાલનાર ફેસબુકના માધ્યમથી ગ્રાહક પોતાના ફેસબુક એકાઉન્ટના સ્ટેટસ જોઇ શકો છો તથા ફોરવર્ડ કરી શકો છો, કોઇ મિત્રની ફ્રેંડ રિકવેસ્ટને સ્વિકાર અથવા અસ્વિકાર કરી શકો છો. આ ઉપરાંત ફેસબુકના અન્ય ફિચર જેમ કે જન્મદિવસ રિમાઇન્ડર વગેરે તેના માધ્યમથી ચાલી શકશે.

બીએસએનએલના નિર્દેશક અનુપમ શ્રીવાસ્તવે કહ્યું, 'કંપનીઓ હાલ અવાજવાળા સંદેશ અને ઉપભોક્તા સંદેશ જેવા ફિચર સામેલ કરીને પોતાના પોર્ટફોલિયાનો વિસ્તાર કરી રહી છે.' આ સેવાનો લાભ બધા જ પ્રકારના મોબાઇલ હેંડસેટ્સમાં લઇ શકાશે.

યૂ2ઓપિયા મોબાઇલના મુખ્ય કાર્યકારી અધિકારી સુમેશ મેનને કહ્યું, 'હંમેશા ફેસબુકના માધ્યમથી મિત્રો સાથે જોડાવાની ઇચ્છા રાખનારાઓ આ સેવા એકદમ ઉપયુક્ત છે. આ સેવાના માધ્યમથી તે ગમે ત્યાંથી પણ કોઇ પણ સમયે પોતાના ફેસબુક મિત્રો સાથે સંપર્કમાં રહી શકે છે.'

English summary
State-run BSNL today launched a service wherein its mobile customers will be able to access Facebook without any Internet or data connectivity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X